તમારી શાળામાં ઉજવાયેલા પ્રજાસત્તાકદિનની ઉજવણીનો અહેવાલ
એકસો શબ્દોમાં તૈયાર કરો.
સુરત.
તા. 28 – 01 – 2023
વિષય : પ્રજાસત્તાકદિનની ઉજવણીનો
26મી જાન્યુઆરીના રોજ અમારી શાળામાં પ્રજાસત્તાકદિનની દબદબાભેર ઉજવણી કરવામાં
આવી હતી.અમારી શાળાના સૌ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સવારે સાડા સાત : વાગ્યે શાળામાં
આવી પહોંચ્યા હતા. કાર્યક્રમ શરૂ થતાં પહેલાં અમે સૌ મેદાન પર ગોઠવાઈ ગયાં હતાં.
ધોરણ 10ની પરીક્ષામાં 92 % ગુણ મેળવી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી આશિષ મિસ્ત્રીના વરદ
હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું.
આશિષે તેના
વક્તવ્યમાં દેશના નામી અનામી શહીદોનું સ્મરણ કર્યું અને સૌને દેશ માટે ઉપયોગી
કાર્યો કરવાનો દઢ સંકલ્પ કરવા સૂચવ્યું. ત્યારબાદ સૌને ૬ પતાસાં વહેંચવામાં
આવ્યાં.
પ્રજાસત્તાકદિન
નિમિત્તે શાળાના પ્રાર્થનાખંડમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં
આવ્યું હતું. શાળાનો પ્રાર્થનાખંડ સરસ રીતે શણગારવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક
કાર્યક્રમમાં દેશભક્તિનાં ગીતો,
“અમર શહીદ નામનું એકાંકી અને
એકપાત્રી અભિનય વગેરે રજૂ કરવામાં આવ્યાં હતાં. ધોરણ 8થી 12ના લગભગ 200 વિદ્યાર્થી ભાઈબહેનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો. પ્રજાસત્તાકદિનનો આ કાર્યક્રમ અમારા માટે પ્રેરણાદાયી
બની રહ્યો.
કાર્યક્રમને
અંતે શાળાના ટ્રસ્ટી શ્રી ચંપકલાલ શાહે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા
વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી અભિનંદન આપ્યા હતા.
અગિયાર
વાગ્યે કાર્યક્રમ પૂરો થતાં અમે શાળામાંથી વિદાય લીધી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો