જલિયાંવાલા બાગ હત્યાકાંડ
•
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના
રોજ પંજાબના અમૃતસરમાં થયો હતો.
•
લિયાંવાલા બાગ હત્યાકાંડને 13
એપ્રિલ, 2023ના રોજ ગુરુવારને 104 વર્ષ
પૂરા થઈ રહ્યા છે.
•
રોલેટ એક્ટના વિરોધમાં એકઠા થયેલા અહિંસક
પ્રદર્શનકારીઓ પર જનરલ ડાયર નામના અંગ્રેજ
અધિકારીએ ગોળીબાર કરવાનો હુકમ આપ્યો હતો.
•
જેમાં ૪૧ બાળકો સહિત લગભગ ૪૦૦ વ્યક્તિઓના
મૃત્યુ થયા હતા અને ૧ હજારથી પણ વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
•
જલિયાંવાલા બાગના હત્યાકાંડ બાદ ત્યાં રહેલા
કૂવામાંથી 120 લાશો કાઢવામાં આવી હતી.
•
જલિયાંવાલા બાગમાં કુલ 338
શહીદોની યાદી છે.
•
બ્રિટિશ સરકારનો અભિલેખ આ ઘટનામાં 379
લોકોના મોત અને 200 લોકોના ઘાયલ થવાની વાતનો સ્વીકાર કરે છે.
•
મના જણાવ્યા પ્રમાણે, માર્યા
ગયેલાઓમાં 337 પુરુષો, 41 કિશોરો અને
એક 6 માસના બાળકનો સમાવેશ થતો હતો.
•
ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ હત્યાકાંડના
વિરોધમાં નાઈટહુડનો ખિતાબ પાછો આપી દીધો હતો.
•
જલિયાંવાલા બાગના હત્યા કાંડે ત્યારે 12
વર્ષની ઉંમરના ભગત સિંહના વિચાર પર ઘેરો પ્રભાવ પાડયો હતો. તેની માહિતી મળતા જ ભગત
સિંહ પોતાની શાળાએથી 12 માઈલ પગે ચાલીને જલિયાંવાલા બાગ
પહોંચ્યા હતા અને અહીંની બલિદાની માટીને પોતાની સાથે ઘરે લઈ ગયા હતા.
•
જ્યારે જલિયાંવાલા હત્યાકાંડ થઈ રહ્યો હતો, ત્યારે
તે સમયે સરદાર ઉધમસિંહ ત્યાં હાજર હતા અને તેમને પણ ગોળી વાગી હતી. તેણે નક્કી
કર્યું હતું કે તેઓ આ જઘન્ય હત્યાકાંડનો બદલો લેશે. 13 માર્ચ,
1940ના રોજ તેમણે લંડનના કેક્સટન હોલમાં ઘટના સમયે બ્રિટિશ
લેફ્ટનન્ટ ગવર્નર માયકલ ઓ ડાયરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ઉધમ સિંહને 31 જુલાઈ, 1940ના રોજ ફાંસીએ ચઢાવી દેવામાં આવ્યા હતા.
N. J. SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો