સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com
લેબલ પત્રલેખન (ધોરણ 6 થી 12) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પત્રલેખન (ધોરણ 6 થી 12) સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

12 માર્ચ 2024

મોટીવેશન પત્ર :- વાલી અને વિદ્યાર્થી (સફળતાની ચાવી)


*શીર્ષક :- સફળતાની ચાવી*



નમસ્કાર,
સ્નેહી વાલીમિત્રો,

   આપના બાળકની પરીક્ષા નજીક છે. ત્યારે મારે તમને પત્રના માધ્યમથી થોડી વાતો કરવી છે.

      સાબરમતીનાં કિનારે હમણાં જ એક ફ્લાવર શો યોજાય ગયો. જેમાં દેશ-વિદેશમાંથી ફૂલો લાવવામાં આવેલ.ફૂલો હજારોની સંખ્યામાં હતા. દરેક ફૂલની પ્રજાતિનો  ઉછેર અલગ અલગ વાતાવરણમાં થયો  હતો. છતાં તે યોગ્ય માર્ગદર્શન અને આયોજન મુજબ ગોઠવણી કરવામાં આવતાં. તેને જોવા માટે લાખો લોકો આવ્યા લોકોએ  તેની સુંદરતા અને ફોરમ માણી અને ફૂલોએ  લોકોના મન જીતી લીધા હતા ..લોકો સેલ્ફી લેવા તલપાપડ થઈ જતાં હતાં.

     શું તમે વિચાર્યું છે ખરાં? કે, એ જે ફૂલો આજ લાખો લોકોનું આકર્ષણ છે એ છોડનો ઉછેર કેમ થયો હસે? શું એને તડકો સહન નહિ કર્યો હોય ? શું એ છોડ પર વરસાદ નહિ પડ્યો હોય? કે હાડ થીજાવતી ઠંડી નો સામનો નહીં કર્યો હોય?

     અરે.... તમે જ કહેશો એ સફળ માંથી પસાર થયાં વગર ફૂલ પોતાનું અસ્તિત્વ ટકાવી જ ના સકે!  છે ને એ સાચી વાત. આપ જો એ નાનકડા ફૂલના વિકાસના અસ્તિત્વની વાતને પણ સ્વીકાર કરો છો તો પછી આપ આપના પોતાના કુમળા ફૂલ સમાન  બાળકને આપમેળે ખીલવા  શા માટે તેને રોકો છો?
 
        આપના બાળકમાં પણ અલગ-અલગ આવડત કે ખાસિયત હોય છે, સાચા માર્ગદર્શન અને માવજતથી એ પોતે ખીલે છે. વર્ગ માં રહેલ ૫૦-૬૦ બાળકમાં આવડત ઓછા કે વતા પ્રમાણ માં હોય શકે, કોઈ વકૃત્વમાં સારા હોય કે કોઈ વિજ્ઞાન કે ગણિત વિષયમાં  હોશિયાર  હોય કે કોઈ પોતાની સાહિત્યકલામાં પોતાની અલગ આવડત ધરાવતા હોય છે.અરે..કોઈ નાનપણ થી જ કારીગરી કલા ધરાવતાં હોય છે..

       હર કોઈ મા-બાપ આ વાતનો  સ્વીકાર કરે છે, પણ જ્યારે પોતાના બાળકના ભણતર ની વાત આવે ત્યાં તરત જ બીજા બાળકો સાથેની સરખામણી ચાલુ થઈ જાય છે. એ આપણી મોટામાં મોટી ભૂલ છે.

           શક્ય બને તેમ બાળકોને સમજી આગળ વધો. સરખામણીની જગ્યાએ એને જે  વિષય ગમતા હોય તેમાં નિષ્ણાત બનાવો. જ્યારે પરીક્ષાનો સમય આવે ત્યારે તો ઘરનું વાતાવરણ પ્રેશર કુકરમાં બાફવા મુકેલ બટેટા જેવી હાલત દીકરા-દીકરીઓની કરી મૂકે છે.
બાળકના માર્કસની હરીફાઈમાં બાળક ડિપ્રેશનમાં ઉતરી જાય છે અને ખોટા પગલાં ભરી લેતા એક ક્ષણ નો વિચાર સુધા કરતા નથી.

      બાળકને મન મજબૂત રહે ,ભણતરમાં ઉત્સાહ રહે તેવી પ્રેરણા આપો. બાળકનું સાચું શિક્ષણ એ છે કે, બાળકને ભણતરની સાથે તમે એને દુનિયાદારીના પાઠ પણ ભણાવો એટલે કે "ગણતર" જે બંને મળીને બાળકનાં જીવન નું ચણતર કરશે. હાર જીત ,સફળતા નિષ્ફળતા  અને પડકારોમાં જે સમય પસાર કરી જાય એ સાચો "સફળ" છે. માટે બાળકોને સફળતાની સાથે નિષ્ફળતા પણ પચાવી શકે તે રીતે માનસિક સિથ્તીથી  મજૂબત કરો. જેથી બાળકો નિષ્ફળતાને જ સફળતાની ચાવી બનાવી આગળ પોતાના લક્ષ્યને મેળવી શકે.

માતા પિતાની જવાબદાર એ છે કે,

 ૧)બાળક ને જેમાં રસ છે એમાં ભણવા દો.
૨) મા-બાપ બાળકનાં મિત્ર બની મુક્ત મને વાતચીત  થઈ સકે એવો તાલમેલ રાખવો.
૩) બાળકને હમેશાં પોઝિટિવ અને પ્રોત્સાહન વાતાવરણ આપવું..
૪) બાળકને બીજા સાથે સરખાવવા ન જોઈએ ..
૫) બાળકના રસ મુજબ બાળકને પ્રેરણા મળે, સતત આગળ વધવા અને તેનો ધ્યેય નક્કી  રહે તેવા આદર્શ વ્યક્તિના ફોટા સાથે તેના પ્રેરણાદાયક પ્રસંગ પણ લખો. અને દીવાલ પર લગાવો.જેમકે સ્વામી વિવેકાનંદ, શિવાજી મહારાજ,સચિન તેંડુલકર વગેરે.
૬) બાળકને પોતાની ભૂલનો સ્વીકાર કરતા શીખવો, કરેલ ભૂલનો લૂલો બચાવ કરી બીજા વિદ્યાર્થી કે શિક્ષક પર નિષ્નફળતાનો આરોપ ન  નાખો.
૭) સફળતા અને નિષ્ફળતા એ એ સિક્કાની બે બાજુ છે, એ બાબતને બાળકોને સમજાવવો.

        અંતે તો એટલું જ કહીશ સફળતા નિષ્ફળતામાં આપના બાળકોનું મનોબળ મજબુત રહે એ માટે એ યોગ્ય ફૂલની જેમ માવજત કરવી એ વાલી તરીકે આપના હાથમાં છે. તો પડકારો તો એ કોઈ પણ પ્રકારના જીલીને દીપકની જેમ દીપી ઉઠશે અને ફૂલોની જેમ ફોરમ બધે પસરાવશે. 

અસ્તુ.

લી.
- નયના જે.સોલંકી 
- સુરત.


       વિદ્યાર્થી મિત્રો પરીક્ષા એટલે "ઈચ્છા મુજબનું પરિણામ મેળવવાનું સોપાન" આપ સર્વો ખૂબ સરસ રીતે પેપરમાં લખી શકો એ માટે ભગવાનના ચરણોમાં હદય પૂર્વક પ્રાર્થના સાથે હાર્દિક શુભકામનાઓ.

26 જુલાઈ 2023

દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર તમારા મિત્રને લખો.

 

દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે જણાવતો પત્ર તમારા મિત્રને લખો.

ઉત્તર:

                                                                           પરમાર સ્મિત એ.

                                                                           6, મૈત્રીપાર્ક સોસાયટી,

                                                                           નારણપુરા,
                                                                           અમદાવાદ – 380 013.
                                                                           તા. 6 – 9 – 23

પ્રિય મિત્ર અશોક,

સ્મરણ .
       હું કુશળ છું અને તારી કુશળતા ઇચ્છું છું.

 

       તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ જવા ઇચ્છે છે પરંતુ આ વખતે દિવાળીની રજાઓમાં હું ક્યાંય જવાનો નથી. હું મારા અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું. દરરોજ વહેલી સવારે પપ્પા સાથે ફરવા ચાલવા જવાનો છું. મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ મારે ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી ખૂબ સરસ રીતે શીખવી શકે છે. તે અમને અંગ્રેજી બોલતાં શીખવવાના છે. મને ચેસ રમતાં આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતાં શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે નિશાળના મેદાનમાં એક કલાક વૉલીબૉલની પ્રેક્ટિસ કરવા જવાના છીએ. આ ઉપરાંત મારે શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે.

       આ બધા કાર્યક્રમોમાં દિવાળીનો તહેવાર પણ માણવાનો છે જ.

       તું પ્રવાસથી આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું છું.

તારાં મમ્મી પપ્પાને મારા પ્રણામ.

તારો મિત્ર, સ્મિત

 

25 જુલાઈ 2023

સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.

 

તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.

પરમાર સ્મિત એ.

                                                                      6,મૈત્રીપાર્ક,સોસાયટી,

                                                                        નારણપુરા,
                                                                   અમદાવાદ – 380 013.
                                                                           તા. 6 – 9 – 23

પ્રિય મિત્ર વિનોદ,
       તારો પત્ર મળ્યો. તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો. પરંતુ તારી નાદુરસ્ત તબિયતના સમાચાર જાણી ચિંતા થાય છે.

       મિત્ર, તું અભ્યાસમાં જેટલી કાળજી રાખે છે તેટલી તારા સ્વાથ્ય માટે કાળજી રાખતો નથી. શરીરે સુખી તો સુખી સર્વ રીતે, શરીરે દુઃખી તો દુઃખી સર્વ રીતે.” A healthy mind in a healthy body’. આ બધાં સુવાક્યો ફક્ત લખી રાખવા માટેનાં નથી. તેમને આપણે આપણા જીવનમાં પણ ઉતારવાં જોઈએ.

       તારી તંદુરસ્તી માટે હું કેટલાંક સૂચનો કરું છું અને આશા રાખું છું કે તું તેમનો અમલ કરીશ. તારે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અડધો કલાક કસરત કરવી જોઈએ. તારે ખોરાકમાં દૂધ અને ફળો ખાસ લેવાં જોઈએ. તારા રોજિંદા ખોરાકમાં તારે લીલાં શાકભાજી અને કચુંબરને સ્થાન આપવું જોઈએ. તારે બજારમાં વેચાતી ખુલ્લી ચીજો તો બિલકુલ ન ખાવી જોઈએ. તારે કબડ્ડી, ખો ખો, વૉલીબૉલ જેવી રમતો રમવી જોઈએ. દરરોજ સાંજે થોડું ચાલવું જોઈએ. જો શક્ય હોય, તો તારે યોગાસન અને પ્રાણાયામ શીખી લેવાં જોઈએ. સદાય પ્રસન્ન રહેવું જોઈએ.

       તારાં મમ્મી પપ્પાને મારા પ્રણામ. દિશાને યાદ.

લિ.
તારો મિત્ર, સ્મિત

 

24 જુલાઈ 2023

રજાચિઠ્ઠી

 

·        તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી રજાચિઠ્ઠી લખો.
ઉત્તર:

                                                                           પરમાર સ્મિતા એ.

                                                                           6, મૈત્રીપાર્ક સોસાયટી,

                                                                           નારણપુરા,
                                                                           અમદાવાદ – 380 013.
                                                                           તા. 6 – 9 – 23

પૂજ્ય ગુરુજી,
સાદર પ્રણામ.

       મારી મોટી બહેનનાં લગ્ન તા. 8 – 9 – 23 ના રોજ છે. અમે બધાં અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈ કાલે જ અહીં આવ્યા છે. અન્ય સગાંવહાલાં પણ આવ્યાં છે. આથી હું તા. 6 – 9 – 23  થી તા. 10 – 9 – 23  સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી પાંચ દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો. શાળામાં

આવ્યા પછી હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરી દઈશ.

લિ.
આપની આજ્ઞાંકિત,
પરમાર સ્મિતા એ.
ધોરણ 9, નં. 21

 

23 જુલાઈ 2023

પિતાજીને પત્ર

 

તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.

ઉત્તર:

                                                                           પરમાર સ્મિત એ.

                                                                           6, મૈત્રીપાર્ક સોસાયટી,

                                                                           નારણપુરા,
                                                                           અમદાવાદ – 380 013.
                                                                           તા. 6 – 9 – 23

પૂજ્ય પિતાજી,

સાદરપ્રમાણ.
       તમારો પત્ર મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય રહીએ છીએ.

દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો. સવારે 7.30થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.

       સાંજે સાડા પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે દૂરના સ્થળે ફરવા જવાનું.

આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો નહિ.

મમ્મીને મારી યાદ. દાદા દાદીને મારા પ્રણામ.

                                                                                         લિ.

તમારો પુત્ર, સ્મિત

 

પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

 

પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :

·        સરનામું: પત્ર લખતી વખતે સૌથી ઉપર જમણી બાજુના મથાળે પત્ર લખનારે પોતાનું પૂરું નામ તથા સરનામું લખી તેની નીચે તારીખ લખવી.

Ø  જેને પત્ર લખ્યો હોય તેનું સરનામું પોસ્ટકાર્ડ કે આંતરદેશીયપત્રમાં ચોક્કસ ખાનામાં લખવું. તેમાં જેને પત્ર લખ્યો હોય તેનું પૂરું નામ, શેરી કે સોસાયટીનું નામ, ગામ કે શહેરનું નામ તેમજ પીનકોડ નંબર લખવાં. જો પત્રલેખનના પ્રશ્નમાં પત્રલેખકનું સરનામું આપ્યું હોય, તો એ જ સરનામું લખવું જોઈએ.

·        સંબોધન પત્રો બે પ્રકારના હોય છેઃ
(1)
અંગત પત્ર અને (2) બિનઅંગત પત્ર. પત્રના સમાચાર કે વિગતોમાં આપણે અંગત બાબતો લખી શકીએ છીએ. આપણી લાગણી વ્યક્ત કરી શકીએ છીએ; તેવા પત્રને અંગત પત્રકહે છે. તેમાં વડીલોને પૂજ્યકે આદરણીયકે મુરબ્બીએવું સંબોધન લખાય છે. સરખી ઉંમરનાને પ્રિયકે વહાલાલખાય છે. આપણાથી નાની ઉંમરનાને ચિરંજીવીકે વહાલોજેવું સંબોધન લખાય છે.

Ø  એવી જ રીતે પત્રને અંતે વડીલોને પ્રણામકે વંદનલખાય છે. સમાન વયનાને યાદ’, ‘શુભેચ્છા’, ‘સ્મરણવગેરે લખાય છે. નાની ઉંમરનાને આશીર્વાદકે આશિષલખાય છે.

Ø  કેવળ કામકાજની વાતો લખેલી હોય તેવા પત્રને બિનઅંગત પત્રકહે છે. આ પત્રમાં જેને પત્ર લખવામાં આવે છે તેમને માનસૂચક સંબોધન લખાય છે. જેમ કે માનનીયશ્રી’, શ્રીમાન’. આ પ્રકારના પત્રને અંતે આપનો વિશ્વાસુ એવું લખી પત્ર લખનાર પોતાની પૂરી સહી કરે છે. જો પત્રલેખક કોઈ સંસ્થાના હોદ્દેદાર હોય, તો એમનો હોદો સૂચવતું લખાણ રબર ટૅમ્પથી છાપવામાં આવે છે.

·        પત્રની વસ્તુ પત્રમાંની વસ્તુ સ્પષ્ટતાથી લખવી જોઈએ. વિગતો યોગ્ય ક્રમમાં અને જરૂરી ફકરા પાડી લખવી જોઈએ. પત્રમાં વધુ પડતી લાગણી કે ભાવુકતા પણ ન દેખાડવી જોઈએ. બિનઅંગત પત્રમાં હકીકતો તાર્કિક રીતે દર્શાવવી જોઈએ.

Ø  પત્રની ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો મુકાવાં જોઈએ.

 

 

સહયોગ આપનારાઓ