તમારો મિત્ર ભણવામાં હોશિયાર છે, પરંતુ શરીરે નબળો છે. તેને તેનું સ્વાથ્ય સુધારવાની સલાહ
આપતો પત્ર લખો.
પરમાર સ્મિત એ.
6,મૈત્રીપાર્ક,સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ
– 380 013.
તા.
6 – 9 – 23
પ્રિય
મિત્ર વિનોદ,
તારો પત્ર
મળ્યો. તારી પહેલી કસોટીનું પરિણામ જાણી આનંદ થયો. પરંતુ તારી નાદુરસ્ત તબિયતના
સમાચાર જાણી ચિંતા થાય છે.
મિત્ર, તું અભ્યાસમાં જેટલી કાળજી રાખે છે તેટલી તારા સ્વાથ્ય માટે કાળજી રાખતો નથી. ‘શરીરે સુખી તો સુખી સર્વ રીતે, શરીરે દુઃખી તો દુઃખી સર્વ રીતે.” A healthy mind in a
healthy body’. આ બધાં સુવાક્યો ફક્ત લખી રાખવા માટેનાં નથી. તેમને આપણે
આપણા જીવનમાં પણ ઉતારવાં જોઈએ.
તારી
તંદુરસ્તી માટે હું કેટલાંક સૂચનો કરું છું અને આશા રાખું છું કે તું તેમનો અમલ
કરીશ. તારે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અડધો કલાક કસરત કરવી જોઈએ. તારે ખોરાકમાં
દૂધ અને ફળો ખાસ લેવાં જોઈએ. તારા રોજિંદા ખોરાકમાં તારે લીલાં શાકભાજી અને
કચુંબરને સ્થાન આપવું જોઈએ. તારે બજારમાં વેચાતી ખુલ્લી ચીજો તો બિલકુલ ન ખાવી
જોઈએ. તારે કબડ્ડી, ખો – ખો, વૉલીબૉલ જેવી રમતો રમવી જોઈએ. દરરોજ સાંજે થોડું ચાલવું
જોઈએ. જો શક્ય હોય, તો તારે યોગાસન અને પ્રાણાયામ શીખી લેવાં જોઈએ. સદાય
પ્રસન્ન રહેવું જોઈએ.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ. દિશાને યાદ.
લિ.
તારો મિત્ર, સ્મિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો