એક અભિવ્યક્તિ માતા –પિતાની દીકરી અર્થે .......
તારો અવાજ ,
તરસતી ધરતી પર જાણે કે,ઝરમર –ઝરમર વરસતો વરસાદ !
તું બોલે છે,ત્યારે હદય અમારું ખરેખર ડોલવા લાગે છે,તૃપ્તિ થાય છે,અને અંદર એક
પ્યાસ પણ જાગે છે.વૃક્ષો પર વસંત બેઠી હોય અને એનું અસ્તિત્વ રંગ અને સુંગંધથી ભરાઈ
જાય ,એમ જ અમારું અંતર અને અસ્તિત્વ તારા અવાજથી ઘેરાઇને રંગ અને ઉમંગથી ભરેલા
દરિયા જેવું બની જાય છે.તું અમને ગમે,અમે તને કહી નહિ શકીએ બેટા,શા માટે? પણ ...
પ્રતીતિ અને પ્રતીતિ જ હોય છે .
દીકરી તારા અવાજમાં ડૂબવું હોય તો ડૂબી જવાય છે, પણ કારણ દર્શાવીને તર્ક ની ભાષામાં કશુક સ્પષ્ટ કરવું હોય તો ભાષા વામણી અને અભિવ્યક્તિનું આખું વિશ્વ અસમર્થ બની ગયું હોય,એવી પ્રતીતિ પળે પળે થયા કરતી હોય છે.
અવાજ તો અમે ઘણાં બધા સાંભળ્યા છે અને સાંભળતા રહીએ છીએ,પરંતુ સ્નેહસભર અવાજનું માંધુર્યું કંઈક જુદું જ હોય છે,અમે અવાજમાં પીગળીને વહેવાની તત્પરતા અને અંતરના ઊંડાણમાંથી પ્રગટ થતી આત્મીયતા સહજ હોય છે બેટા!
- નયના સોલંકી
- આંખો
- સુરત
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો