સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

08 માર્ચ 2024

મોટીવેશન વાર્તા - 14 Woman's Day Special( આત્મવિશ્વાસ અને શ્રદ્ધા) સત્ય ઘટના

સત્ય ઘટના - આત્મવિશ્વાસ અને શ્રદ્ધા



      અમેરીકાના લાસવેગાસમાં 7મી નવેમ્બર 1979ના રોજ જન્મેલી એમી પરડી નામની એક છોકરી બાળપણથી જ સ્નો બોર્ડર તરીકે જગવિખ્યાત થવાનું સપનુ જોતી હતી. 10 વર્ષની ઉંમરે જોયેલુ આ સપનુ સાકાર થાય તે પહેલા જ તુટીને ચકનાચૂર થઇ ગયુ.

     એમી 19 વર્ષની થઇ ત્યારે બેકટેરીયલ ઇન્ફેકશનને કારણે ગોઠણની નીચેના ભાગે એના બન્ને પગ કપાવી નાંખવા પડ્યા. હજુ આ આંચકામાંથી બહાર આવે એ પહેલા જ કુદરતે બીજો આંચકો આપ્યો. એમીની બંને કીડની કામ કરતી બંધ થઇ ગઇ. ડોકટરોએ એમીના જીવતા રહેવાની શક્યતા માત્ર 2% જ હોવાનું જણાવ્યુ.

     એમીના પિતાએ પોતાની એક કીડની દિકરીને દાનમાં આપી એના કારણે એમી બચી તો ગઇ પણ પગ વગર હવે ઓશીયાળી જીંદગી કેમ નીકળશે એની ચીંતા માતા-પિતાને સતાવતી હતી. એમી મજબુત મનોબળની છોકરી હતી એમણે પોતાના સ્નો બોર્ડર બનવાના સપનાને સાકાર કરવુ હતુ આથી કૃત્રિમ પગ સાથે એણે પ્રેકટીસ કરવાની શરુઆત કરી.

      7 મહીનાની પ્રેકટીસ બાદ એમણે સ્થાનિક કક્ષાની સ્નો બોર્ડીંગની સ્પર્ધામાં કૃત્રિમ પગ હોવા છતા ભાગ લીધો અને એ સ્પર્ધામાં એ ત્રીજા ક્રમે વિજેતા થઇ. પછી તો એણે પોતાના આ બનાવટી પગની મદદથી એક પછી એક ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કરવાના શરુ કર્યા. આજે એમી માત્ર સારી સ્નો બોર્ડર જ નહી પરંતુ સારી અભિનેત્રી , મોડેલ , ડાન્સર , ડીઝાઇનર , લેખક અને મોટીવેશનલ સ્પીકર પણ છે અને બધા જ ક્ષેત્રમાં સફળ છે.

સારાંશ :- મિત્રો ,જીવનમાં આવતા નાના-નાના પ્રશ્નો કે પડકારોની સામે ઘુંટણીએ પડી જતા આપણને સૌને એમી હીંમત અને આત્મવિશ્વાસના અદભુત પાઠ ભણાવી જાય છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો

1 ટિપ્પણી:

જયસુખભાઇ એલ. જીકાદરા 'જય' કહ્યું...

એમી પરડી વિશે આદરણીય શ્રી નયનાબેન જે. સોલંકીએ ખૂબ સરસ માહિતી આ બ્લોગ દ્વારા આપણને આપી છે. દિવ્યાંગ જનો પણ સફળતાના શિખરો સર કરી શકે છે, એ સુંદર વાત અહીં રજૂ કરી છે. સૌ વાંચકોને સારી એવી પ્રેરણા આપી જાય છે. ઉત્કૃષ્ટ ઉદાહરણ શોધી સૌને વાંચન લાભ અપાવવા બદલ આદરણીય શ્રી નયનાબેન જે. સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન 💐
ખૂબ સારી માહિતી કલેક્શન કરી પીરસવા બદલ ફરી વખત નયનાબેનને અભિનંદન 🌹💐🌹🌹💐🌹🌹🌹🌹💐🌹🌹🌹💐💐💐💐💐💐💐🌹💐💐🌹💐💐🌹💐💐🌹🌹🌹🌹💐🌹🌹🌹

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.