સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

31 માર્ચ 2024

એપ્રિલ ફૂલ ડે નો ઈતિહાસ અને માન્યતાઓ.

🙏વાચક મિત્રો, 

    એપ્રિલ ફૂલ ડે (April Fool Day) એ એપ્રિલ (1 April)નો પહેલો દિવસ છે (1 April) જે મોટાભાગના દેશોમાં 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે મિત્રો અને પરિવારના સભ્યો એકબીજા સાથે મજાક કરે છે અને તેમને મૂર્ખ બનાવે છે. આ દિવસ સદીઓથી ઉજવવામાં આવે છે, પરંતુ તેની શરૂઆત ક્યારે થઈ તે કોઈ જાણતું નથી.આજ આપને જાણીશું એપ્રિલ ફૂલ ડે ની થોડી માન્યતાઓ અને ઇતિહાસ.




"તમે બગીચાના સૌથી સુંદર ફૂલ છો,
અમે તો તારા પગની ધૂળ છીએ,
હવે બહુ ગર્વ ન કરો
કારણ કે આજે એપ્રિલ ફૂલ છે."


👉1. સમગ્ર વિશ્વમાં લોકો આ દિવસની ઉજવણી કરે છે. માહિતી અનુસાર આ દિવસ 1381માં પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. એક માન્યતા અનુસાર એવું કહેવાય છે કે ઇંગ્લેન્ડના રાજા (King of England) રિચાર્ડ દ્વિતિય અને બોહેમિયાની રાણી એની (Anne, Queen of Bohemia)એ સગાઈની જાહેરાત કરી હતી. તેમની સગાઈની તારીખ (Engagement date) 32 માર્ચ 1381 નક્કી કરવામાં આવી. આ સમાચાર સાંભળીને લોકો ખૂબ જ ખુશ થયા અને બધાએ જશ્ન મનાવવાનું શરૂ કર્યું. પાછળથી તેમને ખબર પડી કે કેલેન્ડર (Calendar)માં 32 માર્ચની કોઈ તારીખ નથી, એટલે કે બધા મૂર્ખ બની ગયા છે. એક અહેવાલ મુજબ ત્યારથી 1લી એપ્રિલના રોજ ફૂલ ડે મનાવવાનું શરૂ થયું.

👉2. કેટલીક વાર્તાઓ અનુસાર 1લી એપ્રિલે યુરોપિયન દેશોમાં નવું વર્ષ ઉજવવામાં આવતું હતું. પરંતુ, જ્યારે પોપ ગ્રેગરી 13એ નવું કેલેન્ડર અપનાવવાનો આદેશ આપ્યો, ત્યારે નવું વર્ષ 1 જાન્યુઆરીથી ઉજવવાનું શરૂ થયું. કેટલાક લોકો હજુ 1લી એપ્રિલે જ નવા વર્ષની ઉજવણી કરે છે. પછી આવા લોકોને મૂર્ખ સમજીને મજાક ઉડાવવામાં આવી. આ રીતે એપ્રિલ ફૂલ ડેની શરૂઆત થઈ. જો કે, 19મી સદી સુધીમાં, એપ્રિલ ફૂલનો દિવસ ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો.

👉3. બીજી તરફ, એપ્રિલ ફૂલ ડેની શરૂઆત ચીનમાં એક વાર્તા સાથે જોડવામાં આવી રહી છે. એવું કહેવામાં આવે છે કે, ચીનમાં સનંતી નામના એક સંત હતા. સંતની લાંબી દાઢી જમીનને સ્પર્શ કરતી હતી. એક દિવસ તે કોઈ જગ્યાએથી પસાર થઈ રહ્યા હતા કે અચાનક તેની દાઢીમાં આગ લાગી હતી. સંત સનંતી પોતાનો જીવ બચાવવા ભાગ-દોડ કરવાં લાગ્યા હતા. આથી, તેમને આ રીતે સળગતી દાઢીથી ઉછળતાં જોઈને બાળકો તાળીઓ પાડીને હસવા લાગ્યા હતા. સંતે કહ્યું કે, હું મરી રહ્યો છું, પરંતુ આજના દિવસે તમે હંમેશાં કોઈને કોઈ જગ્યાએ આ રીતે હસતા રહેશો. તેમ કહી તેમનું મોત નીપજ્યું હતું. યોગાનુયોગ તે 1લી એપ્રિલનો દિવસ હતો. આવી રીતે, ચીનમાં વાર્તા મુજબ એપ્રિલ ફૂલ ડેની ઉજવણી શરૂ થઈ હતી.

         દરેક દિવસનું પોતાનું મહત્વ હોય છે અને લોકો તે દિવસની ઉજવણી પણ કરતા હોઈ છે. આવી જ રીતે 1 એપ્રિલ દર વર્ષે ફૂલ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજા સાથે અનેક પ્રકારના મજાક કરે છે અને તેમને બેવકૂફ બનાવીને (History of April Fool's Day) ખુશ થાય છે. લોકો આ મજાક પર ગુસ્સો કરતા નથી. પરંતુ, તેનો આનંદ લે છે. એપ્રિલ ફૂલનો દિવસ ક્યારે અને કેવી રીતે શરૂ થયો તે વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. જો કે, આ પરંપરા વિદેશમાંથી શરૂ થઈ હતી. પરંતુ, તેણે ઘણી વિવિધ વાર્તાઓમાં ચોક્કસપણે પોતાનું સ્થાન બનાવ્યું છે.

- નયના જે. સોલંકી
- આંખો 
- સુરત.



1 ટિપ્પણી:

જયસુખ એલ જીકાદરા 'જય' - શાખપુર, તા. લાઠી, જિ. અમરેલી કહ્યું...

એપ્રિલ ફૂલ ડે વિશે 1381 ની સાલમાં 32 માર્ચના રોજ સગાઈની નિયત થયેલી બાબત, ચીનના સંતની દાઢી સળગવાની અને પહેલી એપ્રિલથી નવા કેલેન્ડરના અમલની બાબત આ માહિતીમાં આલેખવામાં આવેલી છે. જે માહિતી ખૂબ જ પ્રસંશનીય છે. જ્ઞાનવધૅક અને સચોટ છે. આ માહીતી એકંદર કરી આ બ્લોગમાં આપી સૌને માહિતગાર કરવા બદલ આદરણીય શ્રી નયનાબેન જે સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન 💐
સતત આવી નવીનતમ બાબતો એકંદરીકરણ કરી પીરસતાં રહો એવી અભિલાષા સાથે શુભેચ્છાઓ 🌹
નયનાબેન આપને ફરી ફરીને ખોબલે ખોબલે અભિનંદન 💐

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.