દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે, ભારતીય નૌકાદળ કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે. આંતરિક સુરક્ષા હોય કે દરિયાઈ વેપાર, ભારતીય નૌકાદળ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે.
"દેશની સેનાએ ભારતનું ગૌરવ છે. ભારતમાં અત્યાર સુધી થયેલા બહારી હુમલાઓ જમીની માર્ગે કરવામાં આવ્યા છે તેનું કારણ ભારતીય નૌકાદળ દળ છે, જેની સામે દુશ્મનો જળમાર્ગમાં ટકી શકતા નથી. ભારતની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે. આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ પોતાનું કામ કરે છે. નૌકાદળના આ મહત્વ અને સિદ્ધિઓને સલામ કરવા માટે, ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસનું ઐતિહાસિક મહત્વ પણ છે."
નૌકાદળનો ઇતિહાસ :-
* યુદ્ધ જહાજોની પ્રથમ ટુકડી 5 સપ્ટેમ્બર 1612ના રોજ ભારતમાં આવી હતી.
* તેને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દરિયાઈ દળ દ્વારા બોલાવવામાં આવ્યું હતું.
* 1668માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના દરિયાઈ દળનું નામ બદલીને 'બોમ્બે મરીન' રાખવામાં આવ્યું હતું.
* 1830 માં, બોમ્બે મરીનનું નામ બદલીને 'હર મેજેસ્ટીઝ ઈન્ડિયન નેવી' રાખવામાં આવ્યું.
* 1892માં તે 'રોયલ ઈન્ડિયન મરીન' તરીકે જાણીતી બની હતી.
*આ સમય સુધીમાં 50 થી વધુ જહાજો તેમની અંદર ઉમેરવામાં આવ્યા હતા.
*સુબેદાર લેફ્ટનન્ટ ડીએન મુખર્જી ભારતીય તરીકે આ નૌકાદળમાં કમિશન કરાયેલા પ્રથમ વ્યક્તિ હતા.
*તેઓ 1928માં રોયલ ઈન્ડિયન મરીનમાં એન્જિનિયર ઓફિસર તરીકે જોડાયા હતા.
*રોયલ ઈન્ડિયન મરીનને 1934માં 'રોયલ ઈન્ડિયન નેવી' બનાવવામાં આવી હતી.
*બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ ઈન્ડિયન નેવીમાં આઠ યુદ્ધ જહાજોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
*આ યુદ્ધના અંત સુધીમાં, 117 યુદ્ધ જહાજો સુધીનો ઉમેરો થયો હતા.
* વાઈસ એડમિરલ આર.ડી. કટારીએ 22 એપ્રિલ 1958ના રોજ પ્રથમ ભારતીય નૌકાદળના વડા તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.
ઘટના:-
*1971માં ભારત-પાકિસ્તાન થયું હતું.
*યુદ્ધ દરમિયાન, પાકિસ્તાને 3 ડિસેમ્બરે ભારતીય એરપોર્ટ પર હુમલો કર્યો હતો.
*તેમના આક્રમક હુમલાઓના જવાબમાં, ભારતીય નૌકાદળે 4 અને 5 ડિસેમ્બરની રાત્રે હુમલાનું આયોજન કર્યું, કારણ કે પાકિસ્તાન પાસે બોમ્બમારો કરવા માટે વિમાન નહોતું.
*આ હુમલા દરમિયાન પાકિસ્તાની નેવીના સેંકડો જવાનો માર્યા હતા. કોમોડોર કાસરગોડ પટ્ટનશેટ્ટી ગોપાલ રાવે ભારતીય નૌકાદળના સમગ્ર ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. *ભારતીય નૌકાદળની સફળતાની ઉજવણી કરવા દર વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસ ઉજવવામાં આવે છે.
જાણી અજાણી વાતો:-
*જામનગરમાં વાલસુરા ખાતે ઇન્ડિયન નેવી આવેલી છે. જામ સાહેબે 600 એકર જમીન દાનમાં આપી હતી.
*અહીં 1948માં નૌસેના ઇલેકટ્રીકલ એન્જીનીયરિંગ સ્કૂલની સ્થાપના કરવામાં આવી હતી.
*26 જાન્યુઆરીએ જયારે ભારત એક પ્રજાકસતાક દેશ બન્યો ત્યારે તેનું નામ બદલાવીને INS વાલસુરા કરવામાં આવ્યું હતું.
*કમાન્ડર DHR દાદાભાઈ પ્રથમ ભારતીય કામડિંગ ઓફિસર હતા.
(સંકલિત)
- નયના જે સોલંકી
- આંખો
- સુરત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો