સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

24 ડિસેમ્બર 2023

મોટીવેશન વાર્તા - 11 (મનની શાંતિ)



 મનની શાંતિ


      નાના ગામમાં રહેતા એક સામાન્ય સ્થિતિના ખેડુતની હાથમાં પહેરવાની ઘડિયાળ ખોવાઇ ગઇ. ઘડિયાળ જુના જમાનાની હતી પરંતું ખેડુત માટે તો એ અમૂલ્ય હતી, કારણ કે આ ઘડિયાળ કોઇ ખાસ વ્યક્તિએ ભેટમાં આપી હતી. 

    ઘડિયાળ શોધવા માટે ખેડુતે આકાશ પાતાળ એક કર્યા. ગુસ્સામાં બરાડા પાડતા પાડતા ઘરનો એક એક ખુણો જોયો પણ ક્યાંય ઘડિયાળ ના મળી.

    એટલે એને વિચાર આવ્યો કે હું નાના બાળકોની મદદ લઉં કારણ કે હું જ્યાં નથી જોઇ શકતો કે નથી જઇ શકતો ત્યાં આ બાળકો જોઇ શકશે અને જઇ શકશે. 


      તેને બાળકોને લાલચ આપી કે જે મારી કાંડા ઘડિયાળ શોધી આપશે એને હું ૧૦૦ રૂપિયાનું ઇનામ આપીશ. ઘડિયાળ ઘરમાં જ ક્યાંક ખોવાઇ છે પણ મને મળતી નથી. ઇનામની વાત સાંભળીને બધા જ બાળકો આનંદમાં આવી ગયા. 

     બધા બાળકો ઘડિયાળ શોધવામાં લાગી ગયા. બધા જ રૂમમાં બાળકો ગયા અને જ્યાં જ્યાં ઘડિયાળ મુકી શકાય એવા બધા જ સ્થાન પર જોયુ. ૨-૩ કલાકની મહેનત પછી પણ પરિણામ શૂન્ય આવ્યુ એટલે બધા બાળકોએ નિરાશ થઇને ઘડિયાળની શોધના અભિયાનને ત્યાં જ પૂર્ણ કર્યુ.

    થોડીવાર પછી એક બાળક આવ્યો અને પેલા ખેડુતને કહ્યુ , "હું આપની ઘડિયાળ શોધી આપુ પણ શરત માત્ર એટલી જ કે મારી સાથે રૂમમાં બીજુ કોઇ ના આવવું જોઇએ" ખેડુતને તો પોતાની ઘડિયાળ જોઇતી હતી એટલે એણે તો બાળકની વાત સ્વિકારી અને પેલા બાળકે ઘડિયાળની શોધ આદરી.


  થોડીવારમાં એ હાથમાં ઘડિયાળ લઇને બહાર આવ્યો. ખેડુતને થયુ કે ક્યાંક આ બાળકે ઘડિયાળ ચોરીને સંતાડી તો નહી દીધી હોયને..? અમે બધાએ કલાકોની મહેનત કરી તો પણ ઘડિયાળ ન મળી અને આ માત્ર થોડી મિનિટોમાં શોધી લાવ્યો...!!! એણે બાળકને પુછ્યુ કે તે આ ઘડિયાળ કેવી રીતે શોધી...?

   બાળકે કહ્યુ કે બીજો વિશેષ પ્રયત્ન કરવાની કોઇ જરૂર જ ન હતી. હું રૂમમાં ગયો અને બહારના બારી બારણા બંધ કર્યા અને પછી કાન સરવા કરીને અવાજ સાંભળવા પ્રયાસ કર્યો તો મને ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાયો અને અવાજની દિશામાં જઇને જોયુ તો ઘડીયાળ મળી ગઇ. 


  સારાંશ :-   ઓરડાની શાંતિ ઘડિયાળ શોધવામાં મદદરૂપ થઇ તેમ મનની શાંતિ જીવનમાં ઉભી થતી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં મદદરૂપ થશે. 

    આપણે પણ બહારના નોકરી-ધંધો-વ્યવસાયરૂપી બારી બારણા બંધ કરીને થોડીવાર અંતરાત્માનો અવાજ સાંભળવાની જરુર છે.


(સંકલિત)

- નયના જે સોલંકી

- આંખો

ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.