ડૉ. વિક્રમ સારાભાઈ
નામ :- ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ
જન્મ તારીખ :- 12/08/1919
જન્મ સ્થળ શહેર :- અમદાવાદ
જન્મ રાજ્ય :- ગુજરાત
પિતાનું નામ :- અંબાલાલ
માતાનું નામ :- સરલાબેન
અભ્યાસ :- પી.એચ. ડી.
જીવન સાથી :- મૃણાલિની સારાભાઈ
સંતાનો :- કાર્તિકેય અને મલ્લિકા
પુરસ્કારો :- પદ્મભૂષણ, પદ્મવિભૂષણ
અવસાન :- 30/12/1971
*જાણી અજાણી વાતો:-
1. તેમના લગ્ન જાણીતા નૃત્યકાર મૃણાલિની સારાભાઈ સાથે થયા હતા.
2. ભટનાગર પુરસ્કાર (૧૯૬૨)
3. ભૌતિક વિજ્ઞાન વિભાગના પ્રમુખ, ભારતીય વિજ્ઞાન મહાસભા (૧૯૬૨)
4. પદ્મભૂષણ (૧૯૬૬)
5. ઇન્ટરનેશનલ એટમિક એજન્સી (I.A.E.A) ની ૧૪મી
6.જનરલ શિબિરના પ્રમુખ (૧૯૭૦)
7. 'પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ' પરની સંયુક્ત
રાષ્ટ્રસંઘની ચોથી શિબિરના પ્રમુખ (૧૯૭૧)
8. પદ્મવિભૂષણ (૧૯૭૨) મરણોત્તર
9. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા વિક્રમ સારાભાઇની પ્રથમ પુણ્યતિથી (૩૦ ડિસેમ્બર ૧૯૭૨) પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.
10. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદની સ્થાપના.
11. અટિરા (ATIRA-Ahmedabad Textile Industrial Research Association) ની સ્થાપના.
12. ડૉ. સારાભાઈના પ્રયત્નોથી ૧૯૭૫માં ભારતીય ઉપગ્રહ આર્યભટ્ટને રશિયાના કોસ્મોડ્રોમથી પૃથ્વીની બહારની કક્ષામાં મુકવામાં આવ્યો.
13. એક્સપેરિમેન્ટલ સેટેલાઈટ કોમ્યુનિકેશન અર્થ સ્ટેશન તેમજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) દ્વારા તેમણે ભારતને અવકાશ યુગમાં ઉચ્ચ સ્થાને પહોચાડ્યું. આથી તેઓને અવકાશ યુગના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
14. ૧૯૩૯ થી ૧૯૪૫ દરમિયાન તેઓએ નોબેલ પારિતોષિક વિજેતા ડૉ. સી. વી. રામનના માર્ગદર્શન નીચે ભારતીય વિજ્ઞાન સંસ્થાન, બેંગલુરુમાં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે સંશોધન કર્યું.
15. ૧૯૪૦માં ગણિત અને પદાર્થ વિજ્ઞાનના વિષય સાથે સેન્ટ જોહ્નસ કૉલેજમાંથી તેમણે ટ્રીપોસની પદવી મેળવી હતી અને ૧૯૪૭માં યુ.કે.ની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં 'કોસ્મિક રે ઇન્વેસ્ટિગેશન ઇન ટ્રોપીકલ લેટિટ્યૂડ્ઝ' એ વિષય પર શોધ નિબંધ રજૂ કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી.
દક્ષિણ ભારતમાં આવેલું ત્રિવેન્દ્રમ કે જે તિરુવનંતપુરમ્ તરીકે પણ ઓળખાય છે તેમાં આવેલી સંશોધન સંસ્થાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્રનું નામ આપવામાં આવ્યું છે. આ કેન્દ્રમાં રોકેટમાંના ભૌતિક અને પ્રવાહી ગતિવાહકો પર સંશોધન થાય છે. અમદાવાદના બીજા ઉદ્યોગપતિઓ સાથે તેમણે પ્રસિદ્ધ આઇ.આઇ.એમ. અને એન.આઇ.ડી ની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.
(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો