ગીતાજયંતી
જેનામાં વ્યક્તિને જડમૂળથી પરિવર્તિત કરવાની છે ક્ષમતા, જાણો ગીતા જયંતિ પર શ્રીમદ્દ ભગવદ ગીતાના દિવ્ય માહાત્મ્ય.
* દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. તેથી આ દિવસને ગીતા જયંતી તરીકે મનાવામાં આવે છે.
* માન્યતા એવી છે કે ભગવદ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રનાં મેદાનમાં થયો હતો.
* કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલાં, શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો તે શ્રીમદ્ ભગવદ ગીતા તરીકે પ્રખ્યાત થઈ.
* શ્રીમદ્ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયોમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશ છે.
* હિન્દુ પંચાગના અનુસાર માર્ગશીર્ષ શુક્લ એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે.
* ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ દર વર્ષે નવેમ્બર અથવા ડિસેમ્બરના મહીનામાં આવે છે.
* ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો સંવાદ શ્રીમદ્ ભગવદ ગીતા છે. આ ઉપદેશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ દેખળી જીવનની વાસ્તવિકતાથી તેમને સાક્ષાત્કાર કરાવ્યો હતો.
* ગીતાનો પ્રખ્યાત શ્લોક :-
*યદા યદા હિ ધર્મસ્ય, ગ્લાનિર્ભવતિ ભારત, અભ્યુત્થાનં ધર્મસ્ય… ધર્મસંસ્થાપનાય, સંભવામી યુગે યુગે*
- (સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો