સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

20 ફેબ્રુઆરી 2024

21 ફ્રેબ્રુઆરી, વિશ્વ માતૃભાષા દિવસ ( ઉદ્દભવ,ઈતિહાસ અને ઘટના)

 *ગુજરાતી ભાષા ઉદ્દભવની ઘટના અને ઇતિહાસ*





પૂર્વ ઘટના :-

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય ગુર્જર પ્રદેશ (પ્રવર્તમાન ગુજરાત રાજ્ય)માં સોલંકી વંશના સંસ્થાપક અને પ્રથમ શાસક મૂળરાજ સોલંકી (જન્મ : - ઇ.સ. 940, મૃત્યુ :- ઇ.સ. 1008), (આયુષ્ય :- 68વર્ષ)

તત્કાલિન સ્વતંત્ર રાજ્ય માળવા (પ્રવર્તમાન મધ્ય પ્રદેશ રાજ્ય)ના પરમાર વંશના આઠમા શાસક વાકપતિ મુન્જ (પૃથ્વી વલ્લભ) (જન્મ : - ઈ.સ. 948 , મૃત્યુ :- ઈ.સ. 1010), (આયુષ્ય :- 62 વર્ષ).

પોત-પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે વિસ્તારવારની નીતિને કારણે ઈ.સ. 972થી ઈ.સ. 990 વચ્ચેના 18 વર્ષ માં લગભગ 8 વાર યુદ્ધ થયાં હતાં. આ શત્રુતા તેમના વંશની આઠ-આઠ પેઢી સુધી ચાલતી રહી.

અંતમાં સતત 48 વર્ષ સુધી ગુજરાત રાજ્યનું સ્થિર શાસન કરનાર, ગુજરાતના ચંદ્રગુપ્ત મૌર્ય તરીકે ઓળખાતાં અને બર્બરીક જીષ્ણુ અને સિધ્ધરાજ એવા અનેક ઉપનામ મેળનાર તથા પ્રત્યેક યુદ્ધ સદા-સર્વદા હિમાલય પર્વતની જેમ અપરાજેય રહેનારા સોલંકી વંશના મહાપરાક્રમી અજેય રાજા સિદ્ધરાજ જયસિંહ (જન્મ : - ઈ.સ. 1080, મૃત્યુ :- ઈ.સ. 1144, વિક્રમાદિત્ય સંવત્સર :- 1200, કૃતિકા (કારતક) શુક્લ (સુદ) દ્વિતિયા (બીજ) એટલે કે ભાઈબીજનો દિવસ), (આયુષ્ય : - 64 વર્ષ) અને પરમાર વંશના યશવર્મન/અનંતવર્મન (શાસન કાળ : - ઈ.સ. 1030 - ઈ.સ. 1042) સમકાલીન શાસકો હતા.



મૂળ ઘટના :-

ઈ.સ. 1092માં સિધ્ધરાજ જયસિંહની ઉંમર 12 વર્ષ હતી ત્યારે સતત 28 વર્ષથી સ્થિર શાસન કરી રહેલાં તેમના પિતા કર્ણ દેવ સોલંકીનું 54 વર્ષની ઉંમરે મૃત્યુ થયું. સિધ્ધરાજ જયસિંહ હજું 16 વર્ષના થયા ન હતાં તેથી તેમના માતા રાજમાતા મીનળદેવી રાજ્યનો કારભાર સંભાળતા હતાં.
ઈ.સ. 1096માં સિધ્ધરાજ જયસિંહનો રાજ્યાભિષેક થયો અને 48 વર્ષ સુધી અખંડ શાસન કર્યું. આ દરમિયાન અનેક યુધ્ધ થયાં પરંતુ સિધ્ધરાજ જયસિંહ સદા સર્વદા અપરાજિત રાજા રહ્યા.

ઈ.સ. 1135માં રાજમાતા મીનળદેવી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દેવભૂમિ દ્વારિકાની તીર્થ યાત્રાએ ગયા અને પાછા વળતાં સમયે સિધ્ધરાજ જયસિંહ પોતાની માતાને સામેથી તેડવા ગયા.

ધંધુકા નગરમાં મા-દીકરાનો સુખદ મેળાપ થયો પરંતુ ત્યાં જ ગુપ્તચરો દ્વારા સમાચાર મળ્યા હતા કે રાજાની ગેરહાજરી હોવાથી રાજધાની "અણહિલવાડ" (પ્રવર્તમાન પાટણ નગર) ઉપર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનએ સમસ્ત સૈન્ય સહિત પૂર્ણ શક્તિથી આક્રમણ કર્યું હતું.

એકપણ યુદ્ધ ન હારેલા રાજા સિધ્ધરાજ જયસિંહ ફરી એકવાર માળવાના રાજા યશવર્મન/અનંતવર્મનને પરાજિત કરે છે. (ઈ.સ. 1135) હારેલો રાજા જીતેલા રાજાની આધિનતા સ્વીકારે છે અને પ્રત્યેક વર્ષ ખંડણી ભરવાનું નક્કી કરે છે, પરંતુ હારેલો રાજા યશવર્મન/અનંતવર્મન જીતેલા રાજા સિદ્ધરાજ જયસિંહને મહેણું મારે છે, "હે રાજન! તારા સમૃદ્ધ ગુર્જર પ્રદેશમાં તમારા રાજ્યની કોઈ રાજ ભાષા નથી?"

આટલું સાંભળતા જ જલવંત જીતનો નશો ચકનાચૂર થઈ ગયો. સિધ્ધરાજ જયસિંહ આખી રાત સુઈ ન શક્યો.

ગુજરાતી ભાષાની રચના અને ઉદ્દભવ :-

પ્રભાત થતાં જ સિધ્ધરાજ જયસિંહ નવી ભાષા બનાવે તેવા વિદ્વાન મહાપુરુષ જૈનાચાર્ય કલિકાલજ્ઞ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો ભેટો થયો.

સંસ્કૃત, પ્રાકૃત, અને પાલી એમ ૩ ભાષાના વ્યાકરણનો સુક્ષ્મતાપૂર્વક ઊંડો અભ્યાસ કરીને હેમચંદ્રાચાર્ય એ ઈ.સ. 1135માં ગુજરાતી ભાષાની રચના કરી.

જાણી અજાણી ઘટના :-

- તે સમયે હાથીની અંબાડી ઉપર બેસાડીને સર્વોચ્ચ સન્માન અપાતું હતું.
- હેમચંદ્રાચાર્ય દ્વારા રચિત વ્યાકરણ ગ્રંથ "સિધ્ધ હેમ શબ્દાનુશાસન" ને હાથીની અંબાડી ઉપર સ્થાપિત કરીને તે સમયે 1,00,000 ની વસ્તી ધરાવતા "અણહિલવાડ પુર" (પાટણ)માં તેની શોભાયાત્રા કાઢવામાં આવી.

- તે સમયે લગભગ 1500 જૈન સાધુઓએ આ ભાષા સમગ્ર ગુજરાત રાજ્યમાં શીખવી અને માત્ર 50 વર્ષ પશ્વાત ગુજરાતી ભાષાની સર્વ પ્રથમ નવલકથા ભરતેશ્વર બાહુબલી રાસ પણ લખાઈ. (ઈ.સ. 1185).

.................................................................................................................................................................


21 ફેબ્રુઆરી જ કેમ પસંદ કરાઈ?

            ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 212 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માગ કરી હતી. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારો પર ગોળીઓ વરસાવી, પણ વિરોધ અટક્યો નહીં, પણ વધુ ઉગ્ર બન્યો, જેથી છેવટે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો.

        આ ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો.

ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.