- *જીવનસાથી : અહેસાસ અને આશ્રિત*
555
નવપરિણીત યુગલને ખાસ આ વરિષ્ઠ યુગલ સાથે એક સરસ લગાવ હતો. અને એમને દાદા દાદી જેવું સન્માન પણ આપતા હતા.એટલે દર55 રવિવારે એમના ત્યાં ખબર અંતર પૂછવા જતા અને કોફી પીને આવતા.
નવપરિણીત યુગલે જોયું કે, દાદી જ્યારે કોફી બનાવવા રસોડામાં જતાં તો કોફીની શીશીનું ઢાંકણ દાદા જોડે ખોલાવવા રસોડામાંથી પાછા આવતા.
આ વાતને ધ્યાનમાં રાખી યુવાન યુગલ એક ઓપનર લાવી ને દાદીને ભેટમાં આપ્યું કે, કોફીનું ઢાંકણ ખોલવામાં સુવિધા રહે.
યુવા યુગલે આ ભેટ સાવધાનીથી દાદીને આપી કે દાદાને ખબર ન પડે અને દાદીને ઓપનરનો ઉપયોગ કેવી રીતે કરવો એ સમજાવી દીધું.
આગલા રવિવારે જ્યારે યુવા યુગલ ફરી દાદા દાદીને ત્યાં ગયા તો આશ્ચર્ય થયું ! દાદી ફરીથી ઢાંકણું ખોલાવવા દાદા પાસે જ આવ્યા.
યુવા યુગલ વિચારવા લાગ્યા કે, ઓપનરનો ઉપયોગ કરતા દાદીને નહીં ફાવ્યું હોય કાં ઓપનર કામ નહીં કરતું હોય. બસ રસોડામાં જઈ દાદીને ધીમેથી પુછ્યું કેમ દાદી ઓપનર નથી ફાવતું.
દાદીનો જવાબ સાંભળી યુવા યુગલ કાંઇ બોલી જ ન શક્યા. દાદી એ કહ્યું : "ઓહ! શીશીનું ઢાંકણ તો હું પણ જાતે ઓપનર વગર આસાનીથી ખોલી જ શકું છું પણ હું કોફીની શીશી નું ઢાંકણ એમની જોડે એટલા માટે ખોલાવડાવુ છુ કે એમને અહેસાસ થાય કે એ આજે પણ મારા કરતાં મજબૂત છે અને હું એમના પર આશ્રિત છુ, એટલા માટે કે એ ઘરના પુરુષ છે. એ વાત નો મને એ લાભ મળે છે કે મને પણ મનથી એમ થાય છે કે હું એમના પર નિર્ભર છુ અને આ વાત પર સ્નેહનો સંબંધ વધુ શક્તિશાળી બને છે"
સારાંશ : વૃક્ષ ગમે એટલું જુનું હોય ભલે ફળ ન આપતું હોય પણ છાંયડો તો જરૂર આપે છે.
(સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો
- સુરત.
1 ટિપ્પણી:
સુંદર
ટિપ્પણી પોસ્ટ કરો