A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
સંપર્ક : Contact
31 માર્ચ 2024
એપ્રિલ ફૂલ ડે નો ઈતિહાસ અને માન્યતાઓ.
30 માર્ચ 2024
વિશ્વ નારી વિભૂતિ : 5 શિતલ માલાણી
🙏ભારતીય સાહિત્યકાર નારી વિભૂતિ. - શિતલ માલાણી 🙏
નમસ્કાર,
આજ હું આપની સાથે ગુજ્જર(ગુજરાત) એવા ગોળ તાળાની જનની જામનગરની દીકરી શિતલ માલાણી જે એક નવોદિત પ્રતિભા એવી વિરલ નારી છે. તેની રોચક વાતો તેમના શબ્દોમાં આપની સક્ષમ રજુ કરવા જઈ રહી છું.
👉પરિચય માહિતી :- સાહિત્યકાર * નામ :- શિતલ માલાણી * ઉપનામ :- 'શ્રી' * જન્મ તારીખ :- ૧૫/૧/૧૯૭૯ * જન્મ દેશ :- ભારત * જન્મ રાજ્ય :- ગુજરાત * જન્મ શહેર :- જામનગર * જન્મ ગામ :- જામનગર * પિતાનું નામ :- બાબુભાઈ એ. સંઘાણી * માતાનું નામ :- લાભુબેન બી. સંઘાણી * ભાઈ - બહેન :- છ બહેનો છીએ. * પિતાનો વ્યવસાય :- હાલ નિવૃત, CBIમાં બેંક મેનેજર હતા. * પ્રારંભિક અભ્યાસ :- 1. બાળમંદિર થી ધોરણ- ૨ સુધી લતીપુર પ્રાથમિક શાળામાં. 2. ધોરણ - ૩ થી ધોરણ - ૭- વિનય વિદ્યા મંદિર, જામજોધપુર ખાતે. *માધ્યમિક અભ્યાસ :- ધોરણ ૮ થી ધોરણ - ૧૨ સુધીનો અભ્યાસ 'શ્રી રતનબઆઈ કન્યા વિદ્યાલય' જામનગર. *સ્નાતક :- B.A. with economic શ્રી એ. કે. દોશી કોમર્સ એન્ડ આર્ટસ મહિલા કોલેજ, જામનગર. *ઊંચાઈ :- 5'2.5 *વજન :- 62 *સિધ્ધિઓ/મેડલ/એવોર્ડ :-
1. પ્રતિલિપિ તરફથી સુપર રાઈટર એવોર્ડના પાંચ એવોર્ડ,
2. સિવાયના રાજપત્ર,
3. વિશિષ્ટ લેખનમાં તેમજ કવિ સંમેલનના એવોર્ડસ તેમજ પુરસ્કાર.
4. બાલસૃષ્ટિ, યુવા ભારત કલમોત્સવ, ફિલિંગ્સ વગેરે મેગેઝિનમાં તેમની કૃતિઓ પ્રકાશિત થઈ ચૂકી છે.
👉આપને શીતલબેનના શબ્દોમાં જ સાંભળીએ તેમની જાણી અજાણી વાતો.* 1. જીવનનો પ્રથમ લેખન તરીકેનો અનુભવ :- શાળા સમયે વેકેશન પર પહેલી કવિતા લખી હતી. હું નવમા ધોરણમાં હતી, ત્યારે રાજ્યકક્ષાએ મારી લખેલી 'ભ્રષ્ટાચાર' કવિતાને પ્રથમ ઈનામ મળેલું ત્યારે જ કલમનો સાથ કદી નથી છોડવો એવો નિર્ધાર કરેલો. 2. પ્રથમ મંચ કાર્યક્રમનો અનુભવ :- એકદમ સરસ. એમાં પણ વિદ્યાર્થીઓ સાથે વાતો કરવાનો લ્હાવો મળ્યો એ ખૂબ ગમ્યું હતું. 3. આવતા વર્ષોમાં કોઈ લેખનની કલમ, પુસ્તક કે અન્ય આયોજન તેની વિગતો :- મારી નવલકથા 'જર, જમીન ને જોરૂં' નામનું પુસ્તક પ્રકાશિત થવાના આરે છે. જીવનસાથી, વાર્તાયન, શબ્દધારા, મેરી કલમ સે, વગેરે સહિયારા પુસ્તકમાં લખ્યું છે. હું યુવા ભારત મેગેઝિનમાં પણ લખતી હતી. ટૂંક સમયમાં 'ટહુકાર મેગેઝિન' દ્વારા નવું પગથિયું ચડવા જી રહી છું.
👉લેખન તરીકેની સફરમાં આવેલ પડકારની વિગતો:- *શારીરિક પડકારો :- કદી તકલીફ નથી પડી. *માનસિક પડકારો :- હા, સમય અને વિચાર બેયનું સમતોલન જાળવવામાં ક્યારેક થાપ ખાઈ જતી હોઉં છું. *સામાજિક પડકારો :- પરિવારે પૂરી રીતે સહકાર આપ્યો છે. એટલે હું સમાજની વાતો વિશે વિચારીને અટકી જ નથી. *પારિવારિક પડકારો :- સમજદારીથી સાથ આપનારો પરિવાર મેળવ્યો છે એટલે સમય ને સંબંધ શાંતિથી સચવાઈ જાય છે. કદી મુશ્કેલી ઊભી નથી થઈ. 4. અન્ય માહિતી :- અમે ચાર બહેનોએ સાથે મળીને શરૂ કરેલી 'શબ્દધારા' નામની સાહિત્યિક ચેનલને હાલના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી સન્માનપત્ર મળ્યું છે. એ સૌથી મહત્વની સિદ્ધિ છે. હું અમદાવાદથી પ્રકાશિત થનારા સનવીલા અખબાર, દીપ ભાસ્કર તેમજ ગુજરાત સત્તા જેવા અખબારોમાં કોલમ લખું છું. 5. અન્ય પ્રવુતિઓ :- હું નવલકથા સિવાય મૂવી સ્ક્રીપ્ટ પણ લખું છું. અત્યાર સુધી ૧૭ ગુજરાતી શોર્ટ મૂવી રિલીઝ થયા છે. હું ગુજરાતી ગીત પણ લખું છું. *શોર્ટમૂવી:- 1. પટારાની કૂંચી 2. અભાગણી ગરીબી 3. રક્ષાબંધન 4. સોનાની વાવણી 5. જમાઈનું અભિમાન તૂટ્યું 6. દીકરી, વ્હાલની વીરડી 7. સગપણ માટે છળકપટ 8. મહેમાન મામી 9. ચોરટી ગેંગ 10. પંચાતડી પડોશણ 11. સેવાનું ફળ 12. આંગળિયાત.. દીકરી કે દીકરો 13. કદર ( કામવાળીની માનવતા) 14. વહુની જવાબદારી 15. અભાગણીની આવડત 16. લીલી વાડી 17. પપ્પાના પરસેવે 6. લોકોને આપવા માંગતા હોય તેવા સંદેશો :- "જવાબદારીઓને સ્વીકારીને એને કુનેહથી નિભાવતા શીખો. ટીકાઓથી ન ડરો. મહેનત કરવામાં કદી કંઈ કચાશ ન છોડવી." 7. આપનું જીવન સૂત્ર :- "ભૂતકાળના ભયને ભૂલીને વર્તમાન ને વાસ્તવિકતામાં જીવતા શીખો." - નયના જે. સોલંકી - આંખો - સુરત.
29 માર્ચ 2024
ચૂંટણીની કાર્યની શોર્ટ કટ કી અને કાર્ય મુજબની સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓની pdf.
26 માર્ચ 2024
27 માર્ચ - વિશ્વ રંગમંચ દિવસ
21 માર્ચ 2024
World Poetry Day : વિશ્વ કવિતા દિવસ
World Poetry Day : વિશ્વ કવિતા દિવસ
દર વર્ષે 21મી માર્ચે આપણે વિશ્વ કવિતા દિવસ ઉજવીએ છીએ. વિવિધ સંસ્કૃતિના લોકોને જોડતી ભાષાની સુંદરતાની પ્રશંસા કરવાનો દિવસ છે. કવિતા એ દરેક દેશના ઇતિહાસનો એક ભાગ છે, જે આપણને સહિયારા મૂલ્યો સાથે લાવે છે. યુનેસ્કોએ આ દિવસની શરૂઆત વૈશ્વિક સ્તરે કવિતાની હિલચાલને સમર્થન આપવા માટે કરી હતી.
UNESCO યુનાઈટેડ નેશન્સનું પેટાવિભાગ: વિશ્વ કવિતા દિવસનું આયોજન યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવે છે, જે યુનાઈટેડ નેશન્સનું પેટાવિભાગ છે, જે પ્રયાસ, સંચાર અને જુસ્સા દ્વારા સંસ્કૃતિના વિકાસને પ્રોત્સાહન આપે છે. વિશ્વ કવિતા દિવસ દર વર્ષે વિશ્વભરની શાળાઓ, સંસ્થાઓ, પુસ્તકાલયો અને પ્રકાશકો દ્વારા કવિઓ, કવિતાની શૈલીઓ અને તેઓ વાંચેલી ભાષાઓ વિશે શીખવીને ઉજવવામાં આવે છે. UNESCO વિશ્વભરના લોકોને કવિતા વાંચવામાં અને રોજિંદા જીવનમાં તેનો અર્થ સમજવામાં મદદ કરવા માટે સોશિયલ મીડિયા કીટ અને અન્ય સંસાધનો પણ પ્રદાન કરે છે.
આજે વિશ્વ કવિતા દિવસ છે ત્યારે પ્રેમ હુંફ અને લાગણીઓ સાથે કલ્પનાની દુનિયા ઉમેરાય અને કવિના શબ્દો થકી પ્રેમ કાવ્ય, વિરહમાં ગઝલ રચાય જાય છે. આજનો દિવસ જીવનમાં કવિતાઓનું મહત્વ સમજાવવા દર વર્ષે ઉજવાય છે. આ ઉજવણીની શરુઆત વિશ્વમાં પ્રથમવાર પેરીસ શહેરથી કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય તારીખના સર્જન માટે પ્રથમ આરંભ કરનાર અને પ્રેરણા અમેરિકન ટેસ્બા વેબ છેલ્લા સદીના ત્રીસમી સદીના મધ્યભાગમાં તેણે 15 મી ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ પ્રાચીન રોમન કવિ અને ફિલસૂફ વર્જિલ મેરોનનો જન્મદિવસ ઉજવવાની દરખાસ્ત કરી હતી. કવિની દરખાસ્ત યુએસમાં પ્રથમ લેવામાં આવી હતી, પછી પચાસના દાયકામાં યુરોપના પ્રાંતોમાં ફેલાયેલી હતી . કાવ્યોનો દિવસ અનૌપચારિક રીતે હાથ ધરવામાં આવ્યો હતો અને સર્જનાત્મકતામાં સંકળાયેલા ઘણા લોકોના ઉત્સાહને આભારી છે.
"તહેવારની સ્થાપનાનો નિર્ણય 1999 માં યુનેસ્કો આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા નિયમિત ત્રીસમી સત્રમાં અપનાવવામાં આવ્યો. ત્યારથી, દર વર્ષે માર્ચ 21 ની વસંતઋતુમાં, કવિતા દિવસ ઉજવાય છે, જે સમગ્ર વિશ્વમાં સત્તાવાર રીતે ઉજવવામાં આવે છે. ઘણા શહેરો અને ગામોમાં તેમના માનમાં કવિતા વાંચન, લેખકો સાથે સર્જનાત્મક બેઠકો, પ્રવચનો આપવામાં આવે છે અને નવીનતાઓની જાહેરાત કરવામાં આવે છે.
21 માર્ચનો વિશ્વ કવિતા દિવસ વિશ્વભરના સાહિત્યપ્રેમીઓ માટે કવિતાના સમૃદ્ધ ઇતિહાસને માન આપીને આશાવાદ વ્યક્ત કરવા માટેના પ્રતીકાત્મક સમયનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે તેની વૈશ્વિક અસરને વિસ્તૃત કરવા માટે મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવામાં આવે છે વિશ્વ કવિતા દિવસ, સૌપ્રથમ 1999 માં યુનેસ્કો દ્વારા સ્થપાયો, એ મહત્વાકાંક્ષી સાહિત્યિક ધ્યેયો નક્કી કરવા, શૈક્ષણિક પ્રાથમિકતાઓને પુનઃસ્થાપિત કરવાની અને ભવિષ્યની આશાને પુનર્જીવિત કરવાની સંપૂર્ણ તક હશે જ્યાં કવિતાની સુંદરતા વધુ જીવનને સ્પર્શે છે. આ તક દરેક હિસ્સેદારોને એકસાથે લાવીને, ઘટનાઓ, ચર્ચાઓ અને તેનાથી આગળ કવિતા શા માટે મહત્વની છે તે દર્શાવવા દ્વારા સકારાત્મક પરિવર્તન માટે વિશ્વવ્યાપી ગતિને પ્રજ્વલિત કરવાની તક રજૂ કરે છે.
(સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો.
19 માર્ચ 2024
World Sparrow Day : વિશ્વ ચકલી દિવસ
*World Sparrow Day : વિશ્વ ચકલી દિવસ*
ચકલીઓ પ્રત્યે પ્રેમ પ્રદર્શિત કરતી આ પંક્તિઓ પ્રખ્યાત કવિ રમેશ પારેખની યાદ આવે છે. “તારો વૈભવ રંગમહેલ, નોકર ચાકરનું ધાડું, મારા ફળિયે ચકલી બેસે એ મારું રજવાડું.”
આજે 20મી માર્ચ સમગ્ર દુનિયામાં “Sparrow Day” તરીકે ઉજવવામાં આવે છે. આપણને એમ થાય કે ભલા ચકલાના તે કાંય દિવસ ઉજવવાના હોય ? ચકલીમાં તે વળી નવું શું છે ? નાનપણમાં કદાચ સૌથી પહેલાં જોયેલું, ઓળખેલું એકદમ જાણીતું પંખી એટલે ચકલી. હજુ બરબર બોલવાનું પણ ન શીખેલા બાળકને પૂછીએ કે ‘ચકી કેમ બોલે?’ તો તરત કહેશે- ‘ચીં…ચીં..’ ચકલાં, ચકલી, ચકીબેન કે ‘હાઉસ સ્પેરો’ એ ફક્ત આપણાં દેશનું જ નહીં પણ વિશ્વભરમાં સૌથી વધુ જોવા મળતું અને માનવ વસ્તી સાથે હળી-ભળી ગયેલું સૌથી સામાન્ય પક્ષી છે. એક સમયે વિશ્વનું સૌથી સામાન્ય અને ટોળાબંધ જોવા મળતું આ નાનકડું પંખી આજે જીવન સંઘર્ષ માટે ઝઝુમી રહ્યું છે અને કમનસીબે હારી રહ્યું છે ! વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં પણ ચકલીઓની સંખ્યા ખૂબ ઝડપથી ઘટી રહી છે. જો તેમને બચાવવા માટે માનવ જાત કંઈ નહીં કરે તો આ ચકલીઓ ખૂબ ઝડપથી હંમેશાંને માટે લુપ્ત થઈ જશે !
કવિ શ્રી ઉમાશંકર જોષી દ્વારા લિખિત આ પંક્તિ, યાદ આવે છે કે, “વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશું છે, પંખી છે, પુષ્પો છે, વનો ની છે વનસ્પતિ”
દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં 'સ્પેરો ડે' તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને સમગ્ર વિશ્વમાં સ્પેરો(ચકલી) પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. વિશ્વ સ્પેરો દિવસની ઉજવણીનો હેતુ લોકોને સ્પેરોના (ચકલી) સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ચકલીએ પૃથ્વી પરની સૌથી સામાન્ય અને સૌથી જૂની પક્ષી પ્રજાતિઓમાંની એક છે. ચકલીની લુપ્ત થતી પ્રજાતિઓ અને ઘટતી જતી વસ્તી ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં આ દિવસની ઉજવણી કરવાનું વિચારવું એ ખરેખર ચકલીઓ અને અન્ય અદ્રશ્ય થઈ રહેલા પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય પગલું છે.
*વિશ્વ સ્પેરો દિવસની શરૂઆત કેવી રીતે થઈ?*
નેચર ફોરએવર સોસાયટી (ઇન્ડિયા) અને ઇકો-સીસ એક્શન ફાઉન્ડેશન (ફ્રાન્સ)ના સહયોગથી દર વર્ષે 20 માર્ચે વર્લ્ડ સ્પેરો ડે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત નાસિકના રહેવાસી મોહમ્મદ દિલાવરે ચકલી પક્ષીની ભયંકરપ્રજાતિઓને મદદ કરવા માટે 'નેચર ફોરએવર સોસાયટી' (NFS)ની સ્થાપના કરીને કરી હતી. નેચર ફોરએવર સોસાયટીએ દર વર્ષે 20 માર્ચે 'વર્લ્ડ સ્પેરો ડે' ઉજવવાનું આયોજન કર્યું હતું.
વર્ષ 2010માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
*સ્પેરોને (ચકલીઓને) આ રીતે બચાવો*
1. જો તમારા ઘરમાં ચકલી માળો બનાવે છે, તો તેને દૂર કરશો નહીં.
2. આંગણા, બારી, બહારની દિવાલો પર દરરોજ અનાજ અને પાણી રાખો.
3. ઉનાળામાં ચકલીઓ માટે પાણી રાખો.
4. જૂતાની પેટીઓ, પ્લાસ્ટિકની મોટી બોટલો અને વાસણો લટકાવો જેમાં તેઓ માળો બનાવી શકે.
5. બજારમાંથી કૃત્રિમ માળાઓ લાવી શકાય.
6. ઘરોમાં ડાંગર અને બાજરીના ઠૂંઠા લટકાવી શકો છો.
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
17 માર્ચ 2024
મોટીવેશન વાર્તા : 15 *જીવનસાથી : અહેસાસ અને આશ્રિત*
- *જીવનસાથી : અહેસાસ અને આશ્રિત*
12 માર્ચ 2024
'બોર્ડની પરીક્ષાનું મહાયુદ્ધ' - ચિંતન લેખ
મોટીવેશન પત્ર :- વાલી અને વિદ્યાર્થી (સફળતાની ચાવી)
09 માર્ચ 2024
લાગણીની પરિભાષા - 16
08 માર્ચ 2024
મોટીવેશન વાર્તા - 14 Woman's Day Special( આત્મવિશ્વાસ અને શ્રદ્ધા) સત્ય ઘટના
05 માર્ચ 2024
વિશ્વ નારી વિભૂતિ : 4 . સુરભી ચાવડા
🙏ભારતીય પર્વતારોહક નારી વિભૂતિ. - સુરભી ચાવડા 🙏
નમસ્કાર,
આજ હું આપની સાથે ગુજ્જર(ગુજરાત) ગિરનાર એવા જૂનાગઢની દીકરી સુરભી ચાવડા જે એક નવોદિત પ્રતિભા એવી વિરલ નારી છે. તેની રોચક વાતો તેમના શબ્દોમાં આપની સક્ષમ રજુ કરવા જઈ રહી છું.👉 પરિચય :-
* નામ :- સુરભી ચાવડા
* હુલામણું નામ :- ' અકી '
* ઉપનામ :- માઉન્ટેન ગર્લ
* જન્મ તારીખ :- 15/08/1992
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- ગુજરાત
* જન્મ શહેર :- જૂનાગઢ
* જન્મ ગામ :- જૂનાગઢ
* પિતાનું નામ :- કમલેશભાઈ
* માતાનું નામ :- ઈલાબેન
* ભાઈ /બહેન :- . બે બહેન એક ભાઈ
* પિતાનો વ્યવસાય :- શિક્ષક
* અભ્યાસ :- ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલમાં ડિપ્લોમા
* ઊંચાઈ :- પાંચ ફૂટ ત્રણ ઇંચ
* વજન :- 56 કિ.ગ્રા
👉સિધ્ધિઓ :-
1. સ્થળ :- MT. EVEREST, સફળ ચઢાણ :- 25000ફીટ (ઊંચાઈ : 29029ફીટ )
2. સ્થળ :- MT. KILIMANJARO:- સફળ ચઢાણ :- 19340 (ઊંચાઈ : 19340ફીટ)
3. સ્થળ :- MT. ELBRUS, સફળ ચઢાણ :- 18510ફીટ (ઊંચાઈ : 18510ફીટ)
4. સ્થળ :- MT. SATOPANTH, સફળ ચઢાણ :- 20500 ફીટ (ઊંચાઈ : 23212ફીટ)
5.સ્થળ :- BARASHIGRIGLACIER, સફળ ચઢાણ:- 20545ફીટ (ઊંચાઈ:20545ફીટ)
6.સ્થળ :- GUNTHER'S CALL, સફળ ચઢાણ :- 17388 (ઊંચાઈ : 17388ફીટ)
👉 જીવનનો પ્રથમ પર્વતારોહાક તરીકેનો અનુભવ :-
તેઓ કહે છે કે, " મારો હિમાલય સાથેનો પહેલો અનુભવ હતો 2010 માં જ્યારે હું સૌપ્રથમ વાર “કુગતિ પાસ”કરીને ટ્રેકિંગ પર ગઈ હતી. મેં ગિરનાર અને માઉન્ટ આબુમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ માંથી તાલીમ લીધેલી પરંતુ બરફ સાથેનો મારો આ પહેલો અનુભવ હતો. જ્યારે મેં આ ટ્રેકની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ મને એક વ્યાખ્યાન યાદ આવ્યું “દૂરથી ડુંગર રળિયામણા." ખૂબ જ ઠંડીમાં પણ 12 થી 15 કિલો વજનની થેલી સાથે ચાલવું, પડકારજનક વાતાવરણ કે જ્યાં ક્યારેક તડકો તો ક્યારેક ખૂબ જ ઠંડી, મુશ્કેલ વિસ્તારમાંથી 5 થી 7 કિ.મી. દૂર ચાલવું પડતું હતું. ત્યાં કોઈ ફોન પણ ન ચાલે અને ના તો આપણા મમ્મી પપ્પા કે કોઈ આપણા ફેમિલી મેમ્બર્સ આપણી જોડે હોય. એવા સમયે તમે જે ટુકડી જોડે ગયા છો એમની જોડે તાલમેલ બનાવીને રહેવું અને એમને જ ફેમિલી મેમ્બર્સ માની લેવા. આવા વાતાવરણ વચ્ચે સૌથી પહેલા તો મને એક જ વિચાર આવ્યો હું અહીંયા શું કામ આવી? મારે અહીંયાથી પાછું જવું જોઈએ. પરંતુ પર્વતોની સુંદરતા જ હોય અને મનમાં એક લાલચ તો થાય જ કે લાવને જરા આગળ જવા દે જોઈએ તો ખરા શું છે? પરંતુ જ્યારે તમે પાંચથી સાત કલાકના કપરા ચઢાણ ચડીને એક જે સુંદર જગ્યાએ પહોંચો છો. એ હિમાલયની ગોદ ની જગ્યાઓ જોઈને જાણે પાંચથી દસ મિનિટમાં જ બધું જ થાક ઉતરી જાય છે.! આ ટ્રેક દરમિયાન મને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક નાનકડા તંબુમાં બે થી ત્રણ જણાએ એકસાથે રહેવાનું, અને પહાડની ઉબડ ખડબડ જમીન ઉપર સુવાનું, કયા પડખે સુવા તો ઓછી કાંકરીઓ ખૂંચે એ વિચારતા જ અડધી રાતો નીકળી જતી. અને વળી પાછું સવારે ઉઠીને તો વજન વાળો થયેલો ઉપાડીને ચાલવાનું કામ ચાલુ જ રાખવાનું. ખાવા પીવાની રીતો આપણા ઘરની ખાવા પીવાની રીતોથી ઘણી જ અલગ, પહાડો પર કંઈ ઘરની જેમ ભાવતું ભોજન તમને ન મળી શકે. તમારી પાસે મર્યાદિત સંસાધનો છે અને તમે મેનેજ કરો છો. આ બધી મુશ્કેલીઓ છતાં જ્યારે અમે ટ્રેકના સૌથી ઊંચા પોઇન્ટ પર પહોંચ્યા ત્યારે આ બધી મુશ્કેલીઓ બિલકુલ ભુલાઈ ગઈ. અને એ અનુભવ એટલો સંતોષકારક અને આહલાદક હતો કે જેને હું શબ્દમાં વર્ણવી નહિ શકું !!! જ"
જ્યારે એ ટ્રેક સમાપ્ત કરી અને પાછા આવ્યા ત્યારે સમજાયું કે આ પર્વતો એ મને શું શીખવાડ્યું અને એનું મારા જીવનમાં શું મહત્વ છે? ત્યાંથી જ મને પર્વતો પ્રત્યેનો અતૂટ આકર્ષણ કેળવ્યો જે આજે પણ છે. ક્યારથી જ મેં નક્કી કર્યું કે જ્યારે પણ મને સમય મળે હું પહાડો ચડતી રહીશ.
👉પર્વતોરોહક તરીકેના પડકારો:-
*શારીરિક પડકારો :-*
કોઈપણ પહાડ ચડવા જાવ ત્યારે શારીરિક પડકારો તો આવવાના જ. પણ જો કોઈ એક પ્રસંગની વાત કરવાની હોય તો હું એવરેસ્ટ માં મને જે સ્નો બ્લાઇન્ડ થઈ હતી એ વિશે વાત કરવા માંગીશ. હું માઉન્ટ એવરેસ્ટ પર લગભગ 7000 મીટર ની ઊંચાઈ પર હતી, મને સનો બ્લાઈન્ડ ને થઈ હતી. સાદી ભાષામાં કહીએ તો સૂર્યના જે કિરણો બરફ પર રિફ્લેક્ટ થઈ અને તમારી આંખમાં જે નેગેટિવ ઇફેક્ટ આપે એનાથી તમારી આંખને પ્રોબ્લેમ થાય તેને સનો બ્લાઇન્ડ કહેવાય. આંખમાં ખૂબ બળતરા થવી, લગભગ દેખાવાનું બંધ થઈ જવું. એ પણ 7400 મીટર ની ઊંચાઈએ કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને શારીરિક રીતે તમે ઓલરેડી ખૂબ જ થાકી ગયા હોય. એ સમય મારી માટે ખૂબ જ પડકારજનક હતો. આવી નબળી આંખ સાથે ઉપર આગળ વધતા રહેવું એ તો વિકલ્પ હતો જ નહીં, પરંતુ 7400 મીટર ની ઊંચાઈએથી નીચે ઉતરવું એ પણ એક પડકારજનક હતું. એક સમય પર તો એવું લાગ્યું કે બસ હIરિને નીચે બેસી જવું છે આનાથી આગળ મારે કંઈ જ નથી કરવું. પણ મનને મક્કમ રાખી અને ધીરજતા થી હું નીચે આવી. આ બનાવ પછી મને એક વસ્તુ સમજાઈ કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે જીવતું રહેવું એ સૌથી વધારે જરૂરી છે, એટલે આપણા માં જીજીવિષા હોવી ખૂબ જ જરૂરી છે.
*માનસિક પડકારો :-*
આપણા જીવનમાં આપણી સાથે સૌથી વધારે રમત રમતું હોય તો એ હોય આપણું મન. અને જ્યારે તમે પહાડ ચડવા જાવ એકલા હોવ તમારી આજુબાજુ કોઈ મિત્રો કે કોઈ કુટુંબીજનો ન હોય, ત્યારે તમારું પોતાનું મન તમારી આજુબાજુ અવનવા પાસા ફેંક્યા કરે. પરંતુ આપણા મનને મક્કમ રાખવું એ પણ આપણા જ હાથમાં હોય છે. જ્યારે કોઈ કપરું ચઢાણ ચડવાનો વારો આવે ત્યારે શરીરની પહેલા તો મન જ ના પાડી દે છે કે નથી કરવું. અને મન જ્યારે હા પાડે કે હા થઈ જશે ત્યારે શરીરથી આપો આપ એ કામ થવા મંડે છે. એટલે જ કોઈપણ પહાડ ચડવા જતા પહેલા હું મારી જાતને માનસિક રીતે તૈયાર કરતી. નિયમિત ધ્યાન કરવું, સારા પુસ્તકો વાંચવા, રોજની દિનચર્યામાં એક નિયમિતતા કેળવવી, આજુબાજુની વસ્તુઓને ન ગણકારી અને ધ્યેય તરફ આગળ વધવું, સ્વ સાથે ખુશ રહેતા શીખવું. આ બધી જ પ્રવૃત્તિઓ એ મને માનસિક રીતે પ્રબળ થવામાં મદદ કરી.
*સામાજિક પડકારો :-*
પર્વતારોહણ એક એવી એક્ટિવિટી છે કે ઘરમાં બેસીને તો થઈ જ ન શકે. ઘરની બહાર નીકળી મુસાફરી કરી અને અલગ-અલગ જગ્યાએ પહાડ ચડવા જવું પડે. છોકરી માટે એકલી ઘરની બહાર નીકળવું અને તે પણ કોઈ સાહસિક કામ કરવું એટલું સામાન્ય નથી. આ બધી પ્રવૃત્તિઓ કરતાં જોય સમાજના લોકો સૌથી પહેલા એક જ પ્રશ્ન પૂછે તારી જોડે લગ્ન કોણ કરશે? શું તું ઘર ચલાવી શકીશ? હાઈ હાય આમ એકલું બહાર છોડી જવાય કંઈક થઈ જાય તો? આવી સાહસિક પ્રવૃત્તિઓ કરતા પહેલા થોડીક ધ્યાન રાખજે કદાચ હાથ પગ ભાંગી જાય તો લગ્નમાં કેટલો પ્રોબ્લેમ થાય? આવા અનેક સવાલો મેં સામનો કર્યો.
અને આવા પ્રશ્નનો એક જ જવાબ હું આપતી કે પ્રશ્નની અવગણના કરવી. સામેવાળા લોકો પૂછતા પૂછતા જાતે જ થાકી જાય અને સ્વીકારી લે કે આ છોકરી તો આવી જ છે. અને આ બધી વસ્તુ કહેવાથી કોઈ ફેર પડવાનો નથી. અને મને મારા પપ્પાએ એક વસ્તુ શીખવાડેલી સમાજના લોકો જે પ્રશ્ન પૂછે એ બધા જ પ્રશ્નોનો જવાબ આપવા આપણે જવાબદાર નથી. અને માતા-પિતાએ મને ક્યારેય પણ સાહસિક પ્રવૃત્તિઓ કરવાથી રોકી નથી. મારું મનોબળ અને નિર્ણય શક્તિને મજબૂત બનાવવામાં મારા માતા-પિતા નો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે.
👉કાર્ય બોધ :-
તેઓ કહે છે, " મને પર્વતો એ ઘણું બધું શીખવાડ્યું. તમારી ટુકડીમાં જેટલા પણ સદસ્યો છે એમની જોડે સુસંગત થઈ અને એકબીજાને મદદ કરી અને કેવી રીતે આગળ વધવું, નાની મોટી કોઈપણ તકરારો થાય તેને બાજુમાં મૂકી અને મહત્વના કામ પર ધ્યાન આપવું, ખૂબ જ મુશ્કેલીના સમયમાં સામેવાળાને કેવી રીતે મદદરૂપ બનવું, પોતાના અહમને બાજુમાં મૂકી અને પ્રકૃતિમાં લીન થઈ જવું.વિશાળ પ્રકૃતિ સામે આપણે ખૂબ જ નાની વસ્તુ છીએ, એટલે કે પ્રકૃતિને માન આપવું અને આગળ વધવું."
*જીવન સૂત્ર :-*
"જિંદગી કોઈ રાશનની દુકાન નથી કે તોલી તોલીને જીવાય, જિંદગીને મન ભરીને જીવાય."
👉ભવિષ્યનું સપનું:-
તેમનું સ્વપ્ન દુનિયાના સાત ખંડના સાત ઊંચા શિખરો સર કરવાનું છે. આ વર્ષે એકોન્કાગુઆ પર ચઢવા માંગુ છું. આ પર્વત સાઉથ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત છે. જેની ઊંચાઈ 6,961 મીટર છે.
👉અન્ય પ્રવૃત્તિ :-
છેલ્લા પાંચ થી છ વર્ષથી પેરાગ્લાઈડિંગ ની પ્રવૃત્તિ જોડે સંકળાયેલા છે. હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ત્રિપુરા ઉત્તરાખંડ અલગ-અલગ જગ્યાએ પેરાગ્લાઈડિંગ ની પ્રેક્ટિસ કરેલી છે. લગભગ સો એક કલાક નું ફ્લાઈંગ પૂર્ણ કરેલ છે. અને પેરાગ્લાઈડિંગ ની કોમ્પિટિશનમાં પણ ભાગે લીધેલ છે.
👉સુરભી ચાવડાના પર્વતોની સફરની વધુ રસપદ વાતો અને માહિતીની PDF મેળવવા અહી ક્લિક કરો.
03 માર્ચ 2024
વિશ્વ નારી વિભૂતિ : 3. અરુંધતિ રોય
🙏ભારતીય સાહિત્યકાર નારી વિભૂતિ. - અરુંધતિ રોય🙏
* જન્મ તારીખ :- 24/11/1961
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- મેઘાલય (આસામ)
* જન્મ શહેર :- શિલોંગ
* જન્મ ગામ :- શિલોંગ
* પિતાનું નામ :- રજીબ રોય
* માતાનું નામ :- મેરી રોય
* ભાઈ - બહેન :- ભાઈ
* પિતાનો વ્યવસાય :- સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેક્ચર, દીલ્હી
* શિક્ષણ :- 1. શરૂઆત શિક્ષણ કોટ્ટાયમની કોર્પસ ક્રિસ્ટી સ્કૂલ તેમજ તમિલનાડુના નિલગીરીમાં લોરેન્સ સ્કૂલ ખાતેથી.
2. સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેક્ચર, દીલ્હીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો.
*વ્યવસાય :- લેખક, નિબંધકાર, સામાજિક કાર્યકરતા
*પુરસ્કાર:- 1. મેન બુકર પ્રાઈઝ (1997)
2. સિડની પીસ પ્રાઈઝ (2004)
3. નોર્મન મેલર પુરસ્કાર (2011)
*મુખ્ય કૃતિ:- ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ*
👉જાણી અજાણી વાતો:-
1. જ્યારે તેઓ 2 (બે) વર્ષના હતા ત્યારે માતાપિતાના લગ્નવિચ્છેદને કારણે તેઓ માતા અને ભાઈ સાથે કેરળ પરત ફર્યા.
2. થોડોક સમય માટે તેમનો પરિવાર માતૃપક્ષના દાદાને ત્યાં ઊટી, તમિલનાડુ ખાતે રહ્યો.
3.અરુંધતિ પાંચ વર્ષના થયા ત્યારે તેઓ કેરળ પરત ફર્યા જ્યાં તેમની માતાએ એક શાળા શરૂ કરી.
4. રોયને ટાઈમ મેગેઝિન દ્વારા 2014માં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની સૂચિ ટાઈમ 100માં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.
5. પુરસ્કાર પ્રાપ્ત ફિલ્મ મેસી સાહબમાં રોયને આદિવાસી કન્યાની ભૂમિકા કરી હતી.
6. ફિલ્મી દુનિયાથી મોહભંગ થતાં અરુંધતિએ એરોબિક્સ વર્ગ ચલાવવા સહિત વિભિન્ન કાર્યો કર્યા.
7. 1997 માં ગોડ ઓફ સ્મોલ થિંગ્સ નવલકથા માટે પુરસ્કારરૂપે તેમને US$30,000 પ્રાપ્ત થયા હતા.
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
02 માર્ચ 2024
વિશ્વ નારી વિભૂતિ : 2. સરિતાબેન ગાયકવાડ
🙏ભારતીય ખેલકુદની નારી વિભૂતિ. - સરિતાબેન ગાયકવાડ 🙏
👉પરિચય માહિતી :-
* નામ :- સરિતાબેન ગાયકવાડ
* હુલામણું નામ :- ડાંગ એક્સપ્રેસ
* જન્મ તારીખ :- 01/06/1994
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- ગુજરાત
* જન્મ જિલ્લો :- ડાંગ
* જન્મ ગામ :- કરાડીઆંબા
* પિતાનું નામ :- લક્ષ્મણભાઈ
* માતાનું નામ :- રામુબેન
* ભાઈ - બહેન :- બે બહેનો અને એક ભાઈ
* પિતાનો વ્યવસાય :- ખેત મજૂરી
* અભ્યાસ :- એમ.આર.દેસાઈ આર્ટસ કોલેજ
* કોચનું નામ :- કે.એસ. અજિમોન
* ઊંચાઈ :- 168 સે.મી.
* વજન :- 58 કિલોગ્રામ
👉કારકિર્દી માહિતી અને વિશિષ્ટતા :-
1. પ્રથમ વખત 2012માં તેમણે નવસારીમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો. અહીં તેઓ પાંચ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે આવ્યાં હતાં. ઇનામમાં તેમને કુલ 25,000 રૂપિયા મળ્યા હતા અને ખુશીથી તેઓ રડી પડ્યાં હતાં.
2. રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો.
3. જે 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્નદોડમાં નિષ્ણાત છે.
4. 400 મીટર રીલેદોડની ભારતીય મહિલા ટીમની પણ સભ્ય હતી.
5. ઓસ્ટ્રેલિયા ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને 4 * 400 મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે પસંદ કરવામાં આવી હતી છે.
6. પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.
👉સિધ્ધિઓ :-
1. એશિયન રમતો 2018 દરમિયાન સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
અંતિમ સ્પર્ધામાં 3:28.72 જેટલા સમય સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો છે.
2. તેઓ ગુજરાત સરકારના "બેટી બચાવો અભિયાન" માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
01 માર્ચ 2024
વિશ્વ નારી વિભૂતિ : 1. હિમા દાસ
🙏ભારતીય ખેલકુદની નારી વિભૂતિ. - હિમા દાસ 🙏
👉પરિચય માહિતી :-
* નામ :- હિમા દાસ* હુલામણું નામ :- ધિંગ એક્સપ્રેસ
* જન્મ તારીખ :- 09/01/2000
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- આસામ
* જન્મ જિલ્લો :- નાગાંવ
* જન્મ ગામ :- ધિંગ (કાંધુલીમારી)
* પિતાનું નામ :- રોનજીતદાસ
* માતાનું નામ :- જોનાલીદાસ
* ભાઈ - બહેન :- પાંચ (સૌથી નાની)
* પિતાનો વ્યવસાય :- ખેતી
* પ્રારંભિક અભ્યાસ :- ધિંગ પબ્લિક હાઈસ્કૂલ
* સ્નાતક :- બી.એ. - કોટન યુનિવર્સિટી આસામ
* રમત :- ટ્રેક એન્ડ ફિલ્ડ (આ રમતમાં દોડવા, કૂદવા અને સાથે ફેંકવાની રમોતોનો સમાવેશ થાય છે.)
* કોચનું નામ :- ગેલિના બુખારીના
* ઊંચાઈ :- 167 સે.મી.
* વજન :- 54 કિલોગ્રામ
👉કારકિર્દી માહિતી અને વિશિષ્ટતા :-
1. એપ્રિલ 2018માં, દાસે ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયા ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સમાં 400 મીટર અને 4×400 મીટર રિલેમાં ભાગ લીધો હતો.
2. 12/07/2018 ના રોજ, ટેમ્પેરે , ફિનલેન્ડ ખાતે આયોજિત વર્લ્ડ U-20 ચેમ્પિયનશિપ 2018 માં 400 મીટરની ફાઇનલમાં 51.46 સેકન્ડમાં જીત મેળવી અને આંતરરાષ્ટ્રીય ટ્રેક ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય દોડવીર બની.
3. 26/08/2018ના રોજ તેણીએ 400 મીટરની ફાઇનલમાં રાષ્ટ્રીય રેકોર્ડને 50.79 સેકન્ડમાં સુધારી લીધો હતો જો કે તે માત્ર સિલ્વર મેડલ જીતી શકી હતી.
4. 30/08/2018ના રોજ, તેણીએ એમઆર પૂવમ્મા , સરિતા ગાયકવાડ અને વી.કે. વિસ્મયા સાથે મળીને મહિલાઓની 4 × 400 મીટર રિલે 3:28.72 કલાકે જીતી. હિમાએ 4×400 મીટર મિક્સ્ડ રિલેમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે એશિયન ગેમ્સમાં પ્રથમ વખત યોજાઈ હતી.
5. દાસે 2019માં પોલેન્ડમાં 02/07/2019ના રોજ પોઝનાન ગ્રાન્ડ પ્રિકસમાં 23.65 સેકન્ડના સમય સાથે 200 મીટરમાં ગોલ્ડ જીતીને તેની સફળતા ચાલુ રાખી.
👉સિધ્ધિઓ:-
1. 25 સપ્ટેમ્બર 2018 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા.
2. 2018 થી ભારત માટે યુનિસેફ યુથ એમ્બેસેડર છે.
3. 1/11/2019 ના રોજ કૌન બનેગા કરોડપતિ નામના અભિનેતા અમિતાભ બચ્ચન દ્વારા આયોજિત ભારતના પ્રખ્યાત ટીવી રિયાલિટી-શોમાં દેખાયા હતા.
4. હિમા દાસને આસામ પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આસામ પોલીસ સેવા કેડરમાં નાયબ પોલીસ અધિક્ષકની પોસ્ટ હેઠળ સિવિલ સર્વન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
(સંકલિત)
- સોલંકી નયના જગદીશ કુમાર
- 'આંખો'
મારા વિશે
- N. J. Solanki
- SURAT, Gujarat , India
- Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.