દિવાળીની રજાઓ તમે કેવી રીતે પસાર કરવાના છો તે – જણાવતો પત્ર
તમારા મિત્રને લખો.
ઉત્તર:
પરમાર
સ્મિત એ.
6, મૈત્રીપાર્ક સોસાયટી,
નારણપુરા,
અમદાવાદ
– 380 013.
તા.
6 – 9 – 23
પ્રિય મિત્ર અશોક,
સ્મરણ .
હું કુશળ છું
અને તારી કુશળતા ઇચ્છું છું.
તું મને તારી સાથે મહારાષ્ટ્રના પ્રવાસે લઈ
જવા ઇચ્છે છે પરંતુ આ વખતે દિવાળીની રજાઓમાં હું ક્યાંય જવાનો નથી. હું મારા
અભ્યાસમાં રહેલી કચાશ દૂર કરવા સખત પરિશ્રમ કરવાનો છું. દરરોજ વહેલી સવારે પપ્પા
સાથે ફરવા – ચાલવા જવાનો છું. મારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી સિદ્ધાર્થ
મારે ઘેર આવવાનો છે. તે મને ગણિત શીખવવાનો છે. મારા દાદા નિવૃત્ત છે. તે અંગ્રેજી
ખૂબ સરસ રીતે શીખવી શકે છે. તે અમને અંગ્રેજી બોલતાં શીખવવાના છે. મને ચેસ રમતાં
આવડે છે. હું મારા મિત્રને ચેસ રમતાં શીખવવાનો છું. અમે મિત્રો દરરોજ સાંજે
નિશાળના મેદાનમાં એક કલાક વૉલીબૉલની પ્રેક્ટિસ કરવા જવાના છીએ. આ ઉપરાંત મારે
શાળામાંથી શિક્ષકોએ આપેલું ઘરકામ કરવાનું છે.
આ બધા કાર્યક્રમોમાં દિવાળીનો તહેવાર પણ
માણવાનો છે જ.
તું પ્રવાસથી
આવ્યા બાદ તારા પ્રવાસનું વર્ણન કરતો પત્ર લખજે. હું તને પ્રવાસની શુભેચ્છા પાઠવું
છું.
તારાં મમ્મી – પપ્પાને મારા પ્રણામ.
તારો મિત્ર, સ્મિત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો