સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

30 સપ્ટેમ્બર 2023

ભાષાસજ્જતા - 3

એક શુદ્ધ વાક્ય લખવું એ સિદ્ધિ છે તે માટે આપણે વ્યાકરણના અનેક નિયમો જોઈએ અને તેનું પાલન કરીએ.

અશુદ્ધ વાક્યની નીચે જ શુદ્ધ વાક્ય લખેલું હશે.

સુરતે નાણાંકીય વર્ષમાં ઘણો ટેક્ષ વસુલ્યો.
(અશુદ્ધ)
સુરતે નાણાકીય વર્ષમાં ઘણો ટેક્સ વસૂલ્યો. (શુદ્ધ)

બુટલેગરે હપ્તાની માંગણી કરી. (અશુદ્ધ)
બુટલેગરે હપતાની માગણી કરી. (શુદ્ધ)

નીંદર માણતી વૃધ્ધા દબાઇ મરી. (અશુદ્ધ)
નીંદર માણતી વૃદ્ધા દબાઈ મરી. (શુદ્ધ)

29 સપ્ટેમ્બર 2023

ભાષાસજ્જતા - 2

  

ગુજરાતીમાં ક્યારેક એક જ શબ્દના બે કરતાં વધારે અર્થ થાય છે.
નમૂનારૂપ થોડા શબ્દો :

 વાર એટલે 
- પ્રહાર (તલવારનો વાર)
- સમય (હવે કેટલી વાર લાગશે ?)
- દિવસ (આજે કયો વાર છે ?)
- લંબાઈ-પહોળાઈ માપવાનું જૂનું એક માપ (તમારો ફ્લેટ કેટલા વારનો છે ?)
- વખત (આપણે ત્રીજી વાર મળ્યા.)

ભાષા સજ્જતા - 1



આમંત્રણ અને નિમંત્રણ

      આમંત્રણ અને નિમંત્રણ બંને શબ્દનો અર્થ એકસરખો જ છે. એનો અર્થ થાય છે નોતરું, ઈજન, પ્રસંગે કોઈને ઘરે બોલાવવું. 
પણ આ બંને શબ્દ વચ્ચે અર્થને લઈને થોડો તફાવત છે. 
૧. નિમંત્રણ વ્યક્તિગત અપાય. 
૨. આમંત્રણ સામૂહિક અપાય. 
૩. આમંત્રણ એટલે ફરી પધારજો એવો ભાવ. 
૪. નિમંત્રણ એટલે આદર સહ બોલાવવું. 
૫. સામાન્ય રીતે એવું  મનાય  છે કે નિમંત્રણ ઠુકરાવાય નહીં. નૈતિક બંધન પડે. જ્યારે 
આમંત્રણમાં જાઓ કે ન જાઓ, કોઈ નૈતિક બંધન ન પડે.

28 સપ્ટેમ્બર 2023

મોટીવેશન વાર્તા - 3 (મંથન-આત્મસન્માન)

મંથન - આત્મસન્માન
     એક ક્લાસરૂમમાં અચાનક એક વિદ્યાર્થી ઊભો થયો અને તેણે પ્રોફેસરને કહ્યું કે, જન્મદિવસ પર પિતાજીએ ગિફ્ટમાં આપેલી કિંમતી ઘડિયાળ કોઈએ ચોરી લીધી છે. 
       આ સાંભળી પ્રોફેસરે બધાને પોતાની આંખો પર પટ્ટી બાંધીને એક લાઈનમાં ઊભા રહેવા કહ્યું. 
પછી પ્રોફેસરે બધાના ખિસ્સા તપાસવાનું શરૂ કર્યું. 
થોડી જ વારમાં એક છોકરાના ખિસ્સામાંથી ઘડિયાળ મળી ગઈ. પ્રોફેસરે ચુપચાપ તે ઘડિયાળ લઈને તેના માલિકને આપી દીધી. 
પ્રોફેસરે કોઈને કંઈ ન કહ્યું.   

     બધાની આંખો પર પટ્ટી હોવાને કારણે કોઈને કંઈ ખબર ન પડી કે ઘડિયાળ કોણે ચોરી હતી.પછીના બે-ત્રણ દિવસ સુધી ઘડિયાળ ચોરનાર છોકરો ગભરાતો રહ્યો કે તેની ચોરીની જાણ બધાને થઈ જશે, પણ કોઈને ખબર ન પડી. થોડા મહિનાઓમાં બધા વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને કોલેજમાંથી ચાલ્યા ગયા. 

     બહુ વર્ષો પછી કોલેજમાં જૂના વિદ્યાર્થીઓનો રીયૂનિયન કાર્યક્રમ હતો. એ વિદ્યાર્થી કે જેણે ચોરી કરી હતી, હવે એક મોટો ઉદ્યોગપતિ બની ગયો હતો. તે પોતોના પ્રોફેસર પાસે ગયો. તેણે પ્રોફેસરને કહ્યું, ‘મારા જીવન પર તમારું ઋણ છે. આજે હું જીવું છું તો તે તમારા જ કારણે.’ પ્રોફેસરે આવું કહેવાનું કારણ પૂછ્યું તો તે વિદ્યાર્થીએ કહ્યું, ‘સર, એકવાર તમારા વર્ગમાં એક ઘડિયાળ ચોરાઈ હતી ત્યારે તમે બધાની આંખો પર પટ્ટી બંધાવીને બધાના ખિસ્સા તપાસ્યા હતા. એ દિવસે આબરૂ જવાના ડરે મેં નક્કી કરી લીધું હતું કે જો બધાને ખબર પડી જશે તો હું આત્મહત્યા કરી લઈશ. તે ઘડિયાળ મારા ખિસ્સામાંથી મળી, પરંતુ તે અંગે તમે કોઈને ન કહ્યું. તમે મને માફ કરીને મારી આબરૂ સાચવી લીધી.’
     પ્રોફેસરે કહ્યું, ‘હું નહોતો જાણતો કે ઘડિયાળ તેં લીધી હતી. મેં તમારા બધાની આંખે પટ્ટી બાંધવાની સાથે મારી આંખ પર પણ પટ્ટી બાંધી દીધી હતી. હું નહોતો ઇચ્છતો કે મને ખબર પડે કે મારા કયા વિદ્યાર્થીએ આ કામ કર્યું છે. જેથી તે વિદ્યાર્થી મારી નજરમાંથી ઉતરી જાય.’ આ સાંભળીને તે છોકરો નતમસ્તક થઈ ગયો. 

      કોઈની ભૂલ ખબર પડવા પર તેનું અપમાન કરવું, નિંદા કરવી અને સજા આપવી સામાન્ય વાત છે, પરંતુ તેની ભૂલ માફ કરીને તેનું આત્મસન્માન બચાવવાની તક આપવી મહાનતા છે. 

સારાંશ : મેનેજમેન્ટનો સિદ્ધાંત છે કે પ્રશંસા બધાની વચ્ચે કરો અને નિંદા એકલામાં. માફ કરવું અને માફી માંગવી બંને શક્તિશાળી લોકોનું કામ છે.

- અજ્ઞાત 

20 સપ્ટેમ્બર 2023

સપ્તર્ષિ : પરિચય


    સપ્તમ  મનવન્તરના 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે અદ્વિતીય યોગદાન આપ્યું છે. આજે આ સાત ઋષિઓનું સ્મરણ કરી એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનું પર્વ છે. નવી પેઢીને આ સાત ઋષિનો પાતળો પરિચય જરૂરથી આપજો.

1. કશ્યપ ઋષિ
     બ્રહ્માજીના માનસપુત્ર એવા મરીચિ ઋષિના તેઓ પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરિકે પણ ઓળખવામાં આવે છે. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે.

2. અત્રિ ઋષિ
      અત્રિ ઋષિના પત્ની અનસૂયાની કથા સૌ કોઈએ સાંભળી જ હશે જેમને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. મહાન અત્રિ ઋષિ ભગવાન દત્તાત્રેય અને દુર્વાસા ઋષિના પિતા છે. એમના ત્રીજા પુત્ર સોમે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી.

3.વસિષ્ઠ ઋષિ
      વસિષ્ઠજી રઘુવંશના કુલગુરુ હતા એ રીતે તેઓ ભગવાન શ્રીરામના કુલ ગુરુ હતા. તેઓ મહાન ઋષિ પરાસરના દાદા અને મહાભારત સહિત અનેક ગ્રંથોના રચયિતા વેદવ્યાસજીના પરદાદા થાય.

4.વિશ્વામિત્ર ઋષિ
      વિશ્વામિત્ર રાજવી હતા અને રાજપાટ છોડીને સન્યાસી થયા હતા. ભગવાન પરશુરામના પિતા એવા જમદગ્નિ ઋષિના તેઓ મામા થાય. જમદગ્નિ ઋષિના માતા સત્યવતી અને વિશ્વામિત્ર બંને ગાઘી રાજાના સંતાનો હતા.

5.ગૌતમ ઋષિ
        ગૌતમ ઋષિને ન્યાયશાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય.

6.જમદગ્નિ ઋષિ
      તેઓ રુચિક ઋષિના પુત્ર હતા. વિશ્વામિત્રના બહેન સત્યવતીના સંતાન એટલે વિશ્વામિત્ર ઋષિના ભાણેજ થાય. માતા સત્યવતી તેઓને તપસ્વી બનાવવા માંગતા હતા પરંતુ તેનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. ભગવાન પરશુરામ એમના પુત્ર હતા.

7. ભરદ્વાજ ઋષિ
    ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. તેઓએ લખેલા 'વૈમાનિકમ્' નામના ગ્રંથમાં વિમાન બનાવવાની પદ્ધતિનું વિગતવાર વર્ણન કરેલ છે. 'યંત્ર સર્વસ્વમ' નામના ગ્રંથમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. 

     ઋષિપંચમીના પાવન પર્વે આ સપ્તર્ષિ સહિત આપણાં દિવંગત પૂર્વજોના ચરણોમાં પ્રણામ. 🙏

12 સપ્ટેમ્બર 2023

મોટીવેશન વાર્તા - 2 (નજરિયો)

નજરિયો 

      એક  રવિવારની નિરાંતવાળી સવારે, લોકો ન્યુયોર્ક સિટી સબવે ટ્રેનમાં સવાર થઈને તેમના આગલા મુકામ પર જઈ રહ્યા હતા.  ટ્રેનમાં સવાર થોડા મુસાફરો સવારનું અખબાર વાંચી રહ્યા હતા અથવા તેમની ખુરશીઓ પર સૂતા હતા.  બધાં મુસાફરો માટે હળવાશની પળો માણવાની તે એક શાંત મુસાફરી હતી.

  એક સ્ટેશન પર પહોંચતાં જ ટ્રેન ઉભી રહી, અને નાના બાળકો સાથે એક માણસ ચડ્યો.  ટ્રેનમાં ચડતા અને ઉતરતા મુસાફરોની થોડી ચહલપહલ પછી, ટ્રેન ઉપડી અને  દરવાજા ધીમે ધીમે બંધ થઈ ગયા.

     ઉપડ્યા પછી એક મિનિટ કરતાં પણ ઓછા સમયમાં, ટ્રેન માં કોલાહલ મચી ગયો, સમજો કે જાણે અરાજકતા ફાટી નીકળી.   જે માણસ હમણાં જ ચડ્યો હતો તે ટ્રેનની એક સીટ પર બેઠો હતો પરંતુ તેના બાળકો બૂમો પાડતા, ચીસો પાડતા અને એકબીજા સાથે ધીંગા મસ્તી કરતાં કંપાર્ટમેન્ટમાં ધમાચકડી કરવા લાગ્યા.

ટ્રેનમાં જે મૌન પ્રસરેલું હતું તે અદૃશ્ય થઈ ગયું, અને તેનું સ્થાન ફક્ત બાળકોના તોફાન અને ઘોંઘાટે લઈ લીધું 

બાળકોના  પિતાએ દરમિયાનગીરી કરવાનો કોઈ પ્રયાસ ન કર્યો.

 આમ  દસ મિનિટ પસાર થઈ ગઈ. કેટલાક વૃદ્ધ મુસાફરો વ્યગ્ર થઈને આકુળવ્યાકુળ થવા લાગ્યા.  બાળકોના ઘોંઘાટને કારણે ઘણા લોકો જેઓ પહેલા સૂતા હતા તેઓ હવે જાગી ગયા, ઘણાએ  બાળકો તરફ નજર ફેરવી અને ગુસ્સાથી  તેમના પિતા તરફ જોયું, તેમના મનમાં ગુસ્સા અને ઘૃણા ભરેલા વિચારો આવ્યા..


 શા માટે તે તેના બાળકોને શાંત રાખવા માટે કંઈક કરી રહ્યો નથી?

 કેવું અસંસ્કારી  કુટુંબ!

 આ બાળકો અસહ્ય છે...

 આ ખૂબ હેરાન કરે છે.  શા માટે તેઓ બીજી ગાડીમાં બેસતા નથી?

 શું મારે બીજી ગાડીમાં જવું જોઈએ?

 દરેક મુસાફરના મનમાં એક સામાન્ય વિચાર આ હતો:  પિતાએ બાળકોના તોફાન રોકવા માટે કંઈક કરવું જોઈએ: તેમને સુધારવા માટે નમ્ર કે કડક શબ્દોમાં આદેશ આપવો જોઈએ. કોઈ પણ પ્રકારે આ બધું બંધ કરાવવું જોઈએ.
 
 જોકે, એવું  કંઈ ન થયું.

 છેવટે, એક બિઝનેસમેનથી રહેવાયું નહીં.  તે પિતા પાસે ગયો, તેના જેકેટના કોલર પકડીને  ગુસ્સાથી બોલ્યો “સર, તમારા બાળકો વિશે કંઈક કરો.  તેમને હમણાં જ ઠીક કરો !”

 પિતાએ ધીમેથી તે  માણસ તરફ જોયું અને તૂટેલા શબ્દોમાં ધીમેથી જવાબ આપ્યો, "હું જાણું છું કે મારે કંઈક કરવું જોઈએ."  “બસ… અમે હમણાં જ હોસ્પિટલમાંથી પાછા આવ્યા છે… તેમની માતાનું એક કલાક પહેલા અવસાન થયું છે.  મને ખબર નથી કે શું કરવું.”

 પિતાએ આ શબ્દો કહ્યા અને તેની વિષાદગ્રસ્ત આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા.

 પિતાના જવાબથી સ્તબ્ધ થયેલા બિઝનેસમેને પોતાની પકડ છોડી દીધી અને માફી માંગીને પોતાની સીટ પર પાછો જવા લાગ્યો.

 તે ક્ષણે, સમગ્ર ટ્રેનનું વાતાવરણ જે ગુસ્સા અને ઘૃણા થી ભરેલું હતું તે ઊંડી કરુણા અને સહાનુભૂતિમાં ફેરવાઈ ગયું.

સારાંશ : આ વાર્તા ઘટના અને લોકોના વર્તન ને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાની અને ઉતાવળે કોઈ અભિપ્રાય કે મંતવ્ય આપતાં પહેલાં હંમેશા પરિસ્થિતિ   સમજવાનો પ્રયાસ કરવાની શીખ આપે છે.

- અજ્ઞાત

11 સપ્ટેમ્બર 2023

મોટીવેશન વાર્તા 1 (સંઘર્ષ અને અસ્તિત્વ)

સંઘર્ષ અને અસ્તિત્વ


            માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલી એક જાપાનીઝ કંપની થોડી મુશ્કેલીમાં હતી. મુશ્કેલીનું કારણ માત્ર એટલુ જ હતું કે એ જે પ્રકારની માછલીઓનું વેચાણ કરતી હતી એવી માછલીઓ હવે જાપાનના સમુદ્રકિનારાથી ખુબ દુર હતી. આથી માછીમારી કરવા માટે દુર જવુ પડતુ હતુ અને દુરથી માછીમારી કરીને જ્યારે પરત ફરે ત્યારે આ વાસી માછલીનો સ્વાદ પણ ફરી જતો હતો અને લોકો તે ખરિદવાનું પસંદ કરતા ન હતા.

        માછલીને વાસી થતી અટકાવવા માટે કંપનીએ એક મોટુ ડીપ-ફ્રિઝર લીધુ. માછીમારી કરવા જતી વખતે આ ડીપ-ફ્રિઝર પણ સાથે લઇ જવાનું અને માછલીને પકડીને આ ફ્રિઝરમાં મુકી દેવાની જેથી તે એવીને એવી તાજી રહે. થોડા સમયમાં જ કંપનીને સમજાઇ ગયુ કે લોકોને ફ્રિઝ કરેલી આ માછલી પણ પસંદ પડતી નથી કારણકે એને ફ્રીઝ કરવાથી તાજી માછલી જેવો સ્વાદ નથી આવતો.



       કંપની પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માંગતી હતી આથી હવે એક બીજો રસ્તો અપનાવ્યો. વહાણમાં જ પાણીની ટેંક બનાવી અને માછલીને પકડીને આ ટેંકમાં નાખવામાં આવે આથી માછલી જીવતી રહે અને કાંઠા સુધી જીવતી જ લાવી શકાય અને તાજી માછલીઓ ગ્રાહકને પુરી પાડી શકાય. કંપનીની આ તરકીબ પણ નિષ્ફળ રહી કારણકે માછલીઓ જીવતી તો હતી પરંતું નાની ટેંકમાં પડી રહેવાના કારણે એ સાવ જીવવગરની થઇ જતી એનામાં કોઇ તરવરાટ જોવા ન મળતો જેની તેના સ્વાદ પર પણ અસર થતી.




        કોઇ એક કર્મચારીએ કંપનીને એક સુચન કર્યુ કે “ જે ટેંકમાં માછલીઓ રાખવામાં આવે છે એ ટેંકમાં એક નાની શાર્ક પણ રાખવી.” . મેનેજમેન્ટે કહ્યુ , “ પણ આનાથી શું ફેર પડશે?” . કર્મચારીએ જવાબ આપ્યો કે “ માછલીઓ ટેંકમાં નિષ્ક્રિય પડી રહે છે એટલે એની તાજગી જતી રહે છે. જો ટેંકમાં તેની સાથે નાની શાર્ક હશે તો એણે શાર્ક સાથે પોતાના અસ્તિત્વ માટે સતત લડાઇ કરવી પડશે અને એની આ સંઘર્ષયાત્રા જ માછલીને છેક સુધી તાજી રાખશે.” આ સુચન સ્વિકારવામાં આવ્યુ અને કંપની પોતાની મુશ્કેલીમાંથી બહાર પણ આવી ગઇ. 

       સારાંશ :   શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિકો તૈયાર કરી શક્તો નથી તેવી જ રીતે સંઘર્ષ વગરનુ જીવન માણસને જીવતી લાશ જ બનાવી દે છે. પડકારો અને પ્રશ્નો જ માણસને સતત જીવંત રાખે છે.

- અજ્ઞાત

10 સપ્ટેમ્બર 2023

લાગણીની પરિભાષા - 8

 પરિભાષા દિલની 



સંબંધ સાચવવા ચુપ રહેલ માણસ જયારે બોલે છે ને સાહેબ...

ત્યારે સંબંધોમાં પુર આવી જાય છે...


ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનું,બસ આ નાનકડો પ્રવાસ

એટલે આપણી જિંદગી !!


મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,

બાકી હથેળી મારી હોય કે તમારી ખાલી જ રહી જવાની છે..!


સંબંધો કાચ જેવા હોય છે...સાહેબ...

    વધારે ઘર્ષણ લીસોટા પાડે ...


વિશ્વાસ તો બધાને ખોટા પર જ હોય છે...સાહેબ...

સાચા ને તો હંમેશા સાબિતી ઓ આપવી પડતી હોય છે...

- અજ્ઞાત 

ડૉ. દિલીપમોદી મુક્તક સ્પર્ધા (બુક વર્લ્ડ ) - મારા મુક્તકો

નમસ્કાર ,

        મારા બે મુક્તક નો સમાવેશ પ્રથમ 100 મુક્તકમાં કરવા બદલ આભાર.  અને આ દ્વારા મને નવોદિત સાહિત્યકાર તરીકે  આગળ લખવાની પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન અને એક પ્લેટફોર્મ આપવા બદલ આપ સર્વો કમિટીનો દિલથી આભાર વ્યક્ત કરું છું.



* મુક્તક : ઠેકાણું

એને ચાહવાનું રંગીન સરસ બહાનું મળ્યું,
સ્વપન કેવું ય મનભાવન ને સુહાનું મળ્યું !
હું શોધતી’તી પોતાને આમ-તેમ પણ,
તેના હદયમાં મને હવે મારું ઠેકાણું મળ્યું.





* મુક્તક - ભેટ

અનોખી આજ દિલને લગ્ન ની ભેટ આપી દઉં,
કબુલે તો કોઈ એના જ મનની ભેટ આપી દઉં.
છે,હાજર પુષ્પકળીઓ પણ છે,સુરજ, ચાંદ,તારા,
ધરાની ન ગમે તો કો’ક ગગન ની ભેટ આપ દઉં .




ડૉ. દિલીપમોદી મુક્તક સ્પર્ધા (બુક વર્લ્ડ )






07 સપ્ટેમ્બર 2023

લાગણીની પરિભાષા - 7 ( જન્માષ્ટમી)

પરિભાષા દિલની

કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,
જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.

પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!

અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.

એક મોરપંખ ની શોધમાં પહોંચી ગયા અમે વૃંદાવનમાં,
શ્યામ તો મળ્યો નહિ, વહી ગઈ લાગણીઓ પવનમાં.

કૃષ્ણ ને ક્યાં ગમતું મળ્યું છે કદી,તોય જીવન જીવવાનું હોય,
કર્મના ફળ મળ્યા કૃષ્ણને તોય, એ સમય પર છોડવાનું હોય.

કેમ કરીને સમજાવું તને હુ મારી ભાષા,
તને કૃષ્ણ ની તો મને રાધા ની આશા.

પ્રેમ નો મુકામ છે તારા હાથમાં,
ક્યારેક તુફાન તો ક્યારેક વિશ્રામ છે તારા હાથમાં,
હાથ જોઈ “રાધા” ને કહ્યું હતું એક જ્યોતિષે,
ભલે તું ગોરી છે પણ એક શ્યામ છે તારા હાથમાં.


- અજ્ઞાત

02 સપ્ટેમ્બર 2023

લાગણીની પરિભાષા - 6

                                                               પરિભાષા દિલની 



સૂતેલા તો પાણી છાંટવા થી ઉઠી જશે સાહેબ...  
તકલીફ તો છે જાગતા છે ને તેને  જગાડવાની છે



હકીકત જ શોધવી પડે છે આ દુનિયા માં સાહેબ...
અફવા ઓ તો ઘર બેઠા આવી જાય છે...


તમારી "કિંમત" એટલીજ રાખો,સાહેબ "જેટલી" સામે વાળો માણસ "ચુકવી "શકે... 
જો "મોંઘા" થઈ ગયા તો એકલા "પડી જશો...


કબુલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય ને સાહેબ...
તો ભૂલમાંથી પણ ઘણુબધું શીખી શકાય છે..


જીવન એ હલ કરવાની સમસ્યા નથી સાહેબ... 
પરંતુ અનુભવવા માટેની વાસ્તવિકતા છે...



-અજ્ઞાત

શિક્ષક દિન નિમિતે લઘુ ચિંતન ભાગ - ૨

 



    શિક્ષક કે શિક્ષણ વિશે વધુ બોલવાનું હોય ત્યારે  હું ત્રણ વાત ચોક્કસ કહીશ.: સમાજ માં શિક્ષણ રક્ષણ આપતું હોવું જોઈએ. જે શિક્ષા સુરક્ષા ન આપી શકે તે વિધાલયમાં શોભે નહિ .સમાજમાં જે ઘટનાઓ બને છે તે જોતા લાગે શિક્ષણ રક્ષણ આપી શક્યું નથી. શિક્ષણ રક્ષણ આપવું જોઈએ.જેવી રીતે તક્ષશિલા ,નાલંદા શિક્ષણ ની સાથે સાથે રક્ષણ પણ આપતી હતી, એમાં માનવીના તન મન અને શીલનું રક્ષણ થતું હતું.બીજું છે, શિક્ષણ પોષણ આપતું હોવું જોઈએ. શિક્ષણ જગતમાં વિધાર્થી કે શિક્ષકનું ક્યારે શોષણ ન થવું જોઈએ. ત્રીજું  આ બન્ને ઘટના પ્રેમશિક્ષણ  દ્વારા થવી જોઈએ. જો શિક્ષણ પ્રેમથી નહિ થાય તો છેદ ઉડી જશે .આ ત્રણ વસ્તુ આપને બધા સાચવી શકીએ. તો શિક્ષણ વિધામાં પરિવર્તન થશે. આ બધી જ જવાબદારીના મૂળમાં શિક્ષક જ છે, કારણ કે વાલીઓ જવાબદારીઓ આપીને છૂટી જાય .

 

      શિક્ષક જવાબદારી સમજીને એક વ્રતનિષ્ઠ બનીને  પોતેજ કાર્ય કરે છે, એ વર્ગના વિધાર્થીઓને  શીખવવાનું છે, જીવનમાં શિક્ષકે ક્યારેય બીજાના દોષને જોવાના નથી, પ્રવતમાન સમયમાં શિક્ષક આટલું કરતો થશે તો શાળામાં એક નવો ઘાટ ઉભો થશે, જેનો આનંદ શિક્ષક વધારે પ્રાપ્ત કરતો થશે, તો શાળામાં એક નવો ઘાટ ઉભો થશે, જેનો આનંદ શિક્ષક વધારે પ્રાપ્ત કરી શકેશે. સમાજને કશું અર્પણ કરી શકશે. આજે સમાજમાં શિક્ષકનો મહિમા વધુ ગવાય છે, આ મહિમાને વધારે જીવંત રાખવા માટે શિક્ષકે આદર્શ આદર્શ વિચાર રાખીને પ્રમાણિકતા વાત્સલ્યભાવે શિક્ષણ કાર્ય કરવું પડશે. સમાજ શિક્ષકને ગુરુના ભાવથી  જુએ છે, પણ એક શાયર કહ્યું છે,” શિક્ષક રીટાયર થઈ શકે છે,પણ એક્સ્પાયર ન થવો જોઈએ,” ઉમર થી ભલે નિવૃત થઇ જાય પણ મનથી  કયારેય નિવૃત ના થવો જોઈએ.શિક્ષકને તો પોતાના આંગણામાં રમતા બાળકો કરતા શાળામાં આંગણામાં રમતા બાળકો કરતા પ્રત્યે વધારે મમતા હોવી જોઈએ ,જે શિક્ષક આટલું કરી શકેશે ,ત્યારે સમજવાનું કે આપણો શિક્ષણધર્મ સાર્થક છે.

 

     ટૂંકમાં આપણે સૌ મળીને ભારતીય શિક્ષણ પરંપરાનો સાથે પવિત્રતા સાચવીને સ્વીકારીએ એનું જતન કરીએ.


