ધોરણ : 9 , ગણિત ની બ્લુપ્રિન્ટનો પરિપત્ર
A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
સંપર્ક : Contact
30 જુલાઈ 2023
ધોરણ : 9 , ગણિત,વિજ્ઞાનની બ્લુપ્રિન્ટ
28 જુલાઈ 2023
STD 9 to 12 , ગણિત અને વિજ્ઞાન નો માસવાર અભ્યાસક્રમ 2023-2024
27,જૂલાઈ- અબ્દુલ કલામ જીવન કવન
એ.પી.જે.અબ્દુલ કલામ
26 જુલાઈ 2023
26, જૂલાઈ કારગીલ દિવસ
કારગીલ વિજય દિવસના ઈતિહાસની તારીખ મુજબ સંપૂર્ણ માહિતી મેળવો.
દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર તમારા મિત્રને લખો.
દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર
તમારા મિત્રને લખો.
ઉત્તર:
પરમાર
સ્મિત એ.
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ
– 380 013.
તા.
6 – 9 – 23
પ્રિય મિત્ર અશોક,
સ્મરણ .
હું કુશળ છું
અને તારી કુશળતા ઇચ્છું છું.
તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ
જવા ઇચ્છે છે પરંતુ આ વખતે દિવાળીની રજાઓમાં હું ક્યાંય જવાનો નથી. હું મારા
અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું. દરરોજ વહેલી સવારે પપ્પા
સાથે ફરવા – ચાલવા જવાનો છું. મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ
મારે ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી
ખૂબ સરસ રીતે શીખવી શકે છે. તે અમને અંગ્રેજી બોલતાં શીખવવાના છે. મને ચેસ રમતાં
આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતાં શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે
નિશાળના મેદાનમાં એક કલાક વૉલીબૉલની પ્રેક્ટિસ કરવા જવાના છીએ. આ ઉપરાંત મારે
શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે.
આ બધા કાર્યક્રમોમાં દિવાળીનો તહેવાર પણ
માણવાનો છે જ.
તું પ્રવાસથી
આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું
છું.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.
તારો મિત્ર, સ્મિત
25 જુલાઈ 2023
સ્વાથ્ય સુધારવાની સલાહ આપતો પત્ર લખો.
તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ
આપતો પત્ર લખો.
પરમાર સ્મિત એ.
6,મૈત્રીપાર્ક,સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ
– 380 013.
તા.
6 – 9 – 23
પ્રિય
મિત્ર વિનોદ,
તારો પત્ર
મળ્યો. તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો. પરંતુ તારી નાદુરસ્ત તબિયતના
સમાચાર જાણી ચિંતા થાય છે.
મિત્ર, તું અભ્યાસમાં જેટલી કાળજી રાખે છે તેટલી તારા સ્વાથ્ય માટે કાળજી રાખતો નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ રીતે, શરીરે દુઃખી તો દુઃખી સર્વ રીતે.” A healthy mind in a
healthy body’. આ બધાં સુવાક્યો ફક્ત લખી રાખવા માટેનાં નથી. તેમને આપણે
આપણા જીવનમાં પણ ઉતારવાં જોઈએ.
તારી
તંદુરસ્તી માટે હું કેટલાંક સૂચનો કરું છું અને આશા રાખું છું કે તું તેમનો અમલ
કરીશ. તારે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અડધો કલાક કસરત કરવી જોઈએ. તારે ખોરાકમાં
દૂધ અને ફળો ખાસ લેવાં જોઈએ. તારા રોજિંદા ખોરાકમાં તારે લીલાં શાકભાજી અને
કચુંબરને સ્થાન આપવું જોઈએ. તારે બજારમાં વેચાતી ખુલ્લી ચીજો તો બિલકુલ ન ખાવી
જોઈએ. તારે કબડ્ડી, ખો – ખો, વૉલીબૉલ જેવી રમતો રમવી જોઈએ. દરરોજ સાંજે થોડું ચાલવું
જોઈએ. જો શક્ય હોય, તો તારે યોગાસન અને પ્રાણાયામ શીખી લેવાં જોઈએ. સદાય
પ્રસન્ન રહેવું જોઈએ.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ. દિશાને યાદ.
લિ.
તારો મિત્ર, સ્મિત
24 જુલાઈ 2023
રજાચિઠ્ઠી
·
તમારી બહેનનાં લગ્ન છે. તેથી તમે
નિશાળે જઈ શકો તેમ નથી. તમારા શિક્ષકને તેની જાણ કરતી “રજાચિઠ્ઠી લખો.
ઉત્તર:
પરમાર
સ્મિતા એ.
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ
– 380 013.
તા.
6 – 9 – 23
પૂજ્ય
ગુરુજી,
સાદર પ્રણામ.
મારી મોટી બહેનનાં લગ્ન તા. 8 –
9 – 23 ના રોજ છે. અમે બધાં અત્યારે લગ્નની તૈયારીમાં વ્યસ્ત
છીએ. મારા મામા લગ્નમાં હાજરી આપવા અમેરિકાથી ગઈ કાલે જ અહીં આવ્યા છે. અન્ય
સગાંવહાલાં પણ આવ્યાં છે. આથી હું તા. 6 – 9 – 23 થી તા. 10 –
9 – 23 સુધી શાળાએ આવી શકું તેમ નથી, તો મારી પાંચ દિવસની રજા મંજૂર કરવા મહેરબાની કરશો. શાળામાં
આવ્યા પછી
હું મારું બાકી રહેલું ઘરકામ પૂરું કરી દઈશ.
લિ.
આપની આજ્ઞાંકિત,
પરમાર સ્મિતા એ.
ધોરણ 9, નં. 21
23 જુલાઈ 2023
પિતાજીને પત્ર
તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક
કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.
ઉત્તર:
પરમાર
સ્મિત એ.
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ –
380 013.
તા.
6 – 9 – 23
પૂજ્ય પિતાજી,
સાદરપ્રમાણ.
તમારો પત્ર
મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં
રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય
રહીએ છીએ.
દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને
પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ
અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો. સવારે 7.30થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને
અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.
સાંજે સાડા
પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ – મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે
સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ – દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે
દૂરના સ્થળે ફરવા જવાનું.
આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો
નહિ.
મમ્મીને
મારી યાદ. દાદા – દાદીને મારા પ્રણામ.
લિ.
તમારો પુત્ર, સ્મિત
પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
·
સરનામું: પત્ર લખતી વખતે સૌથી ઉપર
જમણી બાજુના મથાળે પત્ર લખનારે પોતાનું પૂરું નામ તથા સરનામું લખી તેની નીચે તારીખ
લખવી.
Ø
જેને પત્ર લખ્યો હોય તેનું સરનામું
પોસ્ટકાર્ડ કે આંતરદેશીયપત્રમાં ચોક્કસ ખાનામાં લખવું. તેમાં જેને પત્ર લખ્યો હોય
તેનું પૂરું નામ, શેરી કે સોસાયટીનું નામ, ગામ કે શહેરનું નામ તેમજ પીનકોડ નંબર લખવાં. જો પત્રલેખનના પ્રશ્નમાં
પત્રલેખકનું સરનામું આપ્યું હોય, તો એ જ
સરનામું લખવું જોઈએ.
·
સંબોધન પત્રો બે પ્રકારના હોય છેઃ
(1) અંગત પત્ર અને (2) બિનઅંગત પત્ર. પત્રના સમાચાર કે વિગતોમાં આપણે અંગત બાબતો લખી શકીએ છીએ. આપણી
લાગણી વ્યક્ત કરી શકીએ છીએ; તેવા પત્રને “અંગત પત્ર’ કહે છે. તેમાં વડીલોને પૂજ્યકે “આદરણીય’ કે “મુરબ્બી’ એવું
સંબોધન લખાય છે. સરખી ઉંમરનાને “પ્રિય” કે “વહાલા” લખાય છે.
આપણાથી નાની ઉંમરનાને ચિરંજીવી’ કે “વહાલો’ જેવું સંબોધન લખાય છે.
Ø એવી જ રીતે પત્રને અંતે વડીલોને “પ્રણામ’ કે ‘વંદન’ લખાય છે.
સમાન વયનાને યાદ’, ‘શુભેચ્છા’, ‘સ્મરણ’ વગેરે લખાય છે. નાની ઉંમરનાને “આશીર્વાદ’ કે “આશિષ’ લખાય છે.
Ø કેવળ કામકાજની વાતો લખેલી હોય તેવા પત્રને ‘બિનઅંગત પત્ર’ કહે છે. આ પત્રમાં જેને પત્ર લખવામાં આવે છે તેમને માનસૂચક
સંબોધન લખાય છે. જેમ કે “માનનીયશ્રી’, શ્રીમાન’. આ પ્રકારના પત્રને અંતે “આપનો વિશ્વાસુ એવું લખી પત્ર લખનાર પોતાની પૂરી સહી કરે છે. જો પત્રલેખક કોઈ
સંસ્થાના હોદ્દેદાર હોય, તો એમનો હોદો સૂચવતું લખાણ રબર – ટૅમ્પથી છાપવામાં આવે છે.
·
પત્રની વસ્તુ પત્રમાંની વસ્તુ
સ્પષ્ટતાથી લખવી જોઈએ. વિગતો યોગ્ય ક્રમમાં અને જરૂરી ફકરા પાડી લખવી જોઈએ.
પત્રમાં વધુ – પડતી લાગણી કે ભાવુકતા પણ ન દેખાડવી જોઈએ. બિનઅંગત પત્રમાં
હકીકતો તાર્કિક રીતે દર્શાવવી જોઈએ.
Ø પત્રની ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો
મુકાવાં જોઈએ.
મારા વિશે
- N. J. Solanki
- SURAT, Gujarat , India
- Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.