*સ્વતંત્ર ભારતની પ્રથમ જનગણના*
*વસ્તી ગણતરીનો ઇતિહાસ:-
* 9 ફેબ્રુઆરી, 1951 એટલે કે આજના દિવસે આઝાદી બાદ ભારતમાં પ્રથમ વસતી ગણતરી માટેની સુચી બનાવવાનું કાર્ય ચાલુ થયું હતું. આ સમયે વસતી ગણતરી આયુક્ત આર.એ.ગોપાલસ્વામી હતા.
* વર્ષ 1872માં લોર્ડ મેચોના સમયગાળામાં ભારતમાં સૌપ્રથવાર વસતી ગણતરીની શરૂઆત થઈ હતી.
* ત્યારબાદ વર્ષ 1881માં લોર્ડ રીપનના સમયગાળા દરમિયાન ભારતમાં નિયમિત રૂપે વસતી ગણતરી શરૂ થઈ હતી.
* આ સમયે વસતી ગણતરી આયુક્ત વોલ્ટર પ્લોડાન હતા.વસતી ગણતરી આયુક્ત કેન્દ્રીય ગૃહમંત્રાલયની અંતર્ગત કાર્ય કરે છે. તથા તેના ઉચ્ચત્તગ અધિકારી “સેન્સસ કમિશન”અને “રજીસ્ટર જનરલ” હોય છે.
* કેન્દ્ર સરકારને ભારતીય બધારણના અનુચ્છેદ – 246 પ્રમાણે દેશની વસતી ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે બંધારણની સાતમી અનુંસુચીની ક્રમ સંખ્યા 69 પર સૂચવ્યું છે.
વસ્તી ગણતરી શું છે?
* વસ્તી ગણતરી એ વસ્તી સંબંધિત આંકડાકીય માહિતી એકત્રિત કરવા, સંકલન કરવા, વિશ્લેષણ કરવા, મૂલ્યાંકન કરવા, પ્રકાશિત કરવા અને પ્રસારિત કરવાની પ્રક્રિયા છે.
*વસ્તી ગણતરી દર 10 વર્ષના અંતરાલ પર હાથ ધરવામાં આવે છે.
* 2021 સુધીમાં, ભારતની દશવાર્ષિક વસ્તી ગણતરી 16 વખત હાથ ધરવામાં આવી છે.
* 1949 પછી, તે ગૃહ મંત્રાલય હેઠળના ભારતના રજિસ્ટ્રાર જનરલ અને સેન્સસ કમિશનર દ્વારા હાથ ધરવામાં આવી છે.
* છેલ્લી વસ્તી ગણતરી 2011માં યોજાઈ હતી, જ્યારે આગામી 2021 માં યોજાવાની હતી. પરંતુ તે COVID-19 મહામારીને કારણે મોકૂફ રાખવામાં આવી હતી.
* વસ્તી ગણતરીમાં, શિક્ષણ, SC/ST, ધર્મ, ભાષા, લગ્ન, પ્રજનનક્ષમતા, વિકલાંગતા, વ્યવસાય અને વ્યક્તિઓના સ્થળાંતર જેવા વસ્તી વિષયક અને વિવિધ સામાજિક-*આર્થિક પરિમાણો પર ડેટા એકત્રિત કરવામાં આવે છે.
2011માં પ્રથમ વખત બાયોમેટ્રિક માહિતી એકત્રિત કરવામાં આવી હતી.
- (સંકલિત)
- નયના જે.સોલંકી
- આંખો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો