A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
સંપર્ક : Contact
30 ઑગસ્ટ 2023
27 ઑગસ્ટ 2023
કવિની મથામણ
નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
એટલો તને
ઓળખ્યો, વ્હાલા
ઓળખું જરાય નહિ,
લાખ લીટીએ લખું તોયે,
લખ્યો લખાય નહિ, …એટલો
સૂરજ-તાપના જેટલો તીખો
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ. …એટલો
યુગયુગોની ચેતના જેવડો
વરસ્યો વરણાય નહિ,
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહિ. …એટલો
– હસમુખ પાઠક
પ્રશ્નો :
(1) કવિએ ‘હાલા’ સંબોધન કોના માટે કર્યું છે?
(2) કવિએ ઈશ્વરને ઓળખવા યોજેલાં કોઈ પણ બે ઉપનામો લખો.
(3) કવિએ આ કાવ્યમાં શી મથામણ અનુભવી છે?
(4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ દર્શાવો.
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિએ ‘લા’ સંબોધન ઈશ્વર માટે કર્યું છે.
(2) કવિએ ઈશ્વરને ઓળખવા માટે યોજેલાં બે ઉપનામો: “યુગયુગોની ચેતના” અને “જનમોજનમનાં
હેત’.
(3) કવિ ઈશ્વરને સંપૂર્ણપણે કેમ ઓળખવો, એનું વર્ણન કેમ કરવું, એનો સ્પર્શ કેમ કરવો, એને હાથમાં કેમ ઝીલવો અને એની સાથે કેમ પરણવું એની મથામણ અનુભવે છે.
(4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ:
સૂરજ-તાપના જેટલો તીખો,
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: કવિની મથામણ
25 ઑગસ્ટ 2023
જીવનદીક્ષા
નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પીઠે
બાંધ્યા મણમણ તણા બોજ, ને
ચાલવાનું
વાંકાચૂકા ચઢઊતરના દીર્ઘ માર્ગો પર હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સોને અમૃતમય દેવાં બનાવી કલાથી:
આવા મોંઘા કઠિન કપરા જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માંગું છું અન્ય ભિક્ષા?
જન્મી હી કુટિલ વ્યવહાર શકું કેડી કોરી,
જો વૈષમ્ય અકુટિલ રહું સાચવી સાચદોરી.
સીંચી સીંચી જલહૃદયનાં પથરાળી ધરામાં
મેં ઉગાડું, કંઈ વહી
શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તોયે જમ્મુ મુજ હું સમજું લાગિયું કાંક લેખે,
જો તું દે ના જગતગુરુ ઓ ! આટલી એક ભિક્ષા
તો હું યાચું, દઈશ ન કદી
જન્મની ફેર શિક્ષા.
– સુંદરજી
બેટાઈ
પ્રશ્નો:
(1) માનવીએ કેવા માર્ગે ચાલવાનું છે?
(2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન શા માટે કહે છે?
(3) કવિ પ્રભુ પાસે શી દીક્ષા માગે છે?
(4) પ્રભુ કવિને ઈચ્છિત ભિક્ષા ન આપે તો કવિ બીજું શું માગે છે? શા માટે?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) માનવીએ ચિંતાઓ અને જવાબદારીઓનો
ભારે બોજ ઊંચકીને જીવનના વાંકાચૂકા, ઊંચાનીચા અને લાંબા માર્ગે ચાલવાનું છે.
(2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન કહે છે, કારણ કે મનુષ્ય વખતોવખત પોતાના હૈયાના અમૃતરસમાં સંસાર
તરફથી મળતાં વિષને સમાવી લઈ તેને અમૃતમય બનાવવાની કલા કેળવવી પડે છે.
(3) કુટિલ વ્યવહારોવાળા જગતમાં જન્મેલા કવિ જગતની અનેક વિષમતાઓ
વચ્ચે પણ સત્યનું સૂત્ર પકડી રાખીને અકુટિલ રહેવાની પ્રભુ પાસે દીક્ષા માગે છે.
(4) પ્રભુ કવિને ઇચ્છિત ભિક્ષા ન આપે તો કવિ પુનર્જન્મથી મુક્તિ
માગે છે, કારણ કે જેને સાર્થક ન બનાવી શકાય એવું જીવન કવિને ખપતું
નથી.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: જીવનદીક્ષા
24 ઑગસ્ટ 2023
24 , ઓગષ્ટ ,વિશ્વ ગુજરાતી દિવસ - કવિ નર્મદ જન્મજયંતી
કાવ્યાર્થ ગ્રહણ વખતે ધ્યાનમાં રાખવાની બાબત.
કાવ્યાર્થ ગ્રહણ વખતે
ધ્યાનમાં રાખવાની બાબત.
‘પદ્યાર્થગ્રહણ’ કે ‘પદ્યસમીક્ષા’ એટલે કાવ્યનો ભાવાર્થ સારી રીતે સમજવો
અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવા.
1. આપેલા કાવ્યને શાંત – સ્વસ્થચિત્તે બે-ત્રણ વાર વાંચી જાઓ.
કાવ્ય વાંચતાં પહેલાં એક વાર પ્રશ્નો વાંચી લેવા જોઈએ.
2. કાવ્યમાં રહેલા મુખ્ય વિચારને સમજવાનો પ્રયત્ન કરો.
તેમાં રહેલી કલ્પના કે અલંકારને સમજવાનો પ્રયત્ન કરો.
કાવ્યમાં આવતા અઘરા શબ્દો સમજવા માટે પૂર્વાપર સંબંધનો ઉપયોગ કરવો.
૩. એક-એક
પ્રશ્ન વાંચીને તેનો ઉત્તર કાવ્યમાંથી શોધી કાઢો.
ઉત્તરોને લગતા મુદ્દાઓની એક રફ પાના પર નોંધ કરો. બધા
પ્રશ્નોના ઉત્તરો માટેના મુદ્દા નોંધી લીધા બાદ તેમના આધારે પ્રશ્નોના ઉત્તર લખો.
4. ઉત્તરો ટૂંકા, મુદાસર અને પોતાની ભાષામાં જ લખવા જોઈએ.
કાવ્યની ભાષા ભલે અઘરી હોય પણ એના પર આધારિત પ્રશ્નનો ઉત્તર
લખવાનો હોય ત્યારે સરળ ભાષામાં લખવો. કોઈ પણ ઉત્તર ચાર-પાંચ વાક્યોથી વધુ વિસ્તૃત
ન થવો જોઈએ.
5. તમારા ઉત્તરોના લખાણમાં જોડણી, વિરામચિહ્નો વગેરે પર ખાસ ધ્યાન આપો.
જો લખાણની ભાષા શુદ્ધ નહીં હોય, તો ગુણ કપાઈ જવાની શક્યતા છે.
6. શીર્ષકઃ કાવ્યના ભાવ અથવા વિચારનું પ્રતિબિંબ પડતું હોય એવું અને ટૂંકું
શીર્ષક આપવું.
શીર્ષક કાવ્યનો આત્મા છે, તેથી શીર્ષક આપતી વખતે આ બાબત ધ્યાનમાં રાખવી.
7. લખેલા ઉત્તરો એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવા.
હવે કાવ્યસમીક્ષા માટે અહીં આપેલાં કાવ્યો અને તેમના
પ્રશ્નોત્તરોનો ચીવટપૂર્વક અભ્યાસ કરો.
23 ઑગસ્ટ 2023
ધોરણ 9 થી 12 ના પ્રથમ પરીક્ષાના માળખા મેળવો.
TAT (HS) અગત્યની જાહેરાત
પ્રજાસત્તાકદિનની ઉજવણીનો અહેવાલ
તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાકદિનની ઉજવણીનો અહેવાલ
એકસો શબ્દોમાં તૈયાર કરો.
સુરત.
તા. 28 – 01 – 2023
વિષય : પ્રજાસત્તાકદિનની ઉજવણીનો
26મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાકદિનની દબદબાભેર ઉજવણી કરવામાં
આવી હતી.અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાડા સાત : વાગ્યે શાળામાં
આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયાં હતાં.
ધોરણ 10ની પરીક્ષામાં 92 % ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી આશિષ મિસ્ત્રીના વરદ
હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.
આશિષે તેના
વક્તવ્યમાં દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી
કાર્યો કરવાનો દઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌને ૬ પતાસાં વહેંચવામાં
આવ્યાં.
પ્રજાસત્તાકદિન
નિમિત્તે શાળાના પ્રાર્થનાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં
આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક
કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો,
“અમર શહીદ નામનું એકાંકી અને
એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ધોરણ 8થી 12ના લગભગ 200 વિદ્યાર્થી ભાઈબહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાકદિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી
બની રહ્યો.
કાર્યક્રમને
અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા
વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા.
અગિયાર
વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી.
22 ઑગસ્ટ 2023
શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
· તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
સુરત.
તા. 08 – 08 – 2023
વિષય : સ્વચ્છતા જાગૃતિ અભિયાન બાબતે.
અમારી ............................. શાળામાં ગયા અઠવાડિયે તા. 07 –
08 – 2023ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં
વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શિક્ષકો અને
વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી.શાળાના સૌ કોઈએ આ
પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો.
આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના
પ્રયોગોની ઝાંખી કરાવવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત
કેટલાંક સાધનો વિદ્યાર્થીઓએ જાતે બનાવીને મૂક્યાં હતાં.
મહાન
વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને
ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ શોભતા હતા. ભૂગોળ વિભાગમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર
વગેરેનાં ચિત્રો અને મૉડેલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ઇતિહાસ
વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય
વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો, તેમનાં જીવન અને કૃતિઓની ઝાંખી સાથે શોભતી હતી. કેટલાક કવિઓનાં હસ્તલિખિત
કાવ્યોના ચાર્ટ્સ પણ ગોઠવ્યા હતા. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ
જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ
હતો.
હૉલમાં
વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વરસ્તુતિ અને કેટલાંક કાવ્યોના ગાનની રેકર્ડ
સતત સાંભળવા મળતી હતી.આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શહેરના અગ્રગણ્ય નાગરિકોએ લીધો હતો.
· તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.
સુરત.
તા. 08 – 08 – 2023
વિષય : સ્વચ્છતા જાગૃતિ અભિયાન બાબતે.
અમારી ............................. શાળામાં ગયા અઠવાડિયે તા. 07 –
08 – 2023ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં
વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શિક્ષકો અને
વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી.શાળાના સૌ કોઈએ આ
પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો.
આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના
પ્રયોગોની ઝાંખી કરાવવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત
કેટલાંક સાધનો વિદ્યાર્થીઓએ જાતે બનાવીને મૂક્યાં હતાં.
મહાન
વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને
ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ શોભતા હતા. ભૂગોળ વિભાગમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર
વગેરેનાં ચિત્રો અને મૉડેલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી.
ઇતિહાસ
વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય
વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો, તેમનાં જીવન અને કૃતિઓની ઝાંખી સાથે શોભતી હતી. કેટલાક કવિઓનાં હસ્તલિખિત
કાવ્યોના ચાર્ટ્સ પણ ગોઠવ્યા હતા. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ
જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ
હતો.
હૉલમાં
વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વરસ્તુતિ અને કેટલાંક કાવ્યોના ગાનની રેકર્ડ
સતત સાંભળવા મળતી હતી.આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શહેરના અગ્રગણ્ય નાગરિકોએ લીધો હતો.
21 ઑગસ્ટ 2023
TAT (HS) ના પરિણામ નું જાહેર નામુ.
લાગણીની પરિભાષા - 5
પરિભાષા દિલની
વગર ચોપડીએ જે ઘણું બધું શીખવી જાય,
બસ એનું જ નામ જિંદગી..
જીવન ના પુસ્તક માં એક તથ્ય ઊમેરી દેજો સાહેબ...
દોસ્ત વગર નું અધુરુ જીવન નું આ સત્ય ઉમેરી દેજો...
વિચારી ને...અટવાઈ... જવા કરતાં,
પરિસ્થિતિ મુજબ...ઘડાઈ.... જવું સારું..
- અજ્ઞાત
લાગણીની પરિભાષા - 4
પરિભાષા દિલની
આવતીકાલે આપણી પાસે, વધુ સમય હશે,
એ આપણા જીવનનો મોટામાં મોટો ભ્રમ છે...
શબ્દો જ માણસનું મૌન તોડે છે,
અને શબ્દો માણસને મૌન કરી દે છે.
સમાધાન નો હિસ્સો બનવું...
સમસ્યા નો નહીં...
જેને સપનાઓ જોવા છે એને રાત નાની લાગે છે અને
જેને સપનાઓ પુરા કરવા છે એને દિવસ નાનો લાગે છે...
સુખ એટલે...
નહિ ધારેલી...
નહિ માંગેલી...
અને છતાં ખુબ ઝંખેલી...
કોઈ કીંમતી પળ...
- અજ્ઞાત
મારા વિશે
- N. J. Solanki
- SURAT, Gujarat , India
- Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.