    પૂર્ણ.  

હું સોલંકી નયના શિક્ષક દિન નિમિતે આપની સક્ષમ બે ભાગમાં મારા ચિંતન લેખન રજુ કરી રહી છું. આપના પ્રતિસાદ અચૂકથી જણાવજો.

 

શિક્ષક દિન નિમિતે લઘુચિંતન લેખ ભાગ - ૧



        શિક્ષક તો ઋષિ તુલ્ય છે, શિક્ષક સમાજમાં ગુરુ સમાન છે, એની જયારે વાત આવે ત્યારે મારે શિક્ષક વિષે મારે શું બોલવું ? પણ એક શિક્ષકના નાતે કહેવું હોય તો હું અવશ્ય કહીશ કે, શિક્ષક એક કુંભાર છે, માફ કરજો અહી કોઈ વર્ણ, વર્ગ, જાતિ કે ધર્મને ધ્યાનમાં લેવાનો નથી ખરેખર એકવીસમી સદીમાં કોઇપણ પ્રકારનો વર્ણવાદ,જાતિવાદ કે જ્ઞાતિવાદ ચાલી શકે નહિ, શંકરાચાર્ય આજથી વર્ષો પહેલા કહ્યું છે, કે, - ‘नमे ज़ाति भेद;’ એટલે કે મને કોઈ જાતિ પ્રત્ય ભેદ નથી, તો આપને શા માટે રાખવો જોઈએ.?

     હવે આપણે મુખ્ય વાત પર પાછા આવીએ કે, શિક્ષક કુંભાર છે. આપને ખ્યાલ છે કે, કુંભાર માટી માંથી જ બધા વાસણો ત્યાર કરે છે. જયારે ત્યાર કરતો હોય તો તે બધા જ પ્રકારનો ખ્યાલ રાખે છે. જયારે જરૂર પડે ત્યારે અંદર હાથ રાખીને બહાર થી ટપારે છે, એવી રીતે એક ઘડો ત્યાર થાય છે. શિક્ષક પણ આવું જ કાર્ય કરે છે કે, વિધાર્થીરૂપી ઘડાને ત્યાર કરતી વખતે જ્યાં જેવી જરૂર જણાય તેવી રીતે પોતાના પ્રેમનો હાથ રાખીને કાર્ય કરવું જોઈએ. માટે અહી કુંભાર એટલે વર્ણ નહિ વૃતિ ની વાત છે.

 

     કવિ કાગબાપુએ એક સમેલનમાં ગાંધીબાપુને પણ કુંભાર કહ્યા હતા. તમારા આંગણમાં તમે માટલા બનાવજો.માટલાને પકવજો.જે કરવું હોય તે કરજો. પણ નીભાડાને દુર રાખજો. આપને ત્યાં શિક્ષકનું બહુ મોટું ગૌરવ છે. શિક્ષકે પણ એક વાતને યાદ રાખવા જેવી છે. સમાજમાં ઘડાયા વિના ના પથ્થરો પડ્યા છે. ખુનદાયા વિનાની માટી પડી છે.એની પાસે જઇને એમાં પડેલી ચેતના ને બહાર કાઠીએ તેવી વૃતિ અને પ્રવુતિ શિક્ષકનું કુંભાર કર્મ કહેવાય. આજે સમય એવો આવી ગયો છે કે, શિક્ષકની જવાબદારી પોતાના પરિવાર અને સમાજ માટે પણ વધી ગઈ છે. આવી પરીસ્થિતિમાં શિક્ષકે પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે, અને સમાજ મારફત પણ શિક્ષકનું પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે.

 

  કમશ :

 હું સોલંકી નયના શિક્ષક દિન નિમિતે આપની સક્ષમ બે ભાગમાં મારા ચિંતન લેખન રજુ કરી રહી છું. આપના પ્રતિસાદ અચૂકથી જણાવજો.

 


મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.