🙏ભારતીય ખેલકુદની નારી વિભૂતિ. - સરિતાબેન ગાયકવાડ 🙏
👉પરિચય માહિતી :-
* નામ :- સરિતાબેન ગાયકવાડ
* હુલામણું નામ :- ડાંગ એક્સપ્રેસ
* જન્મ તારીખ :- 01/06/1994
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- ગુજરાત
* જન્મ જિલ્લો :- ડાંગ
* જન્મ ગામ :- કરાડીઆંબા
* પિતાનું નામ :- લક્ષ્મણભાઈ
* માતાનું નામ :- રામુબેન
* ભાઈ - બહેન :- બે બહેનો અને એક ભાઈ
* પિતાનો વ્યવસાય :- ખેત મજૂરી
* અભ્યાસ :- એમ.આર.દેસાઈ આર્ટસ કોલેજ
* કોચનું નામ :- કે.એસ. અજિમોન
* ઊંચાઈ :- 168 સે.મી.
* વજન :- 58 કિલોગ્રામ
👉કારકિર્દી માહિતી અને વિશિષ્ટતા :-
1. પ્રથમ વખત 2012માં તેમણે નવસારીમાં ખેલ મહાકુંભમાં ભાગ લીધો. અહીં તેઓ પાંચ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે આવ્યાં હતાં. ઇનામમાં તેમને કુલ 25,000 રૂપિયા મળ્યા હતા અને ખુશીથી તેઓ રડી પડ્યાં હતાં.
2. રાજ્ય તરફથી રાષ્ટ્રીય કક્ષાની ખો-ખો સ્પર્ધામાં વર્ષ ૨૦૧૦ સુધી ભાગ લીધો હતો.
3. જે 400 મીટર દોડ અને 400 મીટર વિઘ્નદોડમાં નિષ્ણાત છે.
4. 400 મીટર રીલેદોડની ભારતીય મહિલા ટીમની પણ સભ્ય હતી.
5. ઓસ્ટ્રેલિયા ખાતે 2018 કોમનવેલ્થ ગેમ્સ ખાતે સરિતા ગાયકવાડને 4 * 400 મીટર રિલેદોડની ભારતીય મહિલા ટીમ માટે પસંદ કરવામાં આવી હતી છે.
6. પ્રથમવાર ગુજરાત રાજ્યમાંથી કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદગી પ્રાપ્ત કરનાર ટ્રેક અને ફિલ્ડ પ્રથમ ખેલાડી બની હતી.
👉સિધ્ધિઓ :-
1. એશિયન રમતો 2018 દરમિયાન સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
અંતિમ સ્પર્ધામાં 3:28.72 જેટલા સમય સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો છે.
2. તેઓ ગુજરાત સરકારના "બેટી બચાવો અભિયાન" માટેની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
1 ટિપ્પણી:
સૌ પ્રથમ તો આદરણીય નયનાબેન જે. સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન 💐 તેઓએ સરીતા ગાયકવાડ વિશે ખૂબ સરસ માહિતી એકંદર કરી આ બ્લોગમાં રજૂ કરી છે. આપની આ મહેનતને સલામ 🙏🏻
આપ આવું લેખન સંત્કાર્ય સદા કરતાં રહો એવી શુભકામના...
શ્રી નયનાબેન આપને ફરી ફરીને ફરી વખત અભિનંદન 🌹 અભિનંદન 🌹 અભિનંદન 🌹
ટિપ્પણી પોસ્ટ કરો