હદયની ભાષા
કેલેન્ડર હંમેશા તારીખને બદલે છે, પરંતુ એક દિવસ એવો આવે છે જ્યારે તારીખ આખું કેલેન્ડર જ બદલી નાખે છે.
એટલે હંમેશા ધીરજ રાખો સાહેબ..
દરેકનો સમય એકવાર તો જરૂર આવે જ છે.
ઘા ખમીને પણ અને વેદના ઝીરવીને પણ ટટ્ટાર ઊભા રહેવું પડતું હોય છે...સાહેબ...
જે જીરવી શકે છે તે જ જીતી શકે છે..
'ગુસ્સો'અને' અહંકાર' જીવનમાં ક્રેડિટ કાર્ડ જેવા છે...સાહેબ...
હમણાં વાપરો અને પછી એની કિંમત ચૂકવો...
જિંદગીમાં ક્યારેય એટલું પણ કોમ્પ્રોમાઇઝ ના કરી લેવું કે,
લોકો ભૂલી જાય કે તમે માણસ છો…
વહી ગયેલી જિંદગીના આજે દરેક પત્તા ખોલ્યા...
ત્યારે સમજાયું કે મુઠ્ઠી ની જરૂરિયાત સામે પ્રભુએ ખોબે ખોબે આપ્યું છે...!
(સંકલિત)
- નયના સોલંકી
- આંખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો