સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

24 એપ્રિલ 2023

STD10, વિષય : ગુજરાતી, એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર - પાઠ મુજબ પધ્ધતિસર IMP પ્રશ્નો - જવાબ લેખન પધ્ધતિ સાથે PDF મેળવો.

 👉STD10,  પાઠ : ૧ થી ૪  એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર , IMP  પ્રશ્નોની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

લાગણીની પરિભાષા - 2

પરિભાષા દિલની





હોય જો શબ્દ મા વજન તો વાચા ને મનાઈ નથી...સાહેબ...

બાકી લખી લો કે મૌન થી મોટી કોઈ ગર્જના નથી.


મન મોટું રાખવું સાહેબ...

બાકી દુનિયા તો નાની જ છે...


સાચુ તો... દરેક ને સમજાતુ હોય છે સાહેબ...પણ...

અફસોસ ની વાત એ છે કે... સાચા સમયે સમજાતું નથી...


 સમય મુશ્કેલ અને ધારદાર આવે તો પણ ટકી રહેજો...સાહેબ...

ખરબચડા સાથે ઘસાવાથી જ લીસું થવાય છે...


"જીનનમાં જ્યારે સુખ આવે ત્યારે એ અભિમાનની અને દુઃખ આવે તે ધૈર્યની પરીક્ષા લે છે,જીવન સફળ ત્યારે જ ગણાશુ જ્યારે આ બંને પરીક્ષામાંથી

 ઉત્તિર્ણ થશું..!!"


- અજ્ઞાત



21 એપ્રિલ 2023

અખાત્રીજ ક્યારે છે? 22 કે 23 એપ્રિલ 2023?

 

* અખાત્રીજ ક્યારે છે

*અક્ષય તૃતીયા (અખાત્રીજ) 22 એપ્રિલ 2023 દિવસ શનિવાર

*તૃતીયા તિથિ શરૂ થાય છે : 22 એપ્રિલ 2023 સવારે 07:49 થી

*તૃતીયા તિથિ સમાપ્ત થાય છે : 23 એપ્રિલ 2023 સવારે 07:47 સુધી

* શુભ સમય : સવારે 07:49 થી બપોરે 12:20 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો 4 કલાક 31 મિનિટનો રહેશે.

*તૃતીયા તિથિ શરૂ થાય છે. :  22 એપ્રિલ 2023 સવારે 07:49 થી

*તૃતીયા તિથિ સમાપ્ત થાય છે. : 23 એપ્રિલ 2023 સવારે 07:47 સુધી

* પંચાંગ અનુસાર 22મી એપ્રિલે તૃતીયા તિથિ લાંબી રહેશે, આ દિવસે પૂજા અને ખરીદી માટેનો શુભ સમય પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં 22 એપ્રિલે લક્ષ્મી-નારાયણની પૂજા અને કિંમતી વસ્તુઓની ખરીદી શુભ રહેશે.

*બીજી તરફ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સ્નાનનું વિશેષ બીજી તરફ અક્ષય તૃતીયા (અખાત્રીજ) પર સ્નાનનું વિશેષ મહત્વ છે, આવી સ્થિતિમાં 23 એપ્રિલે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળશે.

*અક્ષય તૃતીયા(અખાત્રીજ) ના દિવસે 22 એપ્રિલ, 2023ના રોજ સવારે 07.49 થી બપોરે 12.20 સુધી મા લક્ષ્મી, કલશ અને વિષ્ણુની પૂજા માટે શુભ સમય રહેશે.

* પૂજાનો શુભ સમય સવારે 07:49 થી બપોરે 12:20 સુધીનો છે. પૂજાનો કુલ સમયગાળો 4 કલાક 31 મિનિટનો રહેશે.

*અક્ષય તૃતીયા(અખાત્રીજ) ના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને પીળા વસ્ત્રો પહેરો કારણ કે પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે.


N. J. SOLANKI


અખાત્રીજ ,અક્ષય તૃતીયા નો ઈતિહાસ

 અખાત્રીજ ,અક્ષય તૃતીયા. 


*આપણાં સનાતન ધર્મ માં, પંચાંગમાં આખા વરસમાં સાડા ત્રણ દિવસ અગત્ય નાં હોય છે.

*એક વસંત પંચમી, બીજો અક્ષય તૃતીયા ત્રીજો અષાઢી બીજ, અને અડધો દિવસ દશેરાનો. આમ વગર પૂછ્યે સારાં કામો, અટકેલાં કામો કે નવા શુભારંભ આ સાડાત્રણ દિવસો માં મૂરત જોયા વગર કરી શકાય છે.

* વૈશાખ સુદ ત્રીજ ને અક્ષય તૃતીયા કહેવાય છે.

*અખાત્રીજીનો  ઈતિહાસ  :-

* અક્ષય તૃતીયા નાં દિવસેશ્રી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.

* અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો.

* અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ.

*  અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ.

* અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે અક્ષય પાત્ર પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજ થી ભરપુર રહેતું.

* અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.

* અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે.

* અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા.

 

N. J. SOLANKI


21 એપ્રિલ : નંદશંકર તુળજાશંકર મહેતા જન્મદિન

નંદશંકર તુળજાશંકર મહેતા
• નામ : નંદશંકર તુળજાશંકર મહેતા
• જન્મ તારીખ : 21/04/1835
• જન્મ સ્થળ : સુરત
• માતા : ગંગાલક્ષ્મી 
•  પિતા : તુળજાશંકર
•  પત્ની : નંદગૌરી 
•  અભ્યાસ : મેટ્રિક (સુરત)
•  મુખ્ય રચના : નવલકથા (કરણઘેલો)
•   ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા લખનાર.
•   વ્યવસાય : 
•   1855 – 1858   શિક્ષક
•   1867 સુધી – અંગ્રેજી સ્કૂલના હેડમાસ્ટર 
•   1870-71 ધંધુકામાં મામલતદાર
•   1872 – દેવગઢ બારિયાના આસિસ્ટંટ પોલિટિકલ
•   1875 – લુણાવાડા રાજ્યમાં પોલિટિકલ 
•   1877 – કચ્છ રાજ્યના એડમિનિસ્ટ્રેટર
•   ખિતાબ : 1877 - સૌથી નાની વયે દિલ્હી દરબારમાં વિશિષ્ટ સન્માન સાથે ‘રાવ બહાદુર’ નો ખિતાબ.
•   અવસાન : 17/07/1905

N. J. SOLANKI

20 એપ્રિલ 2023

STD 10 વ્યાકરણ : જોડણી અને તેના નિયમો

 👉STD10,  વ્યાકરણ : જોડણી અને તેના નિયમો ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


👉STD10,  વ્યાકરણ : જોડણી પાઠ : 1 થી 4  ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


👉STD10,  વ્યાકરણ : જોડણી પાઠ : 5 થી 8  ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


STD10, વિષય : ગુજરાતી પાઠ મુજબ પધ્ધતિસર IMP પ્રશ્નો - જવાબ લેખન પધ્ધતિ સાથે PDF મેળવો.

 👉STD10,  કાવ્ય : ૧ વૈષ્ણવજન , જવાબ લેખન પદ્ધતિ સાથે પરીક્ષા પ્રશ્નોનીIMP PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.



👉STD10,  પાઠ : ૨ રેસનો ઘોડો  જવાબ લેખન પદ્ધતિ સાથે પરીક્ષા પ્રશ્નોની IMP PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


👉STD10,  કાવ્ય : 3 શીલવંત સાધુને  , જવાબ લેખન પદ્ધતિ સાથે પરીક્ષા પ્રશ્નોની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


👉STD10,  પાઠ : ૪ ભૂલી ગયા  પછી   જવાબ લેખન પદ્ધતિ સાથે પરીક્ષા પ્રશ્નોની IMP PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

18 એપ્રિલ 2023

STD - 6 TO 12 વિષય : ગુજરાતી વિચાર-વિસ્તાર લેખન પદ્ધતિ અને ઉદાહરણ નમુના :

 👉 ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર લેખન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો ની PDF ડાઉનલોડ કરવા અહી  ક્લિક કરો.


👉વિચાર- વિસ્તાર :- સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.’  PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


👉વિચાર- વિસ્તાર :-  મોટાં નાનાં વધુ મોટામાંતો નાનાં પણ મોટાં; વ્યોમ-દીપ રવિ નભબિંદુતો ઘરદીવડા શા ખોટા ? PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.


👉વિચાર- વિસ્તાર :-  આવ નહિ,આદર નહિ....  PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.

17 એપ્રિલ 2023

STD :- 6 to 12 , વિષય: ગુજરાતી, વિચાર - વિસ્તાર લખતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો.

 

વિચારવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોઃ

આપણા વિચારોને વિસ્તારથી વિવિધ વિગતો સાથે રજૂ કરવાનું માધ્યમ નિબંધ છે, તેમ સૂત્રાત્મક શૈલીમાં, ટૂંકમાં વિચારોને વ્યક્ત કરવાનું માધ્યમ ગદ્ય કે પદ્યની પંક્તિઓ છે. આ પંક્તિઓને અર્થપૂર્ણ સમજાવવાની કલા એટલે વિચાર વિસ્તાર.

 આપેલી પંક્તિ ઉક્તિનો અર્થ બરાબર સમજી લો.

 અર્થવિસ્તાર કરતી વખતે મુખ્ય ત્રણ વિભાગ પાડવા. પ્રારંભ, મધ્ય વિભાગ અને અંત, આ ત્રણેય વિભાગની સ્પષ્ટતા પાછળ કરી છે.

જરૂરી મુદા નક્કી કરો અને તેનો આઠ-દસ લીટીઓમાં વિસ્તાર કરો.

જરૂર જણાય ત્યાં દષ્ટાંતો આપો. મહત્ત્વની હોય તેવી એક પણ બાબત રહી ન જાય તેની ચીવટ રાખો.

લખાણની ભાષા શુદ્ધ અને સરળ હોવી જોઈએ.

જોડણી, વિરામચિહ્નો કે વાક્યરચનાની ભૂલ ન રહી જાય એનું ધ્યાન રાખો.

* વિચારવિસ્તાર કર્યા પછી એ સમગ્ર લખાણ એક વાર ધ્યાનપૂર્વક વાંચી જાઓ અને જરૂર જણાય ત્યાં સુધારો.

* વિચારવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ.

વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ તથા સરળ અને પ્રચલિત શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ.

યોગ્ય લાગે તો રૂઢિપ્રયોગો, કહેવતો, સુવિચારો અને કાવ્યપંક્તિઓ પણ વાપરી શકાય.

વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.

વિચાર-વિસ્તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? તે ચોક્કસ નથી. તમે કરેલ સ્પષ્ટીકરણ તમને સંતોષ આપે તે અગત્યનું છે.

* વાક્યો ટૂંકા, સ્પષ્ટ અને સરળ હોવાં જોઈએ. ભાષાકીય ભૂલ ન કરવી.

એક જ વાત કે ઉદાહરણનું પુનરાવર્તન ન કરવું.

ફકરામાં આપેલાં વાક્યો એકબીજા સાથે યોગ્ય રીતે સંકળાયેલા હોવા જોઈએ.

પ્રારંભઃ  પ્રારંભના ફકરામાં આપેલા વિધાન કે પંક્તિનો મુખ્ય વિચાર, અર્થ, રજુ કરવો.

મધ્ય ભાગ : આ ભાગમાં આવેલ પંક્તિનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે. અહીં અર્થનો વિસ્તાર કરવામાં આવે છે. આપેલ મુદ્દા કે અર્થથી વિપરીત જવાનું નથી. પંક્તિ કે વિધાનના દરેક શબ્દને મહત્ત્વ આપી, સૂચિત થતા અર્થનું દાખલા, દલીલો સાથે સ્પષ્ટીકરણ કરવાનું છે. પંક્તિમાં રહેલા મુદ્દાને વળગી રહીને જ વિસ્તાર કરવાનો છે. વિષયાંતર ન થાય તેની કાળજી રાખવી. નિરર્થક લંબાણથી દૂર રહો

અંતઃ અંત ભાગમાં વિચારનો સાર-બોધ રજૂ કરવામાં આવે છે. જેને ચર્ચાની ફલશ્રુતિ નિષ્કર્ષ પણ કહી શકાય.

 

·   નમુનો : સિદ્ધિ તેને જઈ વરેજે પરસેવે ન્હાય.’

 

        અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે.

સમજૂતી :

       સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં માણસેનિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પીવા પડે છે તેમજ અથાક અને અસીમ પરિશ્રમ કરવો પડે છે. એટલે જ એક કવિ કહે છે કે : ‘ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.’ સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે. ‘મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા’ એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે. જે બેસી રહે છે તેનું નસીબ પણ બેસી રહે છે. ઈશ્વર તેને જ મદદ કરે છે જે પરિશ્રમ કરવા માટે સદાય તત્પર રહે છે.

સારાંશ:

     પુરુષાર્થ કરવાથી સિદ્ધિ મળે કે ન મળેપુરુષાર્થ કર્યાનો સંતોષ અને આનંદ તો મળે જ છે.

 

N. J. SOLANKI

૧૭ એપ્રિલ : ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નિર્વાણદિન / Dr. Sarvepalli Radhakrishnan

 ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન નિર્વાણદિન / Dr. Sarvepalli Radhakrishnan



*  નામ : રાધાકૃષ્ણન 

*અટક : સર્વપલ્લી - દક્ષિણ ભારતની પરંપરા મુજબ સર્વપલ્લી શબ્દ તેમના પૂર્વજોના ગામનું નામ છે.

*  જન્મ :  ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮

*  જન્મ સ્થળ : રોજતામિલ નાડુનાં ચેન્નઈ (જુનું મદ્રાસ) થી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દુર આવેલ તિરૂત્તાની નામના ગામમાં થયો હતો.

*  પિતા : સર્વપલ્લી વીરાસ્વામી

*  માતા : સીતામ્મા

*  પત્ની : કામમાં

*  સંતાન : ૫ પુત્રી અને ૧ પુત્ર

*  પરિવાર : એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.

*  માતૃભાષા: તેલુગુ

*  અભ્યાસ : ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી અને પી.એચ.ડી.

*  શોધનિબંધ : વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો.

*  કારકિર્દીની શરૂઆત અને કાર્યો : ૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કરી હતી.

·    ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા.

·    ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા.

* ૧૯૬૨માં તેમણે ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને રાષ્ટ્રપતિ તરીકે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો.

પ્રથમ પુસ્તક :  ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર

·    ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં  જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

·    ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા

·    ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા.·         ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.

૧૯૭૫ની ૧૭મી એપ્રિલે તેમનું અવસાન થયું હતું.

N. J. SOLANKI


17 એપ્રિલ : વિશ્વ હીમોફીલિયા દિવસ / World Hemophilia Day

 17 એપ્રિલ :  વિશ્વ હીમોફીલિયા દિવસ / World Hemophilia Day 


·        સંસ્થાપક : ફ્રેંક કેનેબલના જન્મદિવસ 17 એપ્રિલ

·        હીમોફીલિયા દિવસ : આ દિવસને ઉજવવાની શરૂઆત વર્ષ 1989માં કરાઈ હતી.

·        હીમોફીલિયા લક્ષણો : આ એક પ્રકારનો ડિસઓર્ડર છે.

*  જેના કારણે આપણા શરીરમાં લોહી (Blood) પર તેની અસર થાય છે.

હીમોફીલિયાથી પીડિત વ્યક્તિને જ્યારે અંદરની તરફ અથવા બહારની તરફ વાગે છે.

*  ત્યારે લોહી વહેવાનું ચાલુ જ રહે છે.

* આ લોહી જામી નથી શકતું. જેને હીમોફીલિયા કહેવાય છે.

*  આ રોગનું કારણ બ્લડ પ્રોટીનની કમી હોય છે. જેને ક્લોટિંગ ફેક્ટર કહેવાય.

આ બીમારી લોહીમાં થ્રામ્બોપ્લસ્ટિન નામના પદાર્થની કમીથી થાય છે.

·    અવસાન : વર્લ્ડ ફેડરેશન ઓફ હીમોફીલિયાના સંસ્થાપક ફ્રેન્ક કેનેબલનું અવસાન                  1987માં સંક્રમિત બ્લડથી એઇડ્સ થવાથી થયું.

·   થીમ :   દર વર્ષ અલગ અલગ થીમથી આ દિવસ ઉજ્જવામાં આવે છે.

* 2018 : “Sharing knowledge makes us stronger.”

2019  : “World Haemophilia Day 2019 theme: Outreach and Identification.”

2020 :  “Get+involved to carry the motive of the World Federation of Hemophilia- Treatment for all.”

2021 :  “Adapting to change: sustaining care in a new world.”

2022 :  “Access for All: Partnership. Policy.”

* 2023 :  “Access for All: Prevention of bleeds as the global standard of care.”

 

 

N. J. SOLANKI

15 એપ્રિલ 2023

STD - 10 ,વિષય : ગુજરાતી , સમય આયોજન સાથે બ્લુ પ્રિન્ટ અને માળખું

STD - 10 , વિષય : ગુજરાતીની  સમય આયોજન સાથે બ્લુ પ્રિન્ટ અને માળખું PDF ફાઈલમાં ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

૧૫ એપ્રિલ : પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી



  • જન્મ : ૧૫ એપ્રિલ ૧૮૬૨
  • જન્મ સ્થળ :  પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ પરિવારમાં મોરબી મુકામે
  • માતા : મોતીબાઈ
  • પિતા : દલપતરામ
  • મૂળ અટક ભટ્ટ હતી પણ બ્રાહ્મણ નહીં ગણાવવા માટે બદલીને પટ્ટણી કરી નાંખી હતી.
  • અભ્યાસ :    ગુજરાતી સાત ચોપડી પુરી કરી તે મેટ્રિક કરવા રાજકોટ ગયા.
  • મેડિકલ અભ્યાસ માટે મુંબઈ ગયા, તબિયત બગડતા અભ્યાસ અધુરો મુક્યો.
  • ·ખાસિયત :    દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ ધરાવતા.
  • પત્ની :       પ્રથમ કુંકી(૧૮૭૮), બીજી રમા(૧૮૮૧)
  • દિવાન પદ :  ૧૯૦૩માં મહારાજાએ પ્રભાશંકરની જ દિવાનપદે વરણી કરી.
  • ૧૯૩૮ સુધી તે ભાવનગર રાજ્યના દિવાનપદ પર રહ્યા.
  • વિશિષ્ટ :     અંગ્રેજ સરકાર તરફથી સરનો ખિતાબ
  • ગાંધીજીના પરમ મિત્ર હોવાનું સદભાગ્ય.
  • મિત્ર :       કવિ કાન્ત કે બ.ક. ઠાકોર જેવા ગુણીજન અને સહૃદયી મિત્રો 
  • સાક્ષરોના વ્યાસંગને પરિણામે પોતે પણ સિધ્ધહસ્ત લેખક અને કવિ બન્યા.
  • અવસાન :  ૧૬ ફેબ્રુઆરી ૧૯૩૮માં હરિપુરા કોંગ્રેસ સંમેલનમાં જતાં ટ્રેનમાં તેમનું અવસાન થયું.
N. J. SOLANKI

14 એપ્રિલ 2023

લાગણીની પરિભાષા - 1


પરિભાષા દિલની




" ધડકવું જ આવશ્યક છે સાહેબ...

     પછી બધી જ સારવાર શક્ય છે..."


"ભલાઈ એ એકમાત્ર એવું ધિરાણ છે...સાહેબ... 

જે કયારેય દગો દેતું નથી...   "           


"શબ્દો તો સૂઈ જાય છે રાત પડતા...

વિચારો ને આખી રાત જાગવું પડે છે..."


"શૂન્ય બનીને પણ કોઈનુ મૂલ્ય વધારી શકાય છે સાહેબ...

પણ આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ..."


"સમર્થન" અને "વિરોધ"

 માત્ર વિચારો નો હોવો જોઇએ સાહેબ...

વ્યક્તિ નો નહિ..!!"


"કારણ વગર ખુશ રહો સાહેબ...,

 કારણ કે કારણ ઘણું મોંઘુ છે આજ-કાલ..."


"શાંતિ અને સંતોષ જ પૂર્ણવિરામ છે સાહેબ...

એ સિવાયના બધા જ સુખ અલ્પવિરામ છે..."


   -અજ્ઞાત 



૧૪ એપ્રિલ : ડો. ભીમરાવ આંબેડકર જન્મદિન

 ડો. ભીમરાવ આંબેડકર  


પુરુ નામ :- ભીમરાવ રામજી સકપાલ

જન્મ તારીખ :- 14 એપ્રિલ 1891

જન્મ સ્થળ   :- મહુ, ઈન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)

માતાનું નામ :- ભીમાબાઇ

પિતાનું નામ :- રામજી માલોજી સકપાલ

પત્નીનું નામ :- રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)

અવસાન તારીખ :- 6 ડિસેમ્બર 1956

ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઈકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા.

ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે.

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી ડોક્ટર ઓફ સાયન્સનામની ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.

પીવાના પાણી માટે સત્યાગ્રહ કરાવનારા ડો આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા.

ડૉ આંબેડકરે પાંચ સામાયિક બહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે.

તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.

૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું.

મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા.

૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું.

૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.

સૂત્રો :

"કોઈ પણ સમાજ ની પ્રગતિ નું મૂલ્યાંકન કરવા માટે હું તે સમાજ ની મહિલાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરું છુ.''



13 એપ્રિલ 2023

૧૩ એપ્રિલ ૧૯૧૯, જલિયાંવાલા બાગ હત્યાકાંડ

 

જલિયાંવાલા બાગ હત્યાકાંડ




         જલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો.
         લિયાંવાલા બાગ હત્યાકાંડને 13 એપ્રિલ, 2023ના રોજ ગુરુવારને 104 વર્ષ પૂરા થઈ રહ્યા છે.
         રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના    અંગ્રેજ અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો.
         જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
         જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી.
         જલિયાંવાલા બાગમાં કુલ 338 શહીદોની યાદી છે.
         બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379 લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે.
         મના જણાવ્યા પ્રમાણે, માર્યા ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો.
         ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.
         જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12 વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા.
         જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો
, ત્યારે તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ, 1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા.

 N. J. SOLANKI

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.