નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
એટલો તને
ઓળખ્યો, વ્હાલા
ઓળખું જરાય નહિ,
લાખ લીટીએ લખું તોયે,
લખ્યો લખાય નહિ, …એટલો
સૂરજ-તાપના જેટલો તીખો
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ. …એટલો
યુગયુગોની ચેતના જેવડો
વરસ્યો વરણાય નહિ,
જનમોજનમ હેતના જેવડો
પરણ્યો પરણાય નહિ. …એટલો
– હસમુખ પાઠક
પ્રશ્નો :
(1) કવિએ ‘હાલા’ સંબોધન કોના માટે કર્યું છે?
(2) કવિએ ઈશ્વરને ઓળખવા યોજેલાં કોઈ પણ બે ઉપનામો લખો.
(3) કવિએ આ કાવ્યમાં શી મથામણ અનુભવી છે?
(4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ દર્શાવો.
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) કવિએ ‘લા’ સંબોધન ઈશ્વર માટે કર્યું છે.
(2) કવિએ ઈશ્વરને ઓળખવા માટે યોજેલાં બે ઉપનામો: “યુગયુગોની ચેતના” અને “જનમોજનમનાં
હેત’.
(3) કવિ ઈશ્વરને સંપૂર્ણપણે કેમ ઓળખવો, એનું વર્ણન કેમ કરવું, એનો સ્પર્શ કેમ કરવો, એને હાથમાં કેમ ઝીલવો અને એની સાથે કેમ પરણવું એની મથામણ અનુભવે છે.
(4) ઈશ્વરના સ્વરૂપમાં રહેલો વિરોધાભાસ સૂચવતી પંક્તિઓ:
સૂરજ-તાપના જેટલો તીખો,
અડ્યો અડાય નહિ,
ચંદર-ચાંદની જેટલો મીઠો
ઝાલ્યો ઝલાય નહિ.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: કવિની મથામણ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો