નામ:- મહાત્મા જ્યોતિરાવ ફૂલે
જન્મ:- 11/04/1827
જન્મ સ્થળ:- સાતારા
માતા:- ચિમનાબાઈ
પિતા:- ગોવિંદરાવ
અટક:- ફ્લોરિસ્ટ તરીકે કામ કર્યું. આ કારણથી તેમને મરાઠીમાં 'ફૂલે' કહેવામાં આવે છે.
કુટુંબ:- પેશ્વાઓ
જીવનસાથી:- સાવિત્રીબાઈ
અભ્યાસ:-જ્યોતિરાવ પ્રાથમિક શાળામાં લેખન–વાંચન અને અંકગણિતની પાયાની બાબતો શીખી લીધા બાદ અભ્યાસ અધૂરો છોડી પરિવારના વ્યવસાયમાં જોડાઈ ગયા.
*માળીમાંથી ઇસાઇ ધર્મ અંગિકાર કરેલ એક વ્યક્તિએ ફુલેની બુદ્ધિમતા જોઈને ફુલેના વધુ અભ્યાસ માટે તેમના પિતાને સમજાવ્યા જેથી ફુલેને સ્થાનિક સ્કોટીશ મિશન હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા.
*મૃત્યુ:-* 28/11/1890
એક ઘટના:-
1848નો એક બનાવ, તેમના જીવનમાં સીમાચિહ્નરૂપ રહ્યો જ્યારે તેઓ તેમના એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં હાજરી આપવા ગયા. તેમણે લગ્ન સમારોહ દરમિયાન વિવાહ સરઘસમાં ભાગ લીધો. પાછળથી આ સંદર્ભે તેના મિત્રના માતાપિતા દ્વારા ઠપકો મળ્યો અને તેમનું અપમાન કરવામાં આવ્યું. તેમને કહેવામાં આવ્યું કે તેઓ નીચી જાતિના હોવાથી તેમણે આ સમારોહથી દૂર રહેવું જોઈતું હતું. આ ઘટનાથી ફુલે ખૂબ જ વ્યથિત થયા અને જાતિવ્યવસ્થાના અન્યાયની તેમના પર ખૂબ ઊંડી અસર પડી.
સન્માન:-
1. 11/05/1888ના રોજ મુંબઈના અન્ય એક સમાજ સુધારક વિઠ્ઠલરાવ કૃષ્ણાજી વંદેકરે તેમને મહાત્માની પદવીથી સન્માનિત કર્યા.
2. સતારા જિલ્લાના કરાડ ખાતે જ્યોતિબા ફુલેનું સ્ટેચ્યુ.
3. 1977ની ટપાલ ટિકિટ પર ફુલે.
4. મહારાષ્ટ્ર વિધાનસભા ભવનના પરિસરમાં પૂર્ણ કદની પ્રતિમા.
5. મુંબઈમાં મહાત્મા જ્યોતિબા ફુલે બજાર.
6.મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાહુરીમાં મહાત્મા ફુલે કૃષિ વિદ્યાપીઠ. (કૃષિ યુનિવર્સિટી)
7. મહાત્મા જ્યોતિબા ફુલે રોહિલખંડ યુનિવર્સિટી.
વિશિષ્ટતા:-
1. સમાજમાં ફેલાયેલી મહિલા વિરોધી બદીઓ, તેમના શોષણ સામે અવાજ ઉઠાવ્યો હતો.
2. જ્યોતિરાવ ફૂલે એક સામાજિક પ્રબુદ્ધ, વિચારક, સામાજિક કાર્યકર, લેખક, દાર્શનિક અને ક્રાંતિકારી કાર્યકર છે. જ્યોતિબા ફુલેએ તેમનું સમગ્ર જીવન સ્ત્રીઓના શિક્ષણ માટે સમર્પિત કર્યું હતું.
3. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ વર્ષ 1828માં છોકરીઓ માટે દેશના પહેલો મહિલ શાળા ખોલી હતી.
4. પુણેમાં ખોલી આ શાળામાં તેમની પત્ની સાવિત્રી બાઈ પ્રથમ શિક્ષિકા બની હતી.
5. તેમણે વિધવા પુનર્વિવાહનું સમર્થન કર્યું અને 1863માં સગર્ભા વિધવાઓ સુરક્ષિત જગ્યાએ બાળકોને જન્મ આપી શકે તે માટે એક ઘરની શરૂઆત કરી.
6. 24/09/1873ના રોજ ફુલેએ સ્ત્રીઓ, દલિતો અને ક્ષુદ્રો જેવા શોષિત સમૂહોના અધિકારો માટે સત્યશોધક સમાજની સ્થાપના કરી.
7. ભારતના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરે ફુલેને તેમના ત્રણ ગુરુઓ પૈકી એક તરીકે સ્વીકાર્યા હતા.
(સંકલિત)
- નયના જે.સોલંકી.
- આંખો
A BETTER TOMORROW - "શિષ્ટ, ક્ષમા અને કલા એટલે શિક્ષક, સાચા અર્થમાં વિદ્યાને ગ્રહણ કરનાર એટલે વિધાર્થી, આ બંનેનું સમન્વય એટલે - 'TIRNA' ગુજરાતી એજ્યુકેશન બ્લોગ"
સંપર્ક : Contact
29 નવેમ્બર 2023
વિશિષ્ટ દિન : જયોતિરાવ ફૂલે
27 નવેમ્બર 2023
સત્ય વિચાર દૈનિક સમાચાર 27/11/2023
25 નવેમ્બર 2023
ગઝલકાર : બેફામ
23 નવેમ્બર 2023
સત્ય વિચાર દૈનિક સમાચાર માં પ્રસ્તુત મારી બે કૃતિઓ:
18 નવેમ્બર 2023
મોટીવેશન વાર્તા - 8(સાચો મિત્ર)
સાચો મિત્ર
'દાદા, તમારા કેટલા દોસ્ત છે?'
રાહુલે નટવરભાઈને પૂછ્યું.
"બેટા, મારા તો ગણીને બે કે ત્રણ ખાસ દોસ્ત છે. તારા કેટલા દોસ્ત છે?"
"દાદા, મારા તો ફેસબુક પર ૩૦૦ દોસ્ત છે. ઈન્સ્ટાગ્રામ પર ૨૭૫ દોસ્ત છે અને ટ્વીટર પર ૨૫૦ જેટલાં દોસ્ત છે."
"એમાંથી તને ખરા સમયે કામ લાગે એવા દોસ્ત કેટલાં?"
"અરે! દાદા, અમે બધા દોસ્ત એકબીજા પર જીવ ન્યોછાવર કરી દઈએ."
"તેં કદી એમની પાસે કોઈ પ્રકારની મદદ માંગી જોઈ છે? મિત્રોની ખરી કસોટી મુશ્કેલીના સમયમાં જ થાય. જો તારે કસોટી કરવી હોય તો તારા દોસ્તો પાસે ૧૦૦૦૦/- રૂપિયા માંગી જો. કોણ ખરેખર તારો દોસ્ત છે તે ખબર પડી જશે."
"અરે! એમાં શું મોટી વાત છે? હમણાં મેસેજ મૂકીશ તો એક કરતાં એકવીસ દોસ્ત પૈસા લઈ હાજર થઈ જશે." રાહુલે દાદા સામે બડાઈ હાંકતા કહ્યું અને ગ્રુપમાં એક મેસેજ મૂક્યો કે મારે તાકીદની પરિસ્થિતિ ઊભી થઈ છે અને મને તાત્કાલિક ૧૦,૦૦૦/- રૂપિયાની જરૂર છે."
થોડીવારમાં એના મોબાઈલમાં મેસેજ આવવાની શરૂઆત થઈ ગઈ. રાહુલ ખુશ થઈ ગયો. એણે પહેલો જ મેસેજ નૈતિકનો જોયો. "અરે! દોસ્ત, હમણાં થોડી વાર પહેલાં જ મેં લાઈટ બિલ ભર્યું, નહિતર ચોક્કસ આપતે." સોહિલનો મેસેજ આવ્યો, "યાર, જરાક પહેલાં મેસેજ કર્યો હોત તો? મેં હમણાં જ મારી ફિયાન્સી માટે ગિફ્ટનું બિલ પે કર્યું." રાહુલ જરા નિરાશ થયો પણ દાદાએ કહ્યું, "હજી રાહ જો, કોઈને કોઈ તો જરૂર મદદ કરશે." સવારની રાત પડી પણ કહેવાતાં કોઈ દોસ્તે મદદ કરવાની તૈયારી ન બતાવી. ઉલટાનું બધાએ કોઈને કોઈ બહાના કાઢ્યા નહીં તો સલાહ આપી. રાહુલ ખૂબ ઉદાસ થઈ ગયો.
એટલીવારમાં નટવરભાઈએ એમના ખાસ દોસ્ત રમણભાઈને મેસેજ કર્યો. હજી તો અડધો કલાક ન થયો એટલે ઘરનો દરવાજો ખખડ્યો. રાહુલે દરવાજો ખોલ્યો તો સામે રમણભાઈ ઊભા હતા. "અલ્યા, નટુ! આ લે ૧૦,૦૦૦/- રૂપિયા અને તારું કામ પતાવ."
"અરે! રમણ, જરાક શ્વાસ તો લે, પાણી પી."
"નટુ, એ બધું પછી. તેં મને આટલી મોડી રાત્રે મેસેજ કર્યો એનો અર્થ એ જ કે કોઈ ખાસ મુશ્કેલી હશે. તો જ તું મને જણાવે. ચાલ, હવે પહેલાં તારું કામ પતાવ." રમણભાઈના એકેએક શબ્દમાં એમના દોસ્ત પ્રત્યેના પ્રેમનું ઝરણું વહેતું દેખાતું હતું. એક પણ પ્રશ્ન વગર તેઓ તરત જ દોસ્તને મદદ કરવા હાજર થઈ ગયા હતા. થોડીવારમાં રમણભાઈ પોતાના ઘરે જવા નીકળી ગયા.
એમના ગયા પછી રાહુલ નટવરભાઈને વળગીને રડી પડ્યો. "દાદા, મને સમજાય ગયું કે ખરો દોસ્ત કોને કહેવાય. તમારે ભલે એક બે જ મિત્રો છે પણ એ મુશ્કેલી વખતે તરત પડખે આવીને ઊભા રહે એવા છે. જ્યારે મારા બધા આભાસી મિત્રો છે." દાદાએ પ્રેમથી રાહુલના માથે હાથ ફેરવ્યો.
સારાંશ : સ્વાર્થી મિત્રોથી દૂર રેહવુ અને તેની પાછળ સમય કે રૂપિયા દેખાદેખીમાં ન વેડફવા જોઇએ. સાચા મિત્રની પરખ મુશ્કેલીના સમયે જ થાય છે.
17 નવેમ્બર 2023
લાગણીની પરિભાષા - 11
12 નવેમ્બર 2023
દિવાળી લેખ - લઘુ ચિંતન
*લઘુ ચિંતન*
*દીપ મહિમા...🪔*
લંકા વિજય પછી સીતાજીને સાથે લઈ ભગવાન રામચંદ્ર અયોધ્યા પાછા ફર્યા. તે અમાસની રાતને લાખ લાખ દીવડા પ્રગટાવી જનતાએ રોશનીથી પૂનમ જેવી ચમકીલી કરી મૂકી હતી .આ પાવન પ્રસંગની સ્મુતિમાં આજે પણ આસોની અમાસે ઘરેઘર દીવડા પ્રગટે છે. આમેય ભારતીય સંસ્ક્રુતિમાં દીવદાનનું સ્થાન ઊંચું છે,ગોવિંદથીયે ઊંચું મનમળે છે,તે ગુરુની લગોલગ દીપકને સ્થાન સાંપડ્યુછે, ‘ગુ’ એટલે અંધકાર અને ‘રૂ’ એટલે પ્રકાશ .અંધકાર મટાડી પ્રકાશ પાથરે તે ગુરુ,અને બીજો દીપક.ભારતીય જનમાનસે દીપકને પ્રેરણાનું પ્રતિક કહ્યો છે, દીવડાની જ્યોત હમેશાં ઉંચે ઊઠવા પ્રયત્નશીલ હોય છે.
સંસ્કારી માનવીનું ચિત્ત પણ કાયમ ઉંચે ઊઠવા મથે છે, દીપકનો મહિમા એક ઉત્થાન પુરતો જ સીમિત નથી. પ્રકાશના વિસ્તરણનો પણ એટલો જ મોટો મહિમા છે,’જ્યોત સે જ્યોત જલે’ દીવાથી દીવો પ્રગટે એ દીપકની અણમોલ પ્રદાન છે, વીજળીના ગોળાથી બીજો લેમ્પ પ્રગટી શકતો નથી !
દિવાળી – દીપોત્સ્વના આ પુનીત પર્વે આપને ઊંચે ઊઠીએ, પ્રકાશ પ્રસરાવીએ ...એ જ દીપાવલીનું મહત્ત્વ અને એ જ એનો સાચો મહિમા !
*🪔સર્વો વાચક મિત્રો ને મારા તરફથી Happy Diwali🪔*
*- નયના જગદીશ સોલંકી.*
*- આંખો*
*- સુરત*
10 નવેમ્બર 2023
લઘુચિંતન - સત્ય વિચાર દૈનિક
07 નવેમ્બર 2023
શબ્દ વાવેતર - ટોપિક : અવસર/ વિજય ( સ્વ રચના - લઘુચિંતન ને ત્રીજા ક્રમ પસંદગી)
01 નવેમ્બર 2023
મારા વિશે
- N. J. Solanki
- SURAT, Gujarat , India
- Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.