*રમાબાઈ આંબેડકર જન્મજયંતી*
* રમાબાઈ ભીમરાવ આંબેડકર (૭ ફેબ્રુઆરી ૧૮૯૭ – ૨૭ મે, ૧૯૩૫) જેમને રમાઈ અથવા માતા રમા તરીકે પણ ઓળખવામાં આવે છે.)
* બી. આર. આંબેડકરનાં પ્રથમ પત્ની હતાં. ડૉ. આંબેડકર જણાવે છે કે રમાબાઈનું સમર્થન તેમને ઉચ્ચ શિક્ષણ અને તેમની સાચી ક્ષમતાને આગળ વધારવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ છે.
* તેઓ ઘણી જીવનચરિત્રાત્મક ફિલ્મો અને પુસ્તકોનો વિષય રહ્યા છે. ભારતભરમાં સંખ્યાબંધ સીમાચિહ્નો તેમના નામ પર રાખવામાં આવ્યા છે.
* રમાબાઈનો જન્મ ભિખુ ધાત્રે (વલાંગકર) અને રુક્મિનીદેવીને ત્યાં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેઓ તેમની ત્રણ બહેનો અને એક ભાઈ શંકર સાથે મહારાષ્ટ્રના વાણંદ ગામની અંદર મહાપુરા વિસ્તારમાં રહેતા હતાં. તેમના પિતા દાભોલ બંદરથી બજારમાં માછલીઓની ટોપલીઓ પહોંચાડીને તેમની આજીવિકા મેળવતા હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમના માતાપિતાનું અવસાન થતાં તેઓ તેમના કાકા સાથે બોમ્બે સ્થાયી થયા હતાં.
* રમાબાઈએ ૧૯૦૬માં મુંબઈના ભાયખલાના શાક માર્કેટમાં એક ખૂબ જ સરળ સમારોહમાં આંબેડકર સાથે લગ્ન કર્યા હતા. તે સમયે આંબેડકરની ઉંમર ૧૫ વર્ષની હતી અને
* રમાબાઈ નવ વર્ષના હતા. તેમને પાંચ બાળકો હતા – યશવંત, ગંગાધર, રમેશ, ઇન્દુ (પુત્રી) અને રાજરત્ન. યશવંત (૧૯૧૨–૧૯૭૭) સિવાયના બીજા ચાર નાનપણમાં જ મૃત્યુ પામ્યા હતા.
* આંબેડકર સાથેના ૨૯ વર્ષના દાંપત્યજીવન બાદ ૨૭ મે, ૧૯૩૫ના રોજ બોમ્બેના દાદરની હિન્દુ કોલોનીના રાજગૃહ ખાતે લાંબી માંદગી બાદ રમાબાઈનું અવસાન થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો