નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
પીઠે
બાંધ્યા મણમણ તણા બોજ, ને
ચાલવાનું
વાંકાચૂકા ચઢઊતરના દીર્ઘ માર્ગો પર હ્યાં;
હૈયા કેરા અમૃતરસમાં ઘોળવાં ઝેર ઝાઝાં,
ને એ સોને અમૃતમય દેવાં બનાવી કલાથી:
આવા મોંઘા કઠિન કપરા જીવને એક દીક્ષા
જો ના દે તું જગતગુરુ! તો માંગું છું અન્ય ભિક્ષા?
જન્મી હી કુટિલ વ્યવહાર શકું કેડી કોરી,
જો વૈષમ્ય અકુટિલ રહું સાચવી સાચદોરી.
સીંચી સીંચી જલહૃદયનાં પથરાળી ધરામાં
મેં ઉગાડું, કંઈ વહી
શકું ઉપરે અંતરે વા,
છો ને રેલો મુજ જીવનનો અન્ય આંખો ન દેખે,
તોયે જમ્મુ મુજ હું સમજું લાગિયું કાંક લેખે,
જો તું દે ના જગતગુરુ ઓ ! આટલી એક ભિક્ષા
તો હું યાચું, દઈશ ન કદી
જન્મની ફેર શિક્ષા.
– સુંદરજી
બેટાઈ
પ્રશ્નો:
(1) માનવીએ કેવા માર્ગે ચાલવાનું છે?
(2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન શા માટે કહે છે?
(3) કવિ પ્રભુ પાસે શી દીક્ષા માગે છે?
(4) પ્રભુ કવિને ઈચ્છિત ભિક્ષા ન આપે તો કવિ બીજું શું માગે છે? શા માટે?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) માનવીએ ચિંતાઓ અને જવાબદારીઓનો
ભારે બોજ ઊંચકીને જીવનના વાંકાચૂકા, ઊંચાનીચા અને લાંબા માર્ગે ચાલવાનું છે.
(2) કવિ મનુષ્યજીવનને મોંધું, કપરું અને કઠિન કહે છે, કારણ કે મનુષ્ય વખતોવખત પોતાના હૈયાના અમૃતરસમાં સંસાર
તરફથી મળતાં વિષને સમાવી લઈ તેને અમૃતમય બનાવવાની કલા કેળવવી પડે છે.
(3) કુટિલ વ્યવહારોવાળા જગતમાં જન્મેલા કવિ જગતની અનેક વિષમતાઓ
વચ્ચે પણ સત્યનું સૂત્ર પકડી રાખીને અકુટિલ રહેવાની પ્રભુ પાસે દીક્ષા માગે છે.
(4) પ્રભુ કવિને ઇચ્છિત ભિક્ષા ન આપે તો કવિ પુનર્જન્મથી મુક્તિ
માગે છે, કારણ કે જેને સાર્થક ન બનાવી શકાય એવું જીવન કવિને ખપતું
નથી.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: જીવનદીક્ષા
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો