અખાત્રીજ ,અક્ષય તૃતીયા.
*આપણાં સનાતન ધર્મ માં, પંચાંગમાં આખા વરસમાં સાડા ત્રણ દિવસ અગત્ય નાં હોય છે.
*એક વસંત પંચમી, બીજો અક્ષય તૃતીયા ત્રીજો અષાઢી બીજ, અને અડધો દિવસ દશેરાનો. આમ વગર પૂછ્યે સારાં કામો, અટકેલાં કામો કે નવા શુભારંભ આ સાડાત્રણ દિવસો માં મૂરત જોયા વગર કરી શકાય છે.
* વૈશાખ સુદ ત્રીજ ને અક્ષય તૃતીયા કહેવાય છે.
*અખાત્રીજીનો ઈતિહાસ :-
* અક્ષય તૃતીયા નાં દિવસેશ્રી શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ શ્રી ગિરિરાજજી ઉપર શ્રીજીબાવાનું મંદિર સિદ્ધ કરાવી તેમાં શ્રીજીબાવાને પધરાવી સેવાક્રમ શરૂ કર્યો હતો.
* અક્ષયતૃતીયાનાં શુભ દિવસે ભગવાન શ્રી કૃષ્ણે એક મુઠ્ઠી તાન્દુલના બદલામાં સુદામાને અખૂટ વૈભવ બક્ષેલો.
* અક્ષયતૃતીયાનાં દિવસે શ્રી વેદ્વ્યસ્જીએ ગણેશજી ની સહાય થી મહાભારત લખવાનું આરંભ કરેલ.
* અક્ષયતૃતીયાનાં દિવસે માં ગંગાજી ભૂતલ ઉપર પધારેલ.
* અક્ષયતૃતીયાનાં દિવસે સૂર્ય દેવે “અક્ષય પાત્ર “ પાંડવોને વનવાસ દરમ્યાન આપેલ, જે અખૂટ ભોજ થી ભરપુર રહેતું.
* અક્ષયતૃતીયાનાં દિવસે મહાભારત ના યુદ્દ્ધ ની સમાપ્તિ થયેલ.
* અક્ષયતૃતીયાનાં આ પાવન દિવસથી જ ઉત્તર ભારતસ્થિત બદરી કેદારનાથનાં મંદિરો અને હિમાલયમાં રહેલાં અન્ય મંદિરોનાં દ્વાર ખૂલે છે.
*
અક્ષયતૃતીયાનાં દિવસે. લક્ષ્મીજી માતા યશોદાનાં કોઠારમાં બિરાજી રહ્યા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો