🙏ભારતીય પર્વતારોહક નારી વિભૂતિ. - સુરભી ચાવડા 🙏
નમસ્કાર,
આજ હું આપની સાથે ગુજ્જર(ગુજરાત) ગિરનાર એવા જૂનાગઢની દીકરી સુરભી ચાવડા જે એક નવોદિત પ્રતિભા એવી વિરલ નારી છે. તેની રોચક વાતો તેમના શબ્દોમાં આપની સક્ષમ રજુ કરવા જઈ રહી છું.👉 પરિચય :-
* નામ :- સુરભી ચાવડા
* હુલામણું નામ :- ' અકી '
* ઉપનામ :- માઉન્ટેન ગર્લ
* જન્મ તારીખ :- 15/08/1992
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- ગુજરાત
* જન્મ શહેર :- જૂનાગઢ
* જન્મ ગામ :- જૂનાગઢ
* પિતાનું નામ :- કમલેશભાઈ
* માતાનું નામ :- ઈલાબેન
* ભાઈ /બહેન :- . બે બહેન એક ભાઈ
* પિતાનો વ્યવસાય :- શિક્ષક
* અભ્યાસ :- ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલમાં ડિપ્લોમા
* ઊંચાઈ :- પાંચ ફૂટ ત્રણ ઇંચ
* વજન :- 56 કિ.ગ્રા
👉સિધ્ધિઓ :-
1. સ્થળ :- MT. EVEREST, સફળ ચઢાણ :- 25000ફીટ (ઊંચાઈ : 29029ફીટ )
2. સ્થળ :- MT. KILIMANJARO:- સફળ ચઢાણ :- 19340 (ઊંચાઈ : 19340ફીટ)
3. સ્થળ :- MT. ELBRUS, સફળ ચઢાણ :- 18510ફીટ (ઊંચાઈ : 18510ફીટ)
4. સ્થળ :- MT. SATOPANTH, સફળ ચઢાણ :- 20500 ફીટ (ઊંચાઈ : 23212ફીટ)
5.સ્થળ :- BARASHIGRIGLACIER, સફળ ચઢાણ:- 20545ફીટ (ઊંચાઈ:20545ફીટ)
6.સ્થળ :- GUNTHER'S CALL, સફળ ચઢાણ :- 17388 (ઊંચાઈ : 17388ફીટ)
👉 જીવનનો પ્રથમ પર્વતારોહાક તરીકેનો અનુભવ :-
તેઓ કહે છે કે, " મારો હિમાલય સાથેનો પહેલો અનુભવ હતો 2010 માં જ્યારે હું સૌપ્રથમ વાર “કુગતિ પાસ”કરીને ટ્રેકિંગ પર ગઈ હતી. મેં ગિરનાર અને માઉન્ટ આબુમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ માંથી તાલીમ લીધેલી પરંતુ બરફ સાથેનો મારો આ પહેલો અનુભવ હતો. જ્યારે મેં આ ટ્રેકની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ મને એક વ્યાખ્યાન યાદ આવ્યું “દૂરથી ડુંગર રળિયામણા." ખૂબ જ ઠંડીમાં પણ 12 થી 15 કિલો વજનની થેલી સાથે ચાલવું, પડકારજનક વાતાવરણ કે જ્યાં ક્યારેક તડકો તો ક્યારેક ખૂબ જ ઠંડી, મુશ્કેલ વિસ્તારમાંથી 5 થી 7 કિ.મી. દૂર ચાલવું પડતું હતું. ત્યાં કોઈ ફોન પણ ન ચાલે અને ના તો આપણા મમ્મી પપ્પા કે કોઈ આપણા ફેમિલી મેમ્બર્સ આપણી જોડે હોય. એવા સમયે તમે જે ટુકડી જોડે ગયા છો એમની જોડે તાલમેલ બનાવીને રહેવું અને એમને જ ફેમિલી મેમ્બર્સ માની લેવા. આવા વાતાવરણ વચ્ચે સૌથી પહેલા તો મને એક જ વિચાર આવ્યો હું અહીંયા શું કામ આવી? મારે અહીંયાથી પાછું જવું જોઈએ. પરંતુ પર્વતોની સુંદરતા જ હોય અને મનમાં એક લાલચ તો થાય જ કે લાવને જરા આગળ જવા દે જોઈએ તો ખરા શું છે? પરંતુ જ્યારે તમે પાંચથી સાત કલાકના કપરા ચઢાણ ચડીને એક જે સુંદર જગ્યાએ પહોંચો છો. એ હિમાલયની ગોદ ની જગ્યાઓ જોઈને જાણે પાંચથી દસ મિનિટમાં જ બધું જ થાક ઉતરી જાય છે.! આ ટ્રેક દરમિયાન મને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. એક નાનકડા તંબુમાં બે થી ત્રણ જણાએ એકસાથે રહેવાનું, અને પહાડની ઉબડ ખડબડ જમીન ઉપર સુવાનું, કયા પડખે સુવા તો ઓછી કાંકરીઓ ખૂંચે એ વિચારતા જ અડધી રાતો નીકળી જતી. અને વળી પાછું સવારે ઉઠીને તો વજન વાળો થયેલો ઉપાડીને ચાલવાનું કામ ચાલુ જ રાખવાનું. ખાવા પીવાની રીતો આપણા ઘરની ખાવા પીવાની રીતોથી ઘણી જ અલગ, પહાડો પર કંઈ ઘરની જેમ ભાવતું ભોજન તમને ન મળી શકે. તમારી પાસે મર્યાદિત સંસાધનો છે અને તમે મેનેજ કરો છો. આ બધી મુશ્કેલીઓ છતાં જ્યારે અમે ટ્રેકના સૌથી ઊંચા પોઇન્ટ પર પહોંચ્યા ત્યારે આ બધી મુશ્કેલીઓ બિલકુલ ભુલાઈ ગઈ. અને એ અનુભવ એટલો સંતોષકારક અને આહલાદક હતો કે જેને હું શબ્દમાં વર્ણવી નહિ શકું !!! જ"
જ્યારે એ ટ્રેક સમાપ્ત કરી અને પાછા આવ્યા ત્યારે સમજાયું કે આ પર્વતો એ મને શું શીખવાડ્યું અને એનું મારા જીવનમાં શું મહત્વ છે? ત્યાંથી જ મને પર્વતો પ્રત્યેનો અતૂટ આકર્ષણ કેળવ્યો જે આજે પણ છે. ક્યારથી જ મેં નક્કી કર્યું કે જ્યારે પણ મને સમય મળે હું પહાડો ચડતી રહીશ.
👉પર્વતોરોહક તરીકેના પડકારો:-
*શારીરિક પડકારો :-*
કોઈપણ પહાડ ચડવા જાવ ત્યારે શારીરિક પડકારો તો આવવાના જ. પણ જો કોઈ એક પ્રસંગની વાત કરવાની હોય તો હું એવરેસ્ટ માં મને જે સ્નો બ્લાઇન્ડ થઈ હતી એ વિશે વાત કરવા માંગીશ. હું માઉન્ટ એવરેસ્ટ પર લગભગ 7000 મીટર ની ઊંચાઈ પર હતી, મને સનો બ્લાઈન્ડ ને થઈ હતી. સાદી ભાષામાં કહીએ તો સૂર્યના જે કિરણો બરફ પર રિફ્લેક્ટ થઈ અને તમારી આંખમાં જે નેગેટિવ ઇફેક્ટ આપે એનાથી તમારી આંખને પ્રોબ્લેમ થાય તેને સનો બ્લાઇન્ડ કહેવાય. આંખમાં ખૂબ બળતરા થવી, લગભગ દેખાવાનું બંધ થઈ જવું. એ પણ 7400 મીટર ની ઊંચાઈએ કે જ્યાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને શારીરિક રીતે તમે ઓલરેડી ખૂબ જ થાકી ગયા હોય. એ સમય મારી માટે ખૂબ જ પડકારજનક હતો. આવી નબળી આંખ સાથે ઉપર આગળ વધતા રહેવું એ તો વિકલ્પ હતો જ નહીં, પરંતુ 7400 મીટર ની ઊંચાઈએથી નીચે ઉતરવું એ પણ એક પડકારજનક હતું. એક સમય પર તો એવું લાગ્યું કે બસ હIરિને નીચે બેસી જવું છે આનાથી આગળ મારે કંઈ જ નથી કરવું. પણ મનને મક્કમ રાખી અને ધીરજતા થી હું નીચે આવી. આ બનાવ પછી મને એક વસ્તુ સમજાઈ કે કોઈ પણ પ્રવૃત્તિ કરવા માટે જીવતું રહેવું એ સૌથી વધારે જરૂરી છે, એટલે આપણા માં જીજીવિષા હોવી ખૂબ જ જરૂરી છે.
*માનસિક પડકારો :-*
આપણા જીવનમાં આપણી સાથે સૌથી વધારે રમત રમતું હોય તો એ હોય આપણું મન. અને જ્યારે તમે પહાડ ચડવા જાવ એકલા હોવ તમારી આજુબાજુ કોઈ મિત્રો કે કોઈ કુટુંબીજનો ન હોય, ત્યારે તમારું પોતાનું મન તમારી આજુબાજુ અવનવા પાસા ફેંક્યા કરે. પરંતુ આપણા મનને મક્કમ રાખવું એ પણ આપણા જ હાથમાં હોય છે. જ્યારે કોઈ કપરું ચઢાણ ચડવાનો વારો આવે ત્યારે શરીરની પહેલા તો મન જ ના પાડી દે છે કે નથી કરવું. અને મન જ્યારે હા પાડે કે હા થઈ જશે ત્યારે શરીરથી આપો આપ એ કામ થવા મંડે છે. એટલે જ કોઈપણ પહાડ ચડવા જતા પહેલા હું મારી જાતને માનસિક રીતે તૈયાર કરતી. નિયમિત ધ્યાન કરવું, સારા પુસ્તકો વાંચવા, રોજની દિનચર્યામાં એક નિયમિતતા કેળવવી, આજુબાજુની વસ્તુઓને ન ગણકારી અને ધ્યેય તરફ આગળ વધવું, સ્વ સાથે ખુશ રહેતા શીખવું. આ બધી જ પ્રવૃત્તિઓ એ મને માનસિક રીતે પ્રબળ થવામાં મદદ કરી.
*સામાજિક પડકારો :-*
પર્વતારોહણ એક એવી એક્ટિવિટી છે કે ઘરમાં બેસીને તો થઈ જ ન શકે. ઘરની બહાર નીકળી મુસાફરી કરી અને અલગ-અલગ જગ્યાએ પહાડ ચડવા જવું પડે. છોકરી માટે એકલી ઘરની બહાર નીકળવું અને તે પણ કોઈ સાહસિક કામ કરવું એટલું સામાન્ય નથી. આ બધી પ્રવૃત્તિઓ કરતાં જોય સમાજના લોકો સૌથી પહેલા એક જ પ્રશ્ન પૂછે તારી જોડે લગ્ન કોણ કરશે? શું તું ઘર ચલાવી શકીશ? હાઈ હાય આમ એકલું બહાર છોડી જવાય કંઈક થઈ જાય તો? આવી સાહસિક પ્રવૃત્તિઓ કરતા પહેલા થોડીક ધ્યાન રાખજે કદાચ હાથ પગ ભાંગી જાય તો લગ્નમાં કેટલો પ્રોબ્લેમ થાય? આવા અનેક સવાલો મેં સામનો કર્યો.
અને આવા પ્રશ્નનો એક જ જવાબ હું આપતી કે પ્રશ્નની અવગણના કરવી. સામેવાળા લોકો પૂછતા પૂછતા જાતે જ થાકી જાય અને સ્વીકારી લે કે આ છોકરી તો આવી જ છે. અને આ બધી વસ્તુ કહેવાથી કોઈ ફેર પડવાનો નથી. અને મને મારા પપ્પાએ એક વસ્તુ શીખવાડેલી સમાજના લોકો જે પ્રશ્ન પૂછે એ બધા જ પ્રશ્નોનો જવાબ આપવા આપણે જવાબદાર નથી. અને માતા-પિતાએ મને ક્યારેય પણ સાહસિક પ્રવૃત્તિઓ કરવાથી રોકી નથી. મારું મનોબળ અને નિર્ણય શક્તિને મજબૂત બનાવવામાં મારા માતા-પિતા નો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે.
👉કાર્ય બોધ :-
તેઓ કહે છે, " મને પર્વતો એ ઘણું બધું શીખવાડ્યું. તમારી ટુકડીમાં જેટલા પણ સદસ્યો છે એમની જોડે સુસંગત થઈ અને એકબીજાને મદદ કરી અને કેવી રીતે આગળ વધવું, નાની મોટી કોઈપણ તકરારો થાય તેને બાજુમાં મૂકી અને મહત્વના કામ પર ધ્યાન આપવું, ખૂબ જ મુશ્કેલીના સમયમાં સામેવાળાને કેવી રીતે મદદરૂપ બનવું, પોતાના અહમને બાજુમાં મૂકી અને પ્રકૃતિમાં લીન થઈ જવું.વિશાળ પ્રકૃતિ સામે આપણે ખૂબ જ નાની વસ્તુ છીએ, એટલે કે પ્રકૃતિને માન આપવું અને આગળ વધવું."
👉લોકો માટે તેમનો સંદેશ :- "આપણો વારો ક્યારે આવશે એ આપણને ખબર નથી, એટલે જીવનમાં ગમતી પ્રવૃત્તિઓ કરો અને ખૂબ જ મોજ મજા કરો".
*જીવન સૂત્ર :-*
*જીવન સૂત્ર :-*
"જિંદગી કોઈ રાશનની દુકાન નથી કે તોલી તોલીને જીવાય, જિંદગીને મન ભરીને જીવાય."
👉ભવિષ્યનું સપનું:-
તેમનું સ્વપ્ન દુનિયાના સાત ખંડના સાત ઊંચા શિખરો સર કરવાનું છે. આ વર્ષે એકોન્કાગુઆ પર ચઢવા માંગુ છું. આ પર્વત સાઉથ અમેરિકાનો સૌથી ઊંચો પર્વત છે. જેની ઊંચાઈ 6,961 મીટર છે.
👉અન્ય પ્રવૃત્તિ :-
છેલ્લા પાંચ થી છ વર્ષથી પેરાગ્લાઈડિંગ ની પ્રવૃત્તિ જોડે સંકળાયેલા છે. હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ત્રિપુરા ઉત્તરાખંડ અલગ-અલગ જગ્યાએ પેરાગ્લાઈડિંગ ની પ્રેક્ટિસ કરેલી છે. લગભગ સો એક કલાક નું ફ્લાઈંગ પૂર્ણ કરેલ છે. અને પેરાગ્લાઈડિંગ ની કોમ્પિટિશનમાં પણ ભાગે લીધેલ છે.
👉સુરભી ચાવડાના પર્વતોની સફરની વધુ રસપદ વાતો અને માહિતીની PDF મેળવવા અહી ક્લિક કરો.
- નયના જે. સોલંકી
- 'આંખો'
- સુરત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો