A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
સંપર્ક : Contact
31 ડિસેમ્બર 2023
લાગણીની પરિભાષા : 13
30 ડિસેમ્બર 2023
ડૉ. વિક્રમ સારાભાઇ - પુણ્યતિથિ 30 ડિસેમ્બર.
29 ડિસેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 12 (મમતા ઋણની ઘડી)
24 ડિસેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 11 (મનની શાંતિ)
મનની શાંતિ
નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડિયાળ ખોવાઇ ગઇ. ઘડિયાળ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી, કારણ કે આ ઘડિયાળ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી.
ઘડિયાળ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડિયાળ ના મળી.
એટલે એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં કારણ કે હું જ્યાં નથી જોઇ શકતો કે નથી જઇ શકતો ત્યાં આ બાળકો જોઇ શકશે અને જઇ શકશે.
તેને બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડિયાળ શોધી આપશે એને હું ૧૦૦ રૂપિયાનું ઇનામ આપીશ. ઘડિયાળ ઘરમાં જ ક્યાંક ખોવાઇ છે પણ મને મળતી નથી. ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા.
બધા બાળકો ઘડિયાળ શોધવામાં લાગી ગયા. બધા જ રૂમમાં બાળકો ગયા અને જ્યાં જ્યાં ઘડિયાળ મુકી શકાય એવા બધા જ સ્થાન પર જોયુ. ૨-૩ કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યુ એટલે બધા બાળકોએ નિરાશ થઇને ઘડિયાળની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યુ.
થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડુતને કહ્યુ , "હું આપની ઘડિયાળ શોધી આપુ પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ના આવવું જોઇએ" ખેડુતને તો પોતાની ઘડિયાળ જોઇતી હતી એટલે એણે તો બાળકની વાત સ્વિકારી અને પેલા બાળકે ઘડિયાળની શોધ આદરી.
થોડીવારમાં એ હાથમાં ઘડિયાળ લઇને બહાર આવ્યો. ખેડુતને થયુ કે ક્યાંક આ બાળકે ઘડિયાળ ચોરીને સંતાડી તો નહી દીધી હોયને..? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડિયાળ ન મળી અને આ માત્ર થોડી મિનિટોમાં શોધી લાવ્યો...!!! એણે બાળકને પુછ્યુ કે તે આ ઘડિયાળ કેવી રીતે શોધી...?
બાળકે કહ્યુ કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઇ જરૂર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણા બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઇને જોયુ તો ઘડીયાળ મળી ગઇ.
સારાંશ :- ઓરડાની શાંતિ ઘડિયાળ શોધવામાં મદદરૂપ થઇ તેમ મનની શાંતિ જીવનમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે.
આપણે પણ બહારના નોકરી-ધંધો-વ્યવસાયરૂપી બારી બારણા બંધ કરીને થોડીવાર અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.
(સંકલિત)
- નયના જે સોલંકી
- આંખો
23 ડિસેમ્બર 2023
રાષ્ટ્રીય ખેડૂત દિવસ (National Farmers Day)
શ્રી ચૌધરી ચરણસિંહ
નામ :- શ્રી ચૌધરી ચરણસિંહ
જન્મ :- ૨૩/૧૨/૧૯૦૨
જન્મ સ્થળ રાજ્ય :- ઉત્તરપ્રદેશ
જન્મ સ્થળનો જિલ્લો :- મેરઠ
જન્મ સ્થળનું ગામ :- નુરપુર
રાજકીય સેવા :- ૨૮ જુલાઈ, ૧૯૭૯ થી ૧૪ જાન્યુઆરી, ૧૯૮૦ સુધી દેશના પાંચમા પ્રધાનમંત્રી (વડાપ્રધાન) તરીકે દેશની સેવા કરી હતી.
અવસાન :- ૨૯/૦૫/૧૯૮૭
જાણી અજાણી વાતો :-
* ચૌધરી ચરણસિંહ ખેડૂત-મૈત્રીપૂર્ણ નીતિઓ લાવ્યા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું હતું.
* ચૌધરી ચરણસિંહની યાદમાં સમર્પિત એક સ્મારક રાજઘાટ પર બનાવવામાં આવ્યું છે, તેને 'કિસાન ઘાટ' કહેવામાં આવે છે.
* ભારત સરકારે વર્ષ ૨૦૦૧માં ચૌધરી ચરણસિંહના સન્માનમાં દર વર્ષે ૨૩ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લીધો હતો.
* ઉદ્દેશ્ય એ છે કે, તે નવીનતમ શિક્ષણ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનવાનો વિચાર આપે છે. આ દિવસે દેશભરમાં ખેડૂતોના યોગદાનને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
* રાષ્ટ્રીયખેડૂત દિવસ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે કારણ કે, આ દિવસ કૃષિ ક્ષેત્રની નવીન શીખની સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર આપે છે.
* રાષ્ટ્રીય કિસાન દિવસની ઉજવણી લોકોને ખેડૂતોની સામે આવનારા વિભિન્ન મુદ્દાને વિશે શિક્ષિત કરવાનુ કામ કરે છે.
* દેશના પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ ખેડૂતોને "જય જવાન જય કિસાન"નો નારો આપ્યો હતો. ખેડૂતોનું દેશના વિકાસમાં મોટું યોગદાન હોય છે તેથી આપણે ખેડૂતોનું સન્માન કરવું જોઈએ.
. દેશની પ્રગતિમાં ખેડૂતોની મુખ્ય ભૂમિકા છે, તેથી ખેડૂતોને સન્માન મળવું જોઈએ. આ ખાસ દિવસનો હેતુ ખેડૂતોના યોગદાનની પ્રશંસા કરવાનો છે.22 ડિસેમ્બર 2023
શ્રીમદ્દ ભગવદ ગીતાની જાણી અજાણી વાતો
19 ડિસેમ્બર 2023
ધોરણ 10 નું ફાઈનલ ટાઇમટેબલ અને અગત્યના નિયમો
15 ડિસેમ્બર 2023
15/12 - સરદાર વલ્લભભાઈ નિર્વાણ દિન.
*સરદાર વલ્લભભાઈ પુણ્યતિથિ*
*નામ :- વલ્લભભાઈ પટેલ
*જન્મ તારીખ :- 31/10/1875
*જન્મ સ્થળ :- નડિયાદ
*પિતાનું નામ :- ઝવેરભાઈ
*માતાનું નામ :- લાડબાઈ
*જીવનસાથી :- ઝવેરબા
*સંતાનોના નામ :- 1. પુત્રી - મણિબહેન (1904)
2. પુત્ર - ડાહ્યાભાઈ (1906)
*અભ્યાસ :- 1. શાળાકીય - પેટલાદ, નડિયાદ, પેટલાદ
2. બૅરિસ્ટર - ઇંગ્લેંડ
*રાજકીય પક્ષ :- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
*વિશિષ્ટ નામ :- સરદાર, લોખંડી પુરુષ,
*અવસાન :- 15/12/1950
*જાણી અજાણી વાતો*
1. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નળિયાદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા.કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.
2. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.
3. પત્નીના અવસાન પછી વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા.
4. 1917માં તેઓ પ્રથમ વખત અમદાવાદના સેનિટેશન કમિશનર તરીકે ચૂંટાયા હતા.
5. 1924 થી 1928 સુધી તેઓ મ્યુનિસિપલ કમિટીના ચેરમેન હતા.
6. 1917માં તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, આ એક એવી રાજકીય સંસ્થા જેને ગાંધીજીને તેમના અભિયાનોમાં ખૂબ મદદ કરી હતી.
7. એકવાર લડત દરમિયાન ગાંધીજી અને અન્ય ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને દમનની નીતિ અપનાવવામાં આવી હતી. વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે યરવડા જેલમાં બંધ હતા અને તેઓ ત્યાં જાન્યુઆરી 1932 થી મે 1933 સુધી સોળ મહિના સુધી સાથે રહ્યા હતા.
8. એક વર્ષથી ઓછા સમયમાં રજવાડાઓને 562 થી ઘટાડીને 26 વહીવટી એકમો અને ભારતના લગભગ 80 મિલિયન લોકો સુધી લોકશાહી લાવી શક્યા હતા. જેમાં લગભગ 27 ટકાનો લઘુમતિઓનો સમાવેશ થાય છે. રાજ્યોના એકીકરણને ચોક્કસપણે વલ્લભભાઈ પટેલના જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણાવી શકાય છે.
9. વલ્લભભાઈ પટેલ આમ તો ભારતની સ્વતંત્રતાના મુખ્ય શિલ્પી અને રક્ષક હતા અને દેશની આઝાદીને મજબૂત કરવામાં તેમનું યોગદાન અજોડ છે.
*🙏અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ ને તેમની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન🙏*
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
14 ડિસેમ્બર 2023
સુમન મારી શાળા - લઘુચિંતન નિબંધ
09 ડિસેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 10 (ખીલો અને સંબંધ)
07 ડિસેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 9 (3S) સત્ય ઘટના
06 ડિસેમ્બર 2023
વિશિષ્ટ દિન - ભીમરાવ નિર્વાણ દિન - 6 ડિસેમ્બર
ભીમરાવ રામજી સકપાલ - જાણી અજાણી વાતો
* પુરુ નામ :- ભીમરાવ રામજી સકપાલ
• જન્મ તારીખ :- 14 એપ્રિલ 1891
• જન્મ સ્થળ :- મહુ, ઈન્દોર, મધ્યપ્રદેશ (હાલમાં આંબેડકર નગર)
• માતાનું નામ :- ભીમાબાઇ
• પિતાનું નામ :- રામજી માલોજી સકપાલ
• પત્નીનું નામ :- રમાબાઇ (પ્રથમ પત્ની), ડૉ.સવિતા (બીજા પત્ની)
• અવસાન તારીખ :- 6 ડિસેમ્બર 1956
• ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદેશથી ઈકોનોમિક્સમાં ડોકટરેટ (પીએચ.ડી.) ની ડિગ્રી મેળવનારા પ્રથમ ભારતીય હતા.
• ડૉ. આંબેડકરના સ્મારક સ્થળનું નામ ચૈત્ય ભૂમિ છે, જે મહારાષ્ટ્રના મુંબઇમાં આવેલ છે.
• લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી “ડોક્ટર ઓફ સાયન્સ” નામની ડિગ્રી પ્રાપ્ત કરનાર બાબાસાહેબ વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.
• પીવાના પાણી માટે સત્યાગ્રહ કરાવનારા ડો આંબેડકર પ્રથમ અને એકમાત્ર સત્યાગ્રહી હતા.
• ડૉ આંબેડકરે પાંચ સામાયિક બહાર પાડ્યા હતા જેમા બહિષ્કૃત ભારત, મુકનાયક, સમતા, પ્રબુદ્ધ ભારત અને જનતા છે.
• તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.
• ૪ નવેમ્બેર ૧૯૪૮ના રોજ ડૉ. આંબેડકરે ભારતના બંધારણને બંધારણસભાની બહાલી માટે રજુ કર્યું.
• મુખ્યત્વે બંધારણમાં ૩૧૫ કલમો અને ૮ પરિશિષ્ટ હતા.
• ૨૬ નવેમ્બર ૧૯૪૯ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું.
• ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો.
• સૂત્રો :
"કોઈ પણ સમાજ ની પ્રગતિ નું મૂલ્યાંકન કરવા માટે હું તે સમાજ ની મહિલાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરું છુ.''
🙏આજના દિન ડૉ.ભીમરાવ રામજી સકપાલને કોટી કોટી નમન🙏
લાગણીની પરિભાષા - 12
હદયનીભાષા
સમય જ છે ને સાહેબ,
ધીરજ રાખો બદલાઈ જશે..
લાયક થવુ હોય તો પ્રયત્નો તો કરવા જ પડે હો...સાહેબ...
બાકી ઉંમરલાયક તો બાંકડે બેઠાં બેઠાં પણ થઈ જવાય..
પીઠ હંમેશા મજબુત રાખવી સાહેબ...
કેમ કે શાબાશી અને દગો હંમેશા ત્યાં જ મળે છે...
બધા કહે એટલે સાચું જ છે એવું કહી શકાય નહીં..,
સત્ય" ને "બહુમતી" સાથે કોઈ સંબંધ હોતો નથી...!!!!*
વફાદાર બનો કે...
વિરોધી બનો...સાહેબ...
જે બનો એ જગજાહેર બનો...
બાકી આઘાપાછી કરનાર ના...
કોઇ ઇતિહાસ નથી હોતા...
સાહેબ...મજબુરી ની ચરણ સીમા જ...
માણસને મજબુત બનાવે છે..!
- અજ્ઞાત
- (સંકલિત)
- નયના જે. સોલંક
- સુરત.
04 ડિસેમ્બર 2023
ભારતીય નૌકાદળ દિવસ - 4 ડિસેમ્બર
02 ડિસેમ્બર 2023
પ્રદૂષણ નિયંત્રણ દિન - હાઈકુ
2 ડિસેમ્બર : રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ:-
મારા વિશે
- N. J. Solanki
- SURAT, Gujarat , India
- Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.