વિશ્વ ગુજરાતી ભાષા
“એ વિચારે ફૂલે ગજ ગજ મારી છાતી,
હું ને મારી ભાષા બન્ને છે ગુજરાતી”
- કવિ નર્મદ
ગુજરાતી ભાષા એટલે ગુજરાતીપણાનો ખુમાર.
ગુજરાતી ભાષા એટલે સહજપણે લાગણીઓને વાચા આપતું માધુર્ય.
ગુજરાતી ભાષા એટલે અકથ્યને કથનમાં પરોવતી શબ્દમાળા.
વિશ્વભરમાં વસતા ગુજરાતીઓને ‘વિશ્વ ગુજરાતી ભાષા દિવસ’ની હાર્દિક શુભકામનાઓ.
ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ નર્મદ લાભશંકર દવે ઉર્ફે નર્મદની યાદમાં તેમના જન્મદિન ૨૪ ઑગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.
ગુજરાતી ભાષા માત્ર ગુજરાતની જ સત્તાવાર ભાષા છે એવું નથી, પરંતુ ગુજરાતી ભાષા ગુજરાત ઉપરાંત કેન્દ્રશાસિત દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ પ્રદેશની પણ સત્તાવાર ભાષા છે.
વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૫.૫ કરોડ ગુજરાતી બોલનારા લોકો સાથે ગુજરાતી ભાષા ભારતમાં છઠ્ઠી સૌથી વધુ બોલાતી ભાષા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો