પત્ર લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો :
·
સરનામું: પત્ર લખતી વખતે સૌથી ઉપર
જમણી બાજુના મથાળે પત્ર લખનારે પોતાનું પૂરું નામ તથા સરનામું લખી તેની નીચે તારીખ
લખવી.
Ø
જેને પત્ર લખ્યો હોય તેનું સરનામું
પોસ્ટકાર્ડ કે આંતરદેશીયપત્રમાં ચોક્કસ ખાનામાં લખવું. તેમાં જેને પત્ર લખ્યો હોય
તેનું પૂરું નામ, શેરી કે સોસાયટીનું નામ, ગામ કે શહેરનું નામ તેમજ પીનકોડ નંબર લખવાં. જો પત્રલેખનના પ્રશ્નમાં
પત્રલેખકનું સરનામું આપ્યું હોય, તો એ જ
સરનામું લખવું જોઈએ.
·
સંબોધન પત્રો બે પ્રકારના હોય છેઃ
(1) અંગત પત્ર અને (2) બિનઅંગત પત્ર. પત્રના સમાચાર કે વિગતોમાં આપણે અંગત બાબતો લખી શકીએ છીએ. આપણી
લાગણી વ્યક્ત કરી શકીએ છીએ; તેવા પત્રને “અંગત પત્ર’ કહે છે. તેમાં વડીલોને પૂજ્યકે “આદરણીય’ કે “મુરબ્બી’ એવું
સંબોધન લખાય છે. સરખી ઉંમરનાને “પ્રિય” કે “વહાલા” લખાય છે.
આપણાથી નાની ઉંમરનાને ચિરંજીવી’ કે “વહાલો’ જેવું સંબોધન લખાય છે.
Ø એવી જ રીતે પત્રને અંતે વડીલોને “પ્રણામ’ કે ‘વંદન’ લખાય છે.
સમાન વયનાને યાદ’, ‘શુભેચ્છા’, ‘સ્મરણ’ વગેરે લખાય છે. નાની ઉંમરનાને “આશીર્વાદ’ કે “આશિષ’ લખાય છે.
Ø કેવળ કામકાજની વાતો લખેલી હોય તેવા પત્રને ‘બિનઅંગત પત્ર’ કહે છે. આ પત્રમાં જેને પત્ર લખવામાં આવે છે તેમને માનસૂચક
સંબોધન લખાય છે. જેમ કે “માનનીયશ્રી’, શ્રીમાન’. આ પ્રકારના પત્રને અંતે “આપનો વિશ્વાસુ એવું લખી પત્ર લખનાર પોતાની પૂરી સહી કરે છે. જો પત્રલેખક કોઈ
સંસ્થાના હોદ્દેદાર હોય, તો એમનો હોદો સૂચવતું લખાણ રબર – ટૅમ્પથી છાપવામાં આવે છે.
·
પત્રની વસ્તુ પત્રમાંની વસ્તુ
સ્પષ્ટતાથી લખવી જોઈએ. વિગતો યોગ્ય ક્રમમાં અને જરૂરી ફકરા પાડી લખવી જોઈએ.
પત્રમાં વધુ – પડતી લાગણી કે ભાવુકતા પણ ન દેખાડવી જોઈએ. બિનઅંગત પત્રમાં
હકીકતો તાર્કિક રીતે દર્શાવવી જોઈએ.
Ø પત્રની ભાષા શુદ્ધ, સરળ અને સ્પષ્ટ હોવી જોઈએ. પત્રમાં યોગ્ય સ્થળે વિરામચિહ્નો
મુકાવાં જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો