તમે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરો છો. તમારો દૈનિક
કાર્યક્રમ જણાવતો પત્ર તમારા પિતાજીને લખો.
ઉત્તર:
પરમાર
સ્મિત એ.
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ –
380 013.
તા.
6 – 9 – 23
પૂજ્ય પિતાજી,
સાદરપ્રમાણ.
તમારો પત્ર
મળ્યો. તમને મારી સતત ચિંતા રહ્યા કરે છે તે જાણ્યું. પરંતુ હવે મને છાત્રાલયમાં
રહેવું ગમે છે. અમારા છાત્રાલયનો દૈનિક કાર્યક્રમ જ એવો છે કે અમે સતત પ્રવૃત્તિમય
રહીએ છીએ.
દરરોજ સવારે પાંચ વાગે ઊઠવાનું. દૈનિક ક્રિયા પતાવીને
પ્રાર્થનામાં જોડાવાનું. પછી સફાઈકાર્ય કરવાનું. તેમાં મેદાનસફાઈ ઉપરાંત બાથરૂમ
અને શૌચાલય સફાઈ પણ ખરી જ. પછી સ્નાન કરવાનું. સ્નાન પછી નાસ્તો. સવારે 7.30થી 10.00 વાગ્યા સુધી અભ્યાસ કરવાનો. જમીને
અગિયાર વાગે નિશાળે જવાનું. શાળામાં ભણવાના વિષયો ઉપરાંત સંગીત, ચિત્ર, કમ્યુટર જેવા વિષયો શીખવાના અને રમવાનું તો ખરું જ.
સાંજે સાડા
પાંચ વાગે છાત્રાલય પર આવવાનું. હાથપગ – મોં ધોઈ થોડો આરામ કરવાનો. સાંજે સાત વાગે જમીને ફરવા જવાનું. આઠ વાગે
સમૂહપ્રાર્થના. તેમાં દરરોજ પાંચ – દસ મિનિટની ચિંતનિકા. પછી 10.30 સુધી અભ્યાસ કરી સૂઈ જવાનું. રવિવારે કે રજાના દિવસે બપોર પછી મિત્રો સાથે
દૂરના સ્થળે ફરવા જવાનું.
આમ, અહીં નિયમિત અભ્યાસ સાથે સુટેવોનું ઘડતર થાય છે. તમે મારી જરાય ચિંતા કરશો
નહિ.
મમ્મીને
મારી યાદ. દાદા – દાદીને મારા પ્રણામ.
લિ.
તમારો પુત્ર, સ્મિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો