*શીર્ષક :- સફળતાની ચાવી*
નમસ્કાર,
સ્નેહી વાલીમિત્રો,
આપના બાળકની પરીક્ષા નજીક છે. ત્યારે મારે તમને પત્રના માધ્યમથી થોડી વાતો કરવી છે.
સાબરમતીનાં કિનારે હમણાં જ એક ફ્લાવર શો યોજાય ગયો. જેમાં દેશ-વિદેશમાંથી ફૂલો લાવવામાં આવેલ.ફૂલો હજારોની સંખ્યામાં હતા. દરેક ફૂલની પ્રજાતિનો ઉછેર અલગ અલગ વાતાવરણમાં થયો હતો. છતાં તે યોગ્ય માર્ગદર્શન અને આયોજન મુજબ ગોઠવણી કરવામાં આવતાં. તેને જોવા માટે લાખો લોકો આવ્યા લોકોએ તેની સુંદરતા અને ફોરમ માણી અને ફૂલોએ લોકોના મન જીતી લીધા હતા ..લોકો સેલ્ફી લેવા તલપાપડ થઈ જતાં હતાં.
શું તમે વિચાર્યું છે ખરાં? કે, એ જે ફૂલો આજ લાખો લોકોનું આકર્ષણ છે એ છોડનો ઉછેર કેમ થયો હસે? શું એને તડકો સહન નહિ કર્યો હોય ? શું એ છોડ પર વરસાદ નહિ પડ્યો હોય? કે હાડ થીજાવતી ઠંડી નો સામનો નહીં કર્યો હોય?
અરે.... તમે જ કહેશો એ સફળ માંથી પસાર થયાં વગર ફૂલ પોતાનું અસ્તિત્વ ટકાવી જ ના સકે! છે ને એ સાચી વાત. આપ જો એ નાનકડા ફૂલના વિકાસના અસ્તિત્વની વાતને પણ સ્વીકાર કરો છો તો પછી આપ આપના પોતાના કુમળા ફૂલ સમાન બાળકને આપમેળે ખીલવા શા માટે તેને રોકો છો?
આપના બાળકમાં પણ અલગ-અલગ આવડત કે ખાસિયત હોય છે, સાચા માર્ગદર્શન અને માવજતથી એ પોતે ખીલે છે. વર્ગ માં રહેલ ૫૦-૬૦ બાળકમાં આવડત ઓછા કે વતા પ્રમાણ માં હોય શકે, કોઈ વકૃત્વમાં સારા હોય કે કોઈ વિજ્ઞાન કે ગણિત વિષયમાં હોશિયાર હોય કે કોઈ પોતાની સાહિત્યકલામાં પોતાની અલગ આવડત ધરાવતા હોય છે.અરે..કોઈ નાનપણ થી જ કારીગરી કલા ધરાવતાં હોય છે..
હર કોઈ મા-બાપ આ વાતનો સ્વીકાર કરે છે, પણ જ્યારે પોતાના બાળકના ભણતર ની વાત આવે ત્યાં તરત જ બીજા બાળકો સાથેની સરખામણી ચાલુ થઈ જાય છે. એ આપણી મોટામાં મોટી ભૂલ છે.
શક્ય બને તેમ બાળકોને સમજી આગળ વધો. સરખામણીની જગ્યાએ એને જે વિષય ગમતા હોય તેમાં નિષ્ણાત બનાવો. જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે તો ઘરનું વાતાવરણ પ્રેશર કુકરમાં બાફવા મુકેલ બટેટા જેવી હાલત દીકરા-દીકરીઓની કરી મૂકે છે.
બાળકના માર્કસની હરીફાઈમાં બાળક ડિપ્રેશનમાં ઉતરી જાય છે અને ખોટા પગલાં ભરી લેતા એક ક્ષણ નો વિચાર સુધા કરતા નથી.
બાળકને મન મજબૂત રહે ,ભણતરમાં ઉત્સાહ રહે તેવી પ્રેરણા આપો. બાળકનું સાચું શિક્ષણ એ છે કે, બાળકને ભણતરની સાથે તમે એને દુનિયાદારીના પાઠ પણ ભણાવો એટલે કે "ગણતર" જે બંને મળીને બાળકનાં જીવન નું ચણતર કરશે. હાર જીત ,સફળતા નિષ્ફળતા અને પડકારોમાં જે સમય પસાર કરી જાય એ સાચો "સફળ" છે. માટે બાળકોને સફળતાની સાથે નિષ્ફળતા પણ પચાવી શકે તે રીતે માનસિક સિથ્તીથી મજૂબત કરો. જેથી બાળકો નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવી આગળ પોતાના લક્ષ્યને મેળવી શકે.
માતા પિતાની જવાબદાર એ છે કે,
૧)બાળક ને જેમાં રસ છે એમાં ભણવા દો.
૨) મા-બાપ બાળકનાં મિત્ર બની મુક્ત મને વાતચીત થઈ સકે એવો તાલમેલ રાખવો.
૩) બાળકને હમેશાં પોઝિટિવ અને પ્રોત્સાહન વાતાવરણ આપવું..
૪) બાળકને બીજા સાથે સરખાવવા ન જોઈએ ..
૫) બાળકના રસ મુજબ બાળકને પ્રેરણા મળે, સતત આગળ વધવા અને તેનો ધ્યેય નક્કી રહે તેવા આદર્શ વ્યક્તિના ફોટા સાથે તેના પ્રેરણાદાયક પ્રસંગ પણ લખો. અને દીવાલ પર લગાવો.જેમકે સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ,સચિન તેંડુલકર વગેરે.
૬) બાળકને પોતાની ભૂલનો સ્વીકાર કરતા શીખવો, કરેલ ભૂલનો લૂલો બચાવ કરી બીજા વિદ્યાર્થી કે શિક્ષક પર નિષ્નફળતાનો આરોપ ન નાખો.
૭) સફળતા અને નિષ્ફળતા એ એ સિક્કાની બે બાજુ છે, એ બાબતને બાળકોને સમજાવવો.
અંતે તો એટલું જ કહીશ સફળતા નિષ્ફળતામાં આપના બાળકોનું મનોબળ મજબુત રહે એ માટે એ યોગ્ય ફૂલની જેમ માવજત કરવી એ વાલી તરીકે આપના હાથમાં છે. તો પડકારો તો એ કોઈ પણ પ્રકારના જીલીને દીપકની જેમ દીપી ઉઠશે અને ફૂલોની જેમ ફોરમ બધે પસરાવશે.
અસ્તુ.
લી.
- નયના જે.સોલંકી
- સુરત.
વિદ્યાર્થી મિત્રો પરીક્ષા એટલે "ઈચ્છા મુજબનું પરિણામ મેળવવાનું સોપાન" આપ સર્વો ખૂબ સરસ રીતે પેપરમાં લખી શકો એ માટે ભગવાનના ચરણોમાં હદય પૂર્વક પ્રાર્થના સાથે હાર્દિક શુભકામનાઓ.
3 ટિપ્પણીઓ:
💐 . સૌપ્રથમ તો આપને અભિનંદન 💐
આવનારી એસ એસ સી કે એચ એસ સી પરિક્ષામાં જે સહભાગી થવાના છે, એના ભાવિ માટેની ભલામણ તથા હિતવર્ઘક વાત આપે આ બ્લોગના માધ્યમથી ખૂબ સરસ રજૂ કરી છે. આપ જેવા ચિંતાતુર વ્યક્તિ અને માર્ગદર્શક ખૂબ ઓછાં જ હોય છે. આપે સરસ અને પ્રેરણાદાયી બાબત રજૂ કરી છે. આપને ખરા ❤️ ફરી વખત અભિનંદન 💐
ખૂબ સરસ..👍👍👍
Khubsurat mahiti
ટિપ્પણી પોસ્ટ કરો