સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

28 ફેબ્રુઆરી 2024

National Science Day - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

 *વિજ્ઞાન દિવસ (National Science Day)*



* દર વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ડૉ . સી.વી.રામન દ્વારા શોધાયેલ 'રામન અસર'ની યાદમાં' રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' ઉજવવામાં આવે છે.
* તેઓએ 28 ફેબ્રુઆરી, 1928 ના રોજ રામન અસરની શોધ કરી હતી.
* રામન અસર: ચોક્કસ આવૃત્તિવાળો પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃતિઓ રચાય છે.
* આ વર્ણપટને 'રામન વર્ણપટ' કહે છે અને આ ઘટનાને 'રામન અસ૨' કહેવામાં આવે છે.
* આ અસર અણુ અને તેમના ઉત્સર્જિત સ્થાનોને લીધે ઊભી થાય છે.
* ઘન, પ્રવાહી અને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ , રામન અસર એ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે.
* વર્ષ 1986 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમ્યુનિકેશન ( NCSTC ) દ્વારા 28 ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવાની ભલામણ ક૨વામાં આવી હતી, ભારત સરકાર દ્વારા વર્ષ 1987 માં 28 ફેબ્રુઆરીને 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી.
* ડૉ.સી.વી.રામન ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1930) ળવનાર પ્રથમ ભારતીય હતાં.
* તેમને દેશના સર્વોચ્ચ નાગરિક 'ભારતરત્ન' (1954) પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
* ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ – બેંગ્લોરના વિજ્ઞાનીઓએ એક પોર્ટેબલ રામન સ્પેકટ્રોમીટર વિકસાવ્યું છે.
* જે બ્લડ પ્લાઝમાની મદદથી શરી૨ માં કોરોના વાઈરસની હાજરી છે કે નહીં તેની તપાસ કરશે.
* આંત૨રાષ્ટ્રીય સ્તરે 10 નવેમ્બરના રોજ 'શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ'ની ઉજવણી ક૨વામાં આવે છે.
* રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024 ની થીમ શું છે? રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2024ની થીમ 'વિકસિત ભારત માટે સ્વદેશી ટેકનોલોજી' છે. આ વર્ષની થીમ વૈજ્ઞાનિક, તકનીકી અને નવીનતા કુશળતાને પ્રોત્સાહન આપવા પર લોકોના ધ્યાન પર ભાર મૂકે છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો

26 ફેબ્રુઆરી 2024

ધોરણ 10 IMP પ્રશ્નો :-

👉 ધોરણ 10, વિષય : ગુજરાતી ની IMP પ્રશ્નોની PDF મેળવવા અહીં ક્લિક કરો.

👉 ધોરણ 10, વિષય : સામાજિક વિજ્ઞાન 2 ગુણના IMP પ્રશ્નોની PDF મેળવવા અહીં ક્લિક કરો.

👉 ધોરણ 10, વિષય : વિજ્ઞાન 4 ગુણના IMP પ્રશ્નોની PDF મેળવવા અહીં ક્લિક કરો.

20 ફેબ્રુઆરી 2024

માતૃભાષા દિન નિમિત્તે મારી સ્વ રચિત કૃતિ - 'મને ગમતી મારી માતૃભાષા'

  *મને ગમતી મારી માતૃભાષા*


મને ગમતી અમારી માતૃભાષા ગુજરાતી,
હું બોલતા શીખેલી માતૃભાષા ગુજરાતી.
જન્મભૂમિની *ભૂ* માં બોલાય એ જ સાચી,
જન્મ દેનારી મા સમાન માતૃભાષા ગુજરાતી.

મા ની નાભીમાં બોલાય માતૃભાષા ગુજરાતી,
હું કાલી ઘેલી મીઠી બોલું માતૃભાષા ગુજરાતી,
વતનને વ્હાલ કરવા બોલાય પ્રાદેશિક ભાષા,
સ્વપ્નાંની ભાષા હોય એ માતૃભાષા ગુજરાતી.

મારી આગવી ઓળખ માતૃભાષા ગુજરાતી,
મારા વડિલોની બોલી માતૃભાષા ગુજરાતી,
દેશ-વિદેશમાં ગૌરવ અપાવે મારી લોકબોલી,
મારા ભણતરમાં ભણાય માતૃભાષા ગુજરાતી.

ગુજ્જુમાં બોલાય એ જ માતૃભાષા ગુજરાતી,
આંખો લહેકાથી બોલે માતૃભાષા ગુજરાતી,
માન-પાનને બહુમાન અપાવતી મારી ભાષા ગુજરાતી,
વિવિધતામાં એક્તા વાળી મારી માતૃભાષા ગુજરાતી.


- નયના જગદીશકુમાર સોલંકી
- (આંખો)
- સુરત.

21 ફ્રેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ ( ઉદ્દભવ,ઈતિહાસ અને ઘટના)

 *ગુજરાતી ભાષા ઉદ્દભવની ઘટના અને ઇતિહાસ*





પૂર્વ ઘટના :-

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય)માં સોલંકી વંશના સંસ્થાપક અને પ્રથમ શાસક મૂળરાજ સોલંકી (જન્મ : - ઇ.સ. 940, મૃત્યુ :- ઇ.સ. 1008), (આયુષ્ય :- 68વર્ષ)

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય)ના પરમાર વંશના આઠમા શાસક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈ.સ. 948 , મૃત્યુ :- ઈ.સ. 1010), (આયુષ્ય :- 62 વર્ષ).

પોત-પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે વિસ્તારવારની નીતિને કારણે ઈ.સ. 972થી ઈ.સ. 990 વચ્ચેના 18 વર્ષ માં લગભગ 8 વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી.

અંતમાં સતત 48 વર્ષ સુધી ગુજરાત રાજ્યનું સ્થિર શાસન કરનાર, ગુજરાતના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ મેળનાર તથા પ્રત્યેક યુદ્ધ સદા-સર્વદા હિમાલય પર્વતની જેમ અપરાજેય રહેનારા સોલંકી વંશના મહાપરાક્રમી અજેય રાજા સિદ્ધરાજ જયસિંહ (જન્મ : - ઈ.સ. 1080, મૃત્યુ :- ઈ.સ. 1144, વિક્રમાદિત્ય સંવત્સર :- 1200, કૃતિકા (કારતક) શુક્લ (સુદ) દ્વિતિયા (બીજ) એટલે કે ભાઈબીજનો દિવસ), (આયુષ્ય : - 64 વર્ષ) અને પરમાર વંશના યશવર્મન/અનંતવર્મન (શાસન કાળ : - ઈ.સ. 1030 - ઈ.સ. 1042) સમકાલીન શાસકો હતા.



મૂળ ઘટના :-

ઈ.સ. 1092માં સિધ્ધરાજ જયસિંહની ઉંમર 12 વર્ષ હતી ત્યારે સતત 28 વર્ષથી સ્થિર શાસન કરી રહેલાં તેમના પિતા કર્ણ દેવ સોલંકીનું 54 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. સિધ્ધરાજ જયસિંહ હજું 16 વર્ષના થયા ન હતાં તેથી તેમના માતા રાજમાતા મીનળદેવી રાજ્યનો કારભાર સંભાળતા હતાં.
ઈ.સ. 1096માં સિધ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયો અને 48 વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં પરંતુ સિધ્ધરાજ જયસિંહ સદા સર્વદા અપરાજિત રાજા રહ્યા.

ઈ.સ. 1135માં રાજમાતા મીનળદેવી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારિકાની તીર્થ યાત્રાએ ગયા અને પાછા વળતાં સમયે સિધ્ધરાજ જયસિંહ પોતાની માતાને સામેથી તેડવા ગયા.

ધંધુકા નગરમાં મા-દીકરાનો સુખદ મેળાપ થયો પરંતુ ત્યાં જ ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે રાજાની ગેરહાજરી હોવાથી રાજધાની "અણહિલવાડ" (પ્રવર્તમાન પાટણ નગર) ઉપર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનએ સમસ્ત સૈન્ય સહિત પૂર્ણ શક્તિથી આક્રમણ કર્યું હતું.

એકપણ યુદ્ધ ન હારેલા રાજા સિધ્ધરાજ જયસિંહ ફરી એકવાર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનને પરાજિત કરે છે. (ઈ.સ. 1135) હારેલો રાજા જીતેલા રાજાની આધિનતા સ્વીકારે છે અને પ્રત્યેક વર્ષ ખંડણી ભરવાનું નક્કી કરે છે, પરંતુ હારેલો રાજા યશવર્મન/અનંતવર્મન જીતેલા રાજા સિદ્ધરાજ જયસિંહને મહેણું મારે છે, "હે રાજન! તારા સમૃદ્ધ ગુર્જર પ્રદેશમાં તમારા રાજ્યની કોઈ રાજ ભાષા નથી?"

આટલું સાંભળતા જ જલવંત જીતનો નશો ચકનાચૂર થઈ ગયો. સિધ્ધરાજ જયસિંહ આખી રાત સુઈ ન શક્યો.

ગુજરાતી ભાષાની રચના અને ઉદ્દભવ :-

પ્રભાત થતાં જ સિધ્ધરાજ જયસિંહ નવી ભાષા બનાવે તેવા વિદ્વાન મહાપુરુષ જૈનાચાર્ય કલિકાલજ્ઞ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો ભેટો થયો.

સંસ્કૃત, પ્રાકૃત, અને પાલી એમ ૩ ભાષાના વ્યાકરણનો સુક્ષ્મતાપૂર્વક ઊંડો અભ્યાસ કરીને હેમચંદ્રાચાર્ય એ ઈ.સ. 1135માં ગુજરાતી ભાષાની રચના કરી.

જાણી અજાણી ઘટના :-

- તે સમયે હાથીની અંબાડી ઉપર બેસાડીને સર્વોચ્ચ સન્માન અપાતું હતું.
- હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણ ગ્રંથ "સિધ્ધ હેમ શબ્દાનુશાસન" ને હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને તે સમયે 1,00,000 ની વસ્તી ધરાવતા "અણહિલવાડ પુર" (પાટણ)માં તેની શોભાયાત્રા કાઢવામાં આવી.

- તે સમયે લગભગ 1500 જૈન સાધુઓએ આ ભાષા સમગ્ર ગુજરાત રાજ્યમાં શીખવી અને માત્ર 50 વર્ષ પશ્વાત ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ પણ લખાઈ. (ઈ.સ. 1185).

.................................................................................................................................................................


21 ફેબ્રુઆરી જ કેમ પસંદ કરાઈ?

            ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 212 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી, પણ વિરોધ અટક્યો નહીં, પણ વધુ ઉગ્ર બન્યો, જેથી છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

        આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો.

બોર્ડ ની પરીક્ષાના નિયમો, કેન્દ્રો, જોગવાઈ પરિપત્ર

બોર્ડની પરીક્ષાના, કેન્દ્રો, જોગવાઈ, વિવિધ એક્શન પ્લાન માર્ગદર્શિકાની PDF મેળવો. ખાસ બોર્ડનું સેન્ટર ધરાવતી શાળાને ઉપયોગી. PDF મેળવવા માટે અહી ક્લિક કરો.

19 ફેબ્રુઆરી 2024

આજનો વિશિષ્ટ દિન - છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ



છત્રપતિ શિવાજી  મહારાજ જયંતિ


* છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ એ ભારતીય રાજ્ય મહારાષ્ટ્રનો તહેવાર અને જાહેર રજા છે. 

* આ તહેવાર ૧૯ ફેબ્રુઆરીએ (જુલિયન તારીખ અનુસાર) ઉજવવામાં આવે છે, જેમાં પ્રથમ છત્રપતિ અને મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવે છે, કેટલાક લોકો મહારાષ્ટ્રમાં હિન્દુ પંચાગ દ્વારા આ દિવસની ઉજવણી કરે છે. 

* છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ ૧૮૭૦માં કરી હતી. 

* મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ ૧૦૦ કિમી દૂર છે.શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય ૩૦ માઘ અથવા ગ્રેગોરિયન ૧૯ ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે.

* શિવાજી મહારાજનો જન્મ ભારતીય સૌર માઘ ૩૦, ૧૫૫૧/ ગ્રેગોરિયન ફેબ્રુઆરી ૧૯, ૧૬૩૦ ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો.


* શિવાજી મહારાજને સૌથી મહાન મરાઠા શાસક તરીકે ગણવામાં આવે છે, જેમણે બીજાપુરની ક્ષીણ થતી આદિલશાહી સલ્તનતમાંથી મરાઠા સામ્રાજ્યની શરૂઆત કરી હતી.

* ૧૬ વર્ષની નાની ઉંમરે, શિવાજીએ તોરણા કિલ્લા પર કબજો કર્યો અને ૧૭ વર્ષની ઉંમરે રાયગઢ અને કોંડાના કિલ્લાઓ પર કબજો કરી લીધો. શિવાજી મહારાજનું નામ શિવાજી ભોંસલે હતું અને તેઓ ભોંસલે મરાઠા કુળના સભ્ય હતા.

*  શિવાજી મહારાજે તે સમયમાં પ્રચલિત પર્શિયન ભાષાનો ઉપયોગ કરવાને બદલે કોર્ટ અને વહીવટમાં મરાઠી અને સંસ્કૃતના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું હતું.


(સંકલિત)

- નયના જે. સોલંકી

- આંખો

- સુરત.

18 ફેબ્રુઆરી 2024

આજનો વિશિષ્ટ દિન - રામકૃષ્ણ પરમહંસ


*રામકૃષ્ણ પરમહંસ જન્મજયંતી*

* સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રનાં ગુરુ દક્ષિણેશ્વરનાં ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું.
* એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરુપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી.
* ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.
* રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. એમની બાળસહજ સરળતા અને મંત્રમુગ્ધ કરી દેતા સ્મિત જોઇ કોઇપણ વ્યક્તિ સંમોહિત થઇ જતી હતી.
* શ્રીરામકૃષ્ણજી ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી ધર્મ સહ વિવિધ ધર્મનો અભ્યાસ કરી સર્વ માર્ગ એક જ ઈશ્વર તરફ દોરી જાય છે, એમ કહેતા. એમનું સૂત્રો “યત્ર જીવ તત્ર શિવ” અર્થાત જ્યાં જીવન, ત્યાં શંકર ભગવાન તણું અધિષ્ઠાન અને “જીબે દય઼ા નય઼, શિબજ્ઞાને જીબસેબા” (જીવદયા નહીં પણ શિવજ્ઞાને જીવસેવા)– તેમનો આ ઉપદેશ સ્વામી વિવેકાનંદ માટે માર્ગદીપ સાબિત થયો હતો.
* 'શ્રીમ' નામથી પ્રસિદ્ધ થયેલા મહેન્દ્રનાથ ગુપ્તાજીએ "શ્રીશ્રીરામકૃષ્ણકથામૃત ગ્રંથ"માં પરમહંસજીના આ ધર્મવિચારોને શબ્દબદ્ધ કર્યા. શ્રીરામકૃષ્ણજીના અનુયાયીઓ માટે આ મુખ્ય ધર્મગ્રંથ છે.
* રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.

(સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો

14 ફેબ્રુઆરી 2024

2019 પુલવામા હુમલો - જાણી અજાણી વાતો.

 2019 પુલવામા હુમલો - જાણી અજાણી વાતો.


'इश्क़ में तेरे'

भिगोकर वर्दी खून में अपनी कहानी दे गए मोहब्बत मुल्क की सच्ची निशानी दे गए ।

मानते रह गया वैलेंटाइन डे यहाँ पर तुम हम,

वह कश्मीर में सैनिक चूमकर धरती को अपनी निशानी दे गए।

 *પુલવામા હુમલો14/02/2019 ના રોજ થયો હતો.

*પુલવામા હુમલાને કારણે આજનો દિવસ ભારત માટે 'બ્લેક ડે' તરીકે ઓળખાય છે. 

*જ્યારે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારતીય સુરક્ષા કર્મચારીઓને લઈ જતા વાહનોના કાફલા પર અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યના પુલવામા જિલ્લાના લેથાપોરા ખાતે વાહનથી જન્મેલા આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

*આ હુમલામાં 40 ભારતીય સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) [એ] કર્મચારીઓ તેમજ ગુનેગાર - આદિલ અહમદ ડાર - જે પુલવામા જિલ્લાના સ્થાનિક કાશ્મીરી યુવક હતા.

* હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી જૂથ, જૈશ-એ-મોહમ્મદ દ્વારા લેવામાં આવી હતી.

* ભારતે આ હુમલા માટે પાડોશી દેશ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું હતું, જ્યારે બાદમાં હુમલાની નિંદા કરી હતી અને તેની સાથે કોઈ જોડાણ હોવાનો ઇનકાર કર્યો હતો. 

*આ હુમલાએ ભારત-પાકિસ્તાનના સંબંધોને ગંભીર ફટકો માર્યો હતો, પરિણામે 2019માં ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષ થયો હતો. 

*ત્યારબાદ ભારતીય તપાસમાં 19 આરોપીઓની ઓળખ થઈ. *ઓગસ્ટ 2021 સુધીમાં, અન્ય છ સાથે મુખ્ય આરોપી માર્યા ગયા હતા. અને સાતની ધરપકડ કરવામાં આવી હતી. 


*આ હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા.

* કાશ્મીરમાં આતંકવાદના 30 વર્ષમાં અત્યાર સુધીનો આ સૌથી મોટો હુમલો હતો.

* પુલવામા હુમલાના 13 દિવસ બાદ ભારતે બદલો લીધો હતો. 26-27 ફેબ્રુઆરી 2019 ની રાત્રે, ભારતીય વાયુસેનાના 12 મિરાજ એરક્રાફ્ટ એલઓસીથી 80 કિમી દૂર પાકિસ્તાનમાં પ્રવેશ્યા અને જૈશના સૌથી મોટા આતંકવાદી ઠેકાણાને નષ્ટ કરી દીધા. વાયુસેનાએ બાલાકોટમાં બોમ્બ ફેંક્યા હતા. આ બોમ્બ ધડાકામાં 350 આતંકવાદીઓ માર્યા ગયા હતા.

* સપ્ટેમ્બર 2016માં ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઈક બાદ દેશે હવાઈ હુમલાઓ જોયા હતા. 48 વર્ષમાં આ પ્રથમ વખત હતું જ્યારે વાયુસેનાએ સરહદ પાર કરી હતી. આ પહેલા વાયુસેનાએ 1971ના યુદ્ધ દરમિયાન સરહદ પાર કરી હતી.

* બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. બીજા દિવસે બંને દેશો વચ્ચે સરહદ પર ભારે તણાવ સર્જાયો હતો. જે બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડનાર ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પાકિસ્તાને કસ્ટડીમાં લઈ લીધો હતો. જો કે, દબાણ બાદ પાકિસ્તાને તેને 58 કલાકની અંદર મુક્ત કરવો પડ્યો હતો.


'युगों युगों तक ये याद आयेगा

14 फरवरी को शहादत दिवस मनाया जायेगा ।

तुम्हारी वीरता का गान बच्चा- बच्चा गायेगा।

अगर अब आयी कोई मुसीबत तो बच्चा-बच्चा सैनिक बन जायेगा |'


- (સંકલિત)

- નયના જે. સોલંકી

- આંખો






09 ફેબ્રુઆરી 2024

પ્રથમ જનગણના - આજનો વિશિષ્ટ દિન

*સ્વતંત્ર ભારતની પ્રથમ જનગણના*



*વસ્તી ગણતરીનો ઇતિહાસ:-

* 9 ફેબ્રુઆરી, 1951 એટલે કે આજના દિવસે આઝાદી બાદ ભારતમાં પ્રથમ વસતી ગણતરી માટેની સુચી બનાવવાનું કાર્ય ચાલુ થયું હતું. આ સમયે વસતી ગણતરી આયુક્ત આર.એ.ગોપાલસ્વામી હતા.
*  વર્ષ 1872માં લોર્ડ મેચોના સમયગાળામાં ભારતમાં સૌપ્રથવાર વસતી ગણતરીની શરૂઆત થઈ હતી.
* ત્યારબાદ વર્ષ 1881માં લોર્ડ રીપનના સમયગાળા દરમિયાન ભારતમાં નિયમિત રૂપે વસતી ગણતરી શરૂ થઈ હતી. 

* આ સમયે વસતી ગણતરી આયુક્ત વોલ્ટર પ્લોડાન હતા.વસતી ગણતરી આયુક્ત કેન્દ્રીય ગૃહમંત્રાલયની  અંતર્ગત કાર્ય કરે છે. તથા તેના ઉચ્ચત્તગ અધિકારી “સેન્સસ કમિશન”અને “રજીસ્ટર જનરલ” હોય છે.

* કેન્દ્ર સરકારને ભારતીય બધારણના અનુચ્છેદ – 246 પ્રમાણે દેશની વસતી ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં  આવી છે. જે બંધારણની સાતમી અનુંસુચીની ક્રમ સંખ્યા 69 પર સૂચવ્યું છે.


વસ્તી ગણતરી શું છે?

* વસ્તી ગણતરી એ વસ્તી સંબંધિત આંકડાકીય માહિતી એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા, મૂલ્યાંકન કરવા, પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવાની પ્રક્રિયા છે.

*વસ્તી ગણતરી દર 10 વર્ષના અંતરાલ પર હાથ ધરવામાં આવે છે.

* 2021 સુધીમાં, ભારતની દશવાર્ષિક વસ્તી ગણતરી 16 વખત હાથ ધરવામાં આવી છે.

* 1949 પછી, તે ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે.
* છેલ્લી વસ્તી ગણતરી 2011માં યોજાઈ હતી, જ્યારે આગામી 2021 માં યોજાવાની હતી. પરંતુ તે COVID-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.

* વસ્તી ગણતરીમાં, શિક્ષણ, SC/ST, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર જેવા વસ્તી વિષયક અને વિવિધ સામાજિક-*આર્થિક પરિમાણો પર ડેટા એકત્રિત કરવામાં આવે છે.

2011માં પ્રથમ વખત બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી.

- (સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો



07 ફેબ્રુઆરી 2024

આજનો વિશિષ્ટ દિન - રમાબાઈ આંબેડકર જયંતિ

*રમાબાઈ આંબેડકર  જન્મજયંતી*

* રમાબાઈ ભીમરાવ આંબેડકર (૭ ફેબ્રુઆરી ૧૮૯૭ – ૨૭ મે, ૧૯૩૫) જેમને રમાઈ અથવા માતા રમા તરીકે પણ ઓળખવામાં આવે છે.) 
* બી. આર. આંબેડકરનાં પ્રથમ પત્ની હતાં.  ડૉ. આંબેડકર જણાવે છે કે રમાબાઈનું સમર્થન તેમને ઉચ્ચ શિક્ષણ અને તેમની સાચી ક્ષમતાને આગળ વધારવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ છે. 
* તેઓ ઘણી જીવનચરિત્રાત્મક ફિલ્મો અને પુસ્તકોનો વિષય રહ્યા છે. ભારતભરમાં સંખ્યાબંધ સીમાચિહ્નો તેમના નામ પર રાખવામાં આવ્યા છે.
* રમાબાઈનો જન્મ ભિખુ ધાત્રે (વલાંગકર) અને રુક્મિનીદેવીને ત્યાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ તેમની ત્રણ બહેનો અને એક ભાઈ શંકર સાથે મહારાષ્ટ્રના વાણંદ ગામની અંદર મહાપુરા વિસ્તારમાં રહેતા હતાં. તેમના પિતા દાભોલ બંદરથી બજારમાં માછલીઓની ટોપલીઓ પહોંચાડીને તેમની આજીવિકા મેળવતા હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના માતાપિતાનું અવસાન થતાં તેઓ તેમના કાકા સાથે બોમ્બે સ્થાયી થયા હતાં. 
* રમાબાઈએ ૧૯૦૬માં મુંબઈના ભાયખલાના શાક માર્કેટમાં એક ખૂબ જ સરળ સમારોહમાં આંબેડકર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આંબેડકરની ઉંમર ૧૫ વર્ષની હતી અને 
* રમાબાઈ નવ વર્ષના હતા. તેમને પાંચ બાળકો હતા – યશવંત, ગંગાધર, રમેશ, ઇન્દુ (પુત્રી) અને રાજરત્ન. યશવંત (૧૯૧૨–૧૯૭૭) સિવાયના બીજા ચાર નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા. 
* આંબેડકર સાથેના ૨૯ વર્ષના દાંપત્યજીવન બાદ ૨૭ મે, ૧૯૩૫ના રોજ બોમ્બેના દાદરની હિન્દુ કોલોનીના રાજગૃહ ખાતે લાંબી માંદગી બાદ રમાબાઈનું અવસાન થયું હતું.

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.