સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com
લેબલ શૈક્ષણિક સમાચાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શૈક્ષણિક સમાચાર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

29 માર્ચ 2024

ચૂંટણીની કાર્યની શોર્ટ કટ કી અને કાર્ય મુજબની સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓની pdf.



👉 ચૂંટણીની કાર્યની શોર્ટ કટ કી ની PDF મેળવવા અહી ક્લિક કરો.

👉 POL હેન્ડ બુકની PDF મેળવવા અહી ક્લિક કરો.

👉 કાર્ય મુજબની સ્ટેપ બાય સ્ટેપ મુદ્દાઓની PDF મેળળવા અહી ક્લિક કરો.



20 ફેબ્રુઆરી 2024

21 ફ્રેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ ( ઉદ્દભવ,ઈતિહાસ અને ઘટના)

 *ગુજરાતી ભાષા ઉદ્દભવની ઘટના અને ઇતિહાસ*





પૂર્વ ઘટના :-

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય)માં સોલંકી વંશના સંસ્થાપક અને પ્રથમ શાસક મૂળરાજ સોલંકી (જન્મ : - ઇ.સ. 940, મૃત્યુ :- ઇ.સ. 1008), (આયુષ્ય :- 68વર્ષ)

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય)ના પરમાર વંશના આઠમા શાસક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈ.સ. 948 , મૃત્યુ :- ઈ.સ. 1010), (આયુષ્ય :- 62 વર્ષ).

પોત-પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે વિસ્તારવારની નીતિને કારણે ઈ.સ. 972થી ઈ.સ. 990 વચ્ચેના 18 વર્ષ માં લગભગ 8 વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી.

અંતમાં સતત 48 વર્ષ સુધી ગુજરાત રાજ્યનું સ્થિર શાસન કરનાર, ગુજરાતના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ મેળનાર તથા પ્રત્યેક યુદ્ધ સદા-સર્વદા હિમાલય પર્વતની જેમ અપરાજેય રહેનારા સોલંકી વંશના મહાપરાક્રમી અજેય રાજા સિદ્ધરાજ જયસિંહ (જન્મ : - ઈ.સ. 1080, મૃત્યુ :- ઈ.સ. 1144, વિક્રમાદિત્ય સંવત્સર :- 1200, કૃતિકા (કારતક) શુક્લ (સુદ) દ્વિતિયા (બીજ) એટલે કે ભાઈબીજનો દિવસ), (આયુષ્ય : - 64 વર્ષ) અને પરમાર વંશના યશવર્મન/અનંતવર્મન (શાસન કાળ : - ઈ.સ. 1030 - ઈ.સ. 1042) સમકાલીન શાસકો હતા.



મૂળ ઘટના :-

ઈ.સ. 1092માં સિધ્ધરાજ જયસિંહની ઉંમર 12 વર્ષ હતી ત્યારે સતત 28 વર્ષથી સ્થિર શાસન કરી રહેલાં તેમના પિતા કર્ણ દેવ સોલંકીનું 54 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. સિધ્ધરાજ જયસિંહ હજું 16 વર્ષના થયા ન હતાં તેથી તેમના માતા રાજમાતા મીનળદેવી રાજ્યનો કારભાર સંભાળતા હતાં.
ઈ.સ. 1096માં સિધ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયો અને 48 વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં પરંતુ સિધ્ધરાજ જયસિંહ સદા સર્વદા અપરાજિત રાજા રહ્યા.

ઈ.સ. 1135માં રાજમાતા મીનળદેવી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારિકાની તીર્થ યાત્રાએ ગયા અને પાછા વળતાં સમયે સિધ્ધરાજ જયસિંહ પોતાની માતાને સામેથી તેડવા ગયા.

ધંધુકા નગરમાં મા-દીકરાનો સુખદ મેળાપ થયો પરંતુ ત્યાં જ ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે રાજાની ગેરહાજરી હોવાથી રાજધાની "અણહિલવાડ" (પ્રવર્તમાન પાટણ નગર) ઉપર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનએ સમસ્ત સૈન્ય સહિત પૂર્ણ શક્તિથી આક્રમણ કર્યું હતું.

એકપણ યુદ્ધ ન હારેલા રાજા સિધ્ધરાજ જયસિંહ ફરી એકવાર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનને પરાજિત કરે છે. (ઈ.સ. 1135) હારેલો રાજા જીતેલા રાજાની આધિનતા સ્વીકારે છે અને પ્રત્યેક વર્ષ ખંડણી ભરવાનું નક્કી કરે છે, પરંતુ હારેલો રાજા યશવર્મન/અનંતવર્મન જીતેલા રાજા સિદ્ધરાજ જયસિંહને મહેણું મારે છે, "હે રાજન! તારા સમૃદ્ધ ગુર્જર પ્રદેશમાં તમારા રાજ્યની કોઈ રાજ ભાષા નથી?"

આટલું સાંભળતા જ જલવંત જીતનો નશો ચકનાચૂર થઈ ગયો. સિધ્ધરાજ જયસિંહ આખી રાત સુઈ ન શક્યો.

ગુજરાતી ભાષાની રચના અને ઉદ્દભવ :-

પ્રભાત થતાં જ સિધ્ધરાજ જયસિંહ નવી ભાષા બનાવે તેવા વિદ્વાન મહાપુરુષ જૈનાચાર્ય કલિકાલજ્ઞ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો ભેટો થયો.

સંસ્કૃત, પ્રાકૃત, અને પાલી એમ ૩ ભાષાના વ્યાકરણનો સુક્ષ્મતાપૂર્વક ઊંડો અભ્યાસ કરીને હેમચંદ્રાચાર્ય એ ઈ.સ. 1135માં ગુજરાતી ભાષાની રચના કરી.

જાણી અજાણી ઘટના :-

- તે સમયે હાથીની અંબાડી ઉપર બેસાડીને સર્વોચ્ચ સન્માન અપાતું હતું.
- હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણ ગ્રંથ "સિધ્ધ હેમ શબ્દાનુશાસન" ને હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને તે સમયે 1,00,000 ની વસ્તી ધરાવતા "અણહિલવાડ પુર" (પાટણ)માં તેની શોભાયાત્રા કાઢવામાં આવી.

- તે સમયે લગભગ 1500 જૈન સાધુઓએ આ ભાષા સમગ્ર ગુજરાત રાજ્યમાં શીખવી અને માત્ર 50 વર્ષ પશ્વાત ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ પણ લખાઈ. (ઈ.સ. 1185).

.................................................................................................................................................................


21 ફેબ્રુઆરી જ કેમ પસંદ કરાઈ?

            ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 212 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી, પણ વિરોધ અટક્યો નહીં, પણ વધુ ઉગ્ર બન્યો, જેથી છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

        આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો.

31 જાન્યુઆરી 2024

વિષય : ગુજરતી ધોરણ 10 માટે ખૂબ ઉપયોગી.

👉ધોરણ 10 માટે ખૂબ ઉપયોગી PDF ડાઉનલોડ કરો.
🪔પેપરનું માળખું સમય આયોજન સાથે.
🪔 અર્થવિસ્તાર લેખન પદ્ધતિ અને ગુણભારાંક સાથે.
🪔 સંક્ષેપીકરણ પદ્ધતિ અને ગુણભારાંક સાથે.
🪔આહેવાલ લેખન પદ્ધતિ અને ગુણભારાંક સાથે.
🪔 નિબંધલેખન પદ્ધતિ અને ગુણભારાંક સાથે.

👉ઉપરના દરેક પ્રશ્નની PDF મેળવવા માટે અહી કિલક કરો.

05 જાન્યુઆરી 2024

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે.

🇵 🇦 🇵 🇪 🇷  🇸 🇹 🇾 🇱 🇪 

✍️ *માર્ચ 2024માં લેવાનારી ધોરણ 10 SSC અને ધોરણ - 12 HSC બોર્ડની તમામ વિષયની નવી પેપર સ્ટાઈલ અને નમુનાનુ આદર્શ પ્રશ્નપત્ર.*
  
📗 *ધોરણ - 12 આર્ટસ :-* 
👉 https://cutt.ly/jwIXdSLY

📕 *ધોરણ - 12 કોમર્સ -* 
👉 https://cutt.ly/jwIXdSLY

📙 *ધોરણ - 12 સાયન્સ:-* 
👉 https://cutt.ly/jwIXdSLY

📚 *ધોરણ 10 નવી પેપર સ્ટાઈલ.*
https://cutt.ly/jwIXdSLY

*🚸 બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા તમામ વિધાર્થીઓ સુધી આ મેસેજ ફોરવર્ડ કરશો.*

19 ડિસેમ્બર 2023

ધોરણ 10 નું ફાઈનલ ટાઇમટેબલ અને અગત્યના નિયમો

s.s.c બોર્ડ ની પરીક્ષા વિષયક....

અગત્યની સૂચના :-

(1) પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલા વિષયોના કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ, વાર, સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી
લેવું.
(2) પરીક્ષાર્થીએ પોતાની મુખ્ય ઉત્તરવહી ઉપર વિષયના નામની આગળ પ્રશ્નપત્રમાં દર્શાવેલ વિષય કોડ નંબર અવશ્ય લખવો, પરંતુ ઉત્તરવહીના મુખ્ય પાના ઉપર કોઈ પણ પ્રકારની ઓળખ નિશાની
કરવી નહીં.
(3) પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું. બાકીના દિવસોએ પરીક્ષા શરૂ થવાના 20 મિનિટ અગાઉ હાજર રહેવું.
(4)
પ્રશ્નપત્રને લગતું કોઈ પણ સાહિત્ય, પુસ્તક, ગાઈડ, ચાર્ટ તેમજ મોબાઇલ ફોન, ડિજિટલ પડિયાળ જેવા ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષાખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદુ કેલ્ક્યુલેટર સાથે
લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈ પણ સાહિત્ય મળશે, તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં
આવશે. પરીક્ષાખંડમાં પ્રવેશિકા સિવાય કોઈ પણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે તેને પૂરતા પુરાવા માનવામાં આવશે તેની ખાસ નોંધ લેવી.
(5) પરીક્ષાના આ કાર્યક્રમમાં જે વિષય વિષયોનો સમાવેશ કરેલ છે તે પૈકી શાળાના કોઈ વિદ્યાર્થીને 3 કલાકના નક્કી કરેલ એક જ સમયે (એક જ સેશનમાં) એક કરતાં વધુ વિષયોની પરીક્ષા આપવાની થતી હોય અથવા
કોઈ વિષય વિષયોનો આ કાર્યક્રમમાં સમાવેશ થયેલ ન હોય તો આ બાબતની શાળાના રેકર્ડ સાથે ચકાસણી કરી શાળાએ જૂથ યોજના મુજબના જ વિષયો આવેદનપત્રોમાં દર્શાવલ હોય તો બોર્ડની કચેરીને તાત્કાલિક
લેખિત જાણ કરવી. પરીક્ષા બાદ કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

14 ડિસેમ્બર 2023

સુમન મારી શાળા - લઘુચિંતન નિબંધ

🙏સત્ય વિચાર દૈનિક સમાચાર પત્રકમાં મારી આજની કૃતિ :  'હું અને મારી શાળા'. જયદિપ ભાઈ નો હદયથી આભાર જેમને મારી શાળાના સંસ્મરણોને લોકો સમક્ષ રજૂ કરવાની તક આપી.🙏

- નયના જે. સોલંકી
- આંખો

27 નવેમ્બર 2023

સત્ય વિચાર દૈનિક સમાચાર 27/11/2023

👉સત્ય વિચાર દૈનિક સમાચાર પત્રકમાં પ્રસ્તુત મારી કોલમ વિરલ વિભૂતિઓ અંતર્ગત તારીખ 27/11/2023 આજ રોજ પ્રસ્તુત મારી કૃતિ :૩, 
🌹ડૉ.ભીમરાવ આંબેડકર.🌹
👉સત્ય વિચાર દૈનિક સમાચાર પત્રકના તંત્રીશ્રી જયદિપભાઈ નો ખૂબ ખૂબ આભાર.🙏

23 નવેમ્બર 2023

સત્ય વિચાર દૈનિક સમાચાર માં પ્રસ્તુત મારી બે કૃતિઓ:

તારીખ : 20/11/2023 અને 23/11/2023 સત્ય વિચાર દૈનિક સમાચાર માં પ્રસ્તુત મારી બે કૃતિઓ:

કૃતિ : 1 વિરલ વિભૂતિ : શ્રી રામ

કૃતિ : 2 લઘુ ચિંતન : એક ભૂતકાળ 

સત્ય વિચાર દૈનિક સમાચારના તંત્રી શ્રી જયદિપ ભાઈનો ખૂબ ખૂબ આભાર, જેમને મને અને મારી કલમ ને એક પ્લેટ ફોર્મ આપી પ્રોત્સાહિત કરી છે. 🙏


10 નવેમ્બર 2023

લઘુચિંતન - સત્ય વિચાર દૈનિક

સત્ય વિચાર દૈનિક - મારી કોલમ ' લેખની ની સંગે ' ની પ્રથમ કૃતિ : અભિવ્યક્તિ પત્ર. જયદિપ ભાઈનો ખૂબ ખૂબ આભાર.

07 નવેમ્બર 2023

શબ્દ વાવેતર - ટોપિક : અવસર/ વિજય ( સ્વ રચના - લઘુચિંતન ને ત્રીજા ક્રમ પસંદગી)

🙏  શબ્દ વાવેતર - ઑકોટોબર માસની ગદ્ય સ્પર્ધામાં મારું માર્ગદર્શન પૂરું પાડનાર અને ત્રીજા નંબર સાથે પ્રોત્સાહિત કરવા બદલ શબ્દ વાવેતર પરિવાર અને નિર્ણાયક કિરણબેન નો હદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભવિષ્યમાં પણ મને માર્ગદર્શન આપતા રહો તેવી પ્રાર્થના.🙏

એક અભિવ્યક્તિ માતા –પિતાની દીકરી અર્થે .......
તારો અવાજ ,
  તરસતી ધરતી પર જાણે કે,ઝરમર –ઝરમર વરસતો વરસાદ !
તું બોલે છે,ત્યારે હદય અમારું ખરેખર ડોલવા લાગે છે,તૃપ્તિ થાય છે,અને અંદર એક
 પ્યાસ પણ જાગે છે.વૃક્ષો પર વસંત બેઠી હોય અને એનું અસ્તિત્વ રંગ અને સુંગંધથી ભરાઈ 
જાય ,એમ જ અમારું અંતર અને અસ્તિત્વ તારા અવાજથી ઘેરાઇને રંગ અને ઉમંગથી ભરેલા 
દરિયા જેવું બની જાય છે.તું અમને ગમે,અમે તને કહી નહિ શકીએ બેટા,શા માટે? પણ ...
પ્રતીતિ અને પ્રતીતિ જ હોય છે .
દીકરી તારા અવાજમાં ડૂબવું હોય તો ડૂબી જવાય છે, પણ કારણ દર્શાવીને તર્ક ની ભાષામાં કશુક સ્પષ્ટ કરવું હોય તો ભાષા વામણી અને અભિવ્યક્તિનું આખું વિશ્વ અસમર્થ બની ગયું હોય,એવી પ્રતીતિ પળે પળે થયા કરતી હોય છે.
અવાજ તો અમે ઘણાં બધા સાંભળ્યા છે અને સાંભળતા રહીએ છીએ,પરંતુ સ્નેહસભર અવાજનું માંધુર્યું કંઈક જુદું જ હોય છે,અમે અવાજમાં પીગળીને વહેવાની તત્પરતા અને અંતરના ઊંડાણમાંથી પ્રગટ થતી આત્મીયતા સહજ હોય છે બેટા!    

- નયના સોલંકી
- આંખો
- સુરત

31 ઑક્ટોબર 2023

મારી આજની વિવિધ રચનાનો વાંચો. - નયના સોલંકી જે.

 સરદાર વલ્લભભાઈ વિષયની  જાણી - અજાણી વાતો વાંચો.  'સત્ય વિચાર'  સમાચારની કોલમમાં (ખેડા)





 સરદાર વલ્લભભાઈ વિષયની જાણી - અજાણી વાતો વાંચો ઓનલાઈન સમાચાર પત્રક'માહિર કલમ'

ની કોલમમાં (દેવ ભૂમિ દ્રારકા)

નીચેની લીંક પર ક્લિક કરો.

https://www.mahirkalamnews.com/news/24175



મારી સ્વ-રચિત કાવ્ય ' શમણાનો ટહુકો' વાંચો સમાચાર પત્રક 'માહિર કલમ'

ની કોલમમાં (દેવ ભૂમિ દ્રારકા)



30 ઑક્ટોબર 2023

મારી સ્વરચિત કાવ્ય - શરદ પૂનમનું બહાનું

*🌈ચાલો સાહિત્યનાં પંથે સાહિત્ય પરિવાર📋*
 *સર્જન નંબર:- 43*
*વિષય:- શરદ પૂર્ણિમા*
નામ:- સોલંકી નયના
ઉપનામ:- આંખો
વિભાગ:- પદ્ય
પ્રકાર:- સોનેટ
શીર્ષક:- શરદ પૂનમનું બહાનું

*રચના*

  શરદ પૂનમનું બહાનું ...........

એને ચાહવાનું રંગીન સરસ બહાનું મળ્યું,
સ્વપન કેવું સુંદર પૂનમનું સુહાનું મળ્યું !

હું શોધતી’તી પોતાને આમ-તેમ પુનમમાં પણ,
તેના શરદની ચાંદનીમાં મને હવે મારું ઠેકાણું મળ્યું.

મળ્યા સામસામે અમે શરદ-પૂનમ બની,
એ ચુપ રહ્યા ને મુજથી કેં કે’વાયું નહી.

થયું,ચાલો! અમને નીરખવા આ રાતનું લહાણું મળ્યું.
તમે નીકળી ગયા નજરોની સામેથી જીવવાનું તેજ મળ્યું ,

હાય,તુજ વિરહસભર અમને એક ગાણું મળ્યું.
છેડતું વાસ્તવમાં અમારા નાજુક દિલના તારને

જે સંવેદન નિજ મળ્યું ,તે ખરેખર,પૂનમનું મળ્યું.
આમ,જીવન તો જુઓ કેવું ચાંદની’નું મળ્યું !

પણ પ્રેમની દુનિયા છે,દ્રશ્યમાન ‘આંખો’માં;
શરદ-પૂર્ણિમાનું એ થકી તો બહાનું મળ્યું !

         - 'આંખો
         - સોલંકી નયના 
         - સુરત.
         
         






શિક્ષક એટલે.....ભાગ 1 સત્ય વિચાર દૈનિક માં મારો લેખ.

શિક્ષક એટલે.....સત્ય વિચાર દૈનિક માં મારો લેખ. પ્રસ્તુત કરવા બદલ જયદીપ ભાઈનો ખૂબ ખૂબ આભાર.

અધૂરો અંક ટુંક સમયમાં રજૂ થશે.

27 ઑક્ટોબર 2023

લઘુચિંતન લેખ - સત્ય વિચાર દૈનિક સમાચાર

મારા લઘૂચિંતન લેખ 'ભૂતકાળ' આપના સત્ય વિચાર દૈનિક સમાચાર પત્રકમાં પ્રસ્તુત કરવા માટે આપનો ખુબ ખુબ આભાર.

19 ઑક્ટોબર 2023

STD - 10,12 (માર્ચ 2024 ના નવાં માળખા અને ગુણભારાંક)

 નીચે આપેલ લિંક પર ક્લિક કરો ને વિષયવાર PDF મેળવો.

👉 ધોરણ 10 પેપર પેર્ટન અને પેપર નમુના  મેળવવા અહી ક્લિક કરો.


👉 ધોરણ 12 સાયન્સ પેપર પેર્ટન અને પેપર નમુના   મેળવવા અહી ક્લિક કરો

.

👉 ધોરણ 12 કોમર્સ  પેર્ટન અને પેપર નમુના  મેળવવા અહી ક્લિક કરો.


👉 ધોરણ 10 આર્ટસ  પેર્ટન અને પેપર નમુના   મેળવવા અહી ક્લિક કરો.


13 ઑક્ટોબર 2023

બોર્ડ પરીક્ષા ટાઇમટેબલમ જાહેર - માર્ચ 2023 - 2024

ધોરણ 10 અને 12 માર્ચ 2023 - 2024 નું સમયપત્રક જાહેર થઈ ગયું છે તેની PDF મેળવવા અહી ક્લિક કરો.

12 ઑક્ટોબર 2023

નેશનલ એજ્યુકેશન પોલિસી - બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે

બોર્ડ પરીક્ષા 2023 -2024 પ્રશ્નપત્રમાં પ્રશ્નના ગુણ ભારાંકમાં સુધારો.

પરિપત્રની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે
ગુજરાતના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી નિર્ણયોનો અમલ કરાશે.
.............
ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારાયું; વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે
*****
ધો-૧૦માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની જગ્યાએ ત્રણ વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે, જ્યારે ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ બે વિષયોની પૂરક પરીક્ષા આપી શકશે
*****
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઇ માસમાં યોજાશે
*****
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી અને વરિષ્ઠ સચિવશ્રીઓની ઉચ્ચસ્તરીય બેઠક
.*****
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશંલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા.
શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઇ ડીંડોર, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનસેરિયા, મુખ્ય સચિવશ્રી રાજકુમાર તેમજ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કે.કૈલાશનાથન અને વરિષ્ઠ સચિવશ્રીઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં,
• ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની પુનઃપરીક્ષા જુન/જુલાઇ માસમાં યોજવા. ધો-૧ર વિજ્ઞાન પ્રવાહમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થીઓ પોતાનું પરીણામ સુધારવા ઈચ્છે તો તમામ વિષયોની અથવા તે ઇચ્છે તેટલા વિષયોની પુનઃ પરીક્ષા આપી શકશે. બન્ને પરીક્ષાામાંથી જે પરીક્ષાનું પરીણામ વધારે હશે (Best of Two) તે ગ્રાહ્ય રાખવામાં આવશે.
• ધો-૧૦ માં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે બે વિષયોની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે ત્રણ વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
• ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં હાલ અનુર્તીણ થયેલ વિદ્યાર્થીઓ માટે એક વિષયની પુરક પરીક્ષા લેવાય છે તેના બદલે બે વિષયોની પુરક પરીક્ષા લેવાશે.
• ધો-૧૦ અને ધો-૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ હાલ ર૦ ટકા છે તેને બદલે ૩૦ ટકા અને વર્ણનાત્મક પ્રશ્નોનું પ્રમાણ ૮૦ ટકાને બદલે ૭૦ ટકા કરવામાં આવશે એટલું જ નહિં વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે.
• ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષામાં ૫૦ ટકા MCQ (0MR) યથાવત રાખવા તેમજ પ૦ ટકા વર્ણનાત્મક પ્રશ્નોમાં આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ આપવાનો નિર્ણય પણ આ બેઠકમાં કરવામાં આવ્યો હતો.
આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ થી કરવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આ સંદર્ભના જરૂરી ઠરાવો બહાર પાડવામાં આવ્યા છે.
..........

23 ઑગસ્ટ 2023

ધોરણ 9 થી 12 ના પ્રથમ પરીક્ષાના માળખા મેળવો.

ધોરણ 10 નું પ્રથમ પરીક્ષાનું માળખાની PDF મેળવવા અહી ક્લિક કરો.


ધોરણ : 9 અને 11 પ્રથમ પરીક્ષાનું માળખાની PDF મેળવવા અહી ક્લિક કરો.

સહયોગ આપનારાઓ