*રંગમંચ*
વિશ્વ રંગમંચ દિવસની ઉજવણીનો પ્રારંભ વર્ષ ૧૯૬૧ માં અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંસ્થાન (International Theater Institute) દ્વારા કરવામાં આવ્યો હતો. વિશ્વના અનેક નાટ્ય પ્રેમિયો અને કલાકારો દ્વારા વિશ્વ રંગમંચ દિવસની ઉજવણી દર વર્ષે ૨૭મી માર્ચના રોજ કરવામાં આવે છે. આ અવસર પર વિશ્વના અનેક સ્થાનોં પર નાટ્ય પ્રસ્તુતિઓ દ્વારા આ દિવસ ની ઉજવણી કરવા માં આવે છે. આ દિવસે વિશ્વને અંતર્રાષ્ટ્રીય રંગમંચ સંદેશ આપવાની પણ પરંપરા છે. જેના માટે દર વર્ષે વિશ્વના ટોચના રંગકર્મિયો માંથી કોઈ એકની પસંદગી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૨માં આ સંદેશ ભારતના વિખ્યાત રંગકર્મી ગીરીશ કર્નાડ આપી ચુક્યા છે.
ભારતમાં પ્રાચીનકાળથી જ નાટ્ય પરંપરા રહી છે. ભારતના વિવિધ ભાષા પ્રેમીઓ પોતાની માતૃભાષામાં નાટ્ય પ્રસ્તુતિયો કરતા આવ્યા છે. હિન્દી ઉપરાંત ભારતમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, ઉડિયા, ભોજપુરી, સંસ્કૃત, અંગ્રેજી જેવી અનેક ભાષાના નાટકોનું એક ગૌરવશાળી ઈતિહાસ રહ્યું છે.
રંગભૂમિ :
સાહિત્યની પ્રગતિ સાથે શિષ્ટ નાટ્યલેખનની પણ પ્રગતિ થઈ. કાલિદાસનાં નાટકોનોઅનુવાદ થવા લાગ્યો. શેક્સપિયરનાં નાટકોનો અનુવાદની કૃતિઓ રંગમંચ પર ભજવાવાલાગી. ગુજરાતી રંગભૂમિના વિકાસના પાયાના પથ્થરો તો પારસીઓ જ ગણાય, દાદાભાઈથૂથી, દાદાભાઈ પટેલ, નાઝીર મોદી, કાવસજી ખટાઉ, બાલીવાલા, કાતરક અનેસોરાબજીના નામો રંગભૂમિને ઉજાળતાં રહેશે. મુંબઈની રંગભૂમિ પર દક્ષિણની રંગભૂમિની અસર હતી. તો કાઠિયાવાડનાં રજવાડાઓમાં પણ રંગભૂમિની પ્રવૃત્તિ સારી રીતે વિકસી. ગુજરાતી રંગભૂમિએબુદ્ધ, સિકંદર, ચંદ્રગુપ્ત, હર્ષ, શિવાજી, રાણાપ્રતાપ, પૃથ્વીરાજ અને નરસિંહ મહેતા કે મીરાં જેવાં પાત્રોને રંગભૂમિ ઉપર ઉતાર્યા. સમય વહેતાંનાટકોમાં સંગીતનું તત્વ ઉમેરાયું અને કવિતા તથા સંગીતનો સમન્વય થતાં નાટક કળામાં નિખાર આવ્યો. અર્વાચીન નાટ્યકારોમાં ચંદ્રવદન ચી. મહેતાએ અર્વાચીન રંગભૂમિનો નક્કર પાયો નાખ્યો અને અવ્યક્ત રહેલી રંગભૂમિની શક્તિને બહાર લાવવાનો પુરુષાર્થ કર્યો.
રંગમંચ પર અભિનય કરવા માટે જરુરી બાબતો વિશે વિસ્તૃત શિક્ષણ પૂરું પાડતી સંસ્થા ને નાટ્યશાળા કહેવામાં આવે છે. આ શાળાઓમાં આંગિક તેમજ વાચિક અભિનય ની ગહન તાલિમ પૂરી પાડવામાં આવે છે. એક પાત્રી અભિનય, નૃત્ય, મૂકઅભિનય, રૌદ્રઅભિનય, હાસ્ય, રુદન, કરુણતા જેવા વિભિન્ન પ્રકારના અભિનયો વિશે તાલિમ આપવામાં આવે છે.
રંગભૂમિ જગત સાથે સંકળાયેલા નામી-અનામી સૌને નત મસ્તક વંદન અને ''વિશ્વ રંગભૂમિ દિન'' ની શુભેચ્છાઓ !
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો.
- સુરત.
2 ટિપ્પણીઓ:
આદરણીય શ્રી નયનાબેન જે સોલંકીએ વિશ્વ રંગમંચ દિવસ અંગે સરસ માહિતી આપી, 👌
ખૂબ ખૂબ અભિનંદન 💐
આવી ઉપયોગી માહિતી સતત આપતા રહો છો. આપના આ સરાહનીય કાર્યને નમન..
નયનાબેન આપને ફરી ફરીને ખોબલે ખોબલે અભિનંદન 💐🌹🌹🌹🌹 અભિનંદન 💐🌹🌹💐🌹
ખૂબ સરસ..👍👍👍
ટિપ્પણી પોસ્ટ કરો