*સરદાર વલ્લભભાઈ પુણ્યતિથિ*
*નામ :- વલ્લભભાઈ પટેલ
*જન્મ તારીખ :- 31/10/1875
*જન્મ સ્થળ :- નડિયાદ
*પિતાનું નામ :- ઝવેરભાઈ
*માતાનું નામ :- લાડબાઈ
*જીવનસાથી :- ઝવેરબા
*સંતાનોના નામ :- 1. પુત્રી - મણિબહેન (1904)
2. પુત્ર - ડાહ્યાભાઈ (1906)
*અભ્યાસ :- 1. શાળાકીય - પેટલાદ, નડિયાદ, પેટલાદ
2. બૅરિસ્ટર - ઇંગ્લેંડ
*રાજકીય પક્ષ :- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
*વિશિષ્ટ નામ :- સરદાર, લોખંડી પુરુષ,
*અવસાન :- 15/12/1950
*જાણી અજાણી વાતો*
1. ગુજરાતમાં જ્યારે બ્યુબોનિક પ્લેગનો આતંક છવાયો હતો ત્યારે વલ્લભભાઈએ તેમના એક મિત્રની સુશ્રુષા પણ કરી હતી, પણ જ્યારે તેમને પોતાને તે રોગ થયો ત્યારે તેમણે તરતજ પોતાના કુટુંબને સુરક્ષિત સ્થાને મોકલી દઈ પોતે ઘર છોડીને નળિયાદ સ્થિત ખાલી ઘરમાં જઈને રહ્યા.કે જ્યાં તેઓ ધીરે ધીરે સાજા થયા.
2. જ્યારે તેમણે ઈંગ્લેન્ડ જઈને ભણવા જેટલા પૈસા ભેગા કરી લીધા ત્યારે તેમણે ત્યાં જવા માટે પરવાનો તેમજ ટીકીટ બુક કરાવી કે જે તેમના વી. જે. પટેલ ના સંક્ષીપ્ત નામે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પટેલને ત્યાં આવી. વિઠ્ઠલભાઈની પણ ઈંગ્લેન્ડ જઈ ભણવાની યોજના હતી અને તેથી તેમણે તેમના નાના ભાઈ વલ્લભભાઈ ને ઠપકો આપતા કહ્યું કે મોટો ભાઈ નાના ભાઈની પાછળ જાય તે સારું ના લાગે અને ત્યારે સમાજમાં કુટુંબની આબરુને ધ્યાનમાં રાખી વલ્લભભાઈએ તેમના મોટા ભાઈને તેમની જગ્યાએ જવા દીધા. તેમણે તેમના મોટા ભાઈનો ઈંગ્લેન્ડ ખાતેનો ખર્ચ ઉપાડ્યો અને તે ઉપરાંત પોતાના ધ્યેય માટે પણ બચત કરવા માંડી.
3. પત્નીના અવસાન પછી વલ્લભભાઈએ પુનઃલગ્ન નહીં કરવાનું નક્કી કર્યું હતું. તેમણે તેમના બાળકોનો ઉછેર કુટુંબની મદદથી કર્યો તથા મુંબઈ સ્થિત અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મુક્યા હતા. ૩૬ વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે ૩૬ મહીનાનો અભ્યાસક્રમ ૩૦ મહીનામાં પતાવી વર્ગમાં પહેલા સ્થાને આવ્યા.
4. 1917માં તેઓ પ્રથમ વખત અમદાવાદના સેનિટેશન કમિશનર તરીકે ચૂંટાયા હતા.
5. 1924 થી 1928 સુધી તેઓ મ્યુનિસિપલ કમિટીના ચેરમેન હતા.
6. 1917માં તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, આ એક એવી રાજકીય સંસ્થા જેને ગાંધીજીને તેમના અભિયાનોમાં ખૂબ મદદ કરી હતી.
7. એકવાર લડત દરમિયાન ગાંધીજી અને અન્ય ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી અને દમનની નીતિ અપનાવવામાં આવી હતી. વલ્લભભાઈ પટેલ ગાંધીજી સાથે યરવડા જેલમાં બંધ હતા અને તેઓ ત્યાં જાન્યુઆરી 1932 થી મે 1933 સુધી સોળ મહિના સુધી સાથે રહ્યા હતા.
8. એક વર્ષથી ઓછા સમયમાં રજવાડાઓને 562 થી ઘટાડીને 26 વહીવટી એકમો અને ભારતના લગભગ 80 મિલિયન લોકો સુધી લોકશાહી લાવી શક્યા હતા. જેમાં લગભગ 27 ટકાનો લઘુમતિઓનો સમાવેશ થાય છે. રાજ્યોના એકીકરણને ચોક્કસપણે વલ્લભભાઈ પટેલના જીવનની સૌથી મોટી સિદ્ધિ ગણાવી શકાય છે.
9. વલ્લભભાઈ પટેલ આમ તો ભારતની સ્વતંત્રતાના મુખ્ય શિલ્પી અને રક્ષક હતા અને દેશની આઝાદીને મજબૂત કરવામાં તેમનું યોગદાન અજોડ છે.
*🙏અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ ને તેમની પુણ્યતિથિ નિમિત્તે કોટી કોટી વંદન🙏*
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો