ખીલો અને સંબંધ
પતિના વારંવાર નાં ગુસ્સાથી કંટાળી ગયેલલી પત્નીએ તેની પતિંને ખીલાથી ભરેલી બેગ આપી અને કહ્યું, "જેટલી વાર ગુસ્સો આવે તેટલી વખત થેલીમાંથી ખીલો કાઢીને વાડાની દિવાલ પર ઠોકી દેવાનો !"
બીજા દિવસે પતિને ગુસ્સો આવતાં જ તેણે વાડાની દીવાલ પર ખીલો માર્યો. તેણેઆ પ્રક્રિયા ઘણાં દિવસો સુધી સતત ચાલુ રાખી.
ધીરે ધીરે, તે સમજવા લાગ્યો કે ખીલા પર હથોડી મારવાના નિરર્થક પ્રયત્નો કરવા કરતાં તેના ગુસ્સાને કાબૂમાં રાખવું વધુ સારું છે અને ધીમે ધીમે તેની વાડાની દિવાલ પર ખીલાને ઉપર હથોડા મારવાની સંખ્યા ઘટતી ગઈ.
એક દિવસ એવો પણ આવ્યો કે પતિએ દિવસ દરમિયાન એક પણ ખીલો માર્યો ન હતો.
તેણે ખુશીથી આ વાત તેના પત્નીને જણાવી. તે ખૂબ જ પ્રસન્ન થઇ અને બોલી, હવે એક કામ કરો "જે દિવસે તને લાગશે કે મને એક વખત પણ ગુસ્સો આવ્યો નથી, ત્યારે હથોડા મારેલા ખીલામાંથી એક દિવાલ માંથી ખીલો કાઢી
નાંખવો."
પતિ પણ તેમ કરવા લાગી. એક દિવસ એવો પણ આવ્યો કે દિવાલમાં એક ખીલો પણ બચ્યો ન હતો. તેણે ખુશીથી આ વાત તેના પત્નીને જણાવી.
પત્ની એ પતિનેને દોરીને વાડાની દિવાલ પાસે લઈ ગઇ અને ખીલા કાણાં બતાવીને પૂછ્યું, "શું તું આ કાણાં ભરી શકીશ?"
પત્નીએ તેના ખભા પર હાથ મુકીને કહ્યું, "હવે સમજો, તમે ગુસ્સામાં જે કઠોર શબ્દો બોલો છો, તેનાથી બીજાના હૃદયમાં એવું કાણું પાડી દે છે, જે ભવિષ્યમાં તમે ક્યારેય ભરી નહીં શકે!"
સારાંશ:-
જ્યારે પણ તમને ગુસ્સો આવે ત્યારે વિચારો કે તમે પણ કોઈના દિલ પર હથોડા થી ખીલો મારશો કે શું..?
- અજ્ઞાત
- નયના જે. સોલંકી
- આંખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો