શિક્ષક કે શિક્ષણ વિશે વધુ બોલવાનું હોય ત્યારે હું ત્રણ વાત ચોક્કસ કહીશ.: સમાજ માં શિક્ષણ રક્ષણ આપતું હોવું જોઈએ. ‘જે શિક્ષા
સુરક્ષા ન આપી શકે તે વિધાલયમાં શોભે નહિ .’સમાજમાં જે ઘટનાઓ બને છે તે જોતા લાગે શિક્ષણ રક્ષણ આપી
શક્યું નથી. શિક્ષણ રક્ષણ આપવું જોઈએ.જેવી રીતે તક્ષશિલા ,નાલંદા શિક્ષણ ની
સાથે સાથે રક્ષણ પણ આપતી હતી,
એમાં માનવીના તન મન અને શીલનું રક્ષણ થતું હતું.બીજું છે, શિક્ષણ પોષણ
આપતું હોવું જોઈએ. શિક્ષણ જગતમાં વિધાર્થી કે શિક્ષકનું ક્યારે શોષણ ન થવું જોઈએ.
ત્રીજું આ બન્ને ઘટના પ્રેમશિક્ષણ દ્વારા થવી જોઈએ. જો શિક્ષણ પ્રેમથી નહિ થાય તો
છેદ ઉડી જશે .આ ત્રણ વસ્તુ આપને બધા સાચવી શકીએ. તો શિક્ષણ વિધામાં પરિવર્તન થશે.
આ બધી જ જવાબદારીના મૂળમાં શિક્ષક જ છે, કારણ કે વાલીઓ જવાબદારીઓ આપીને છૂટી જાય .
શિક્ષક
જવાબદારી સમજીને એક વ્રતનિષ્ઠ બનીને પોતેજ
કાર્ય કરે છે, એ વર્ગના વિધાર્થીઓને શીખવવાનું છે, જીવનમાં શિક્ષકે
ક્યારેય બીજાના દોષને જોવાના નથી,
પ્રવતમાન સમયમાં શિક્ષક આટલું કરતો થશે તો શાળામાં એક નવો
ઘાટ ઉભો થશે, જેનો આનંદ શિક્ષક વધારે પ્રાપ્ત કરતો થશે, તો શાળામાં એક નવો ઘાટ ઉભો થશે, જેનો આનંદ શિક્ષક
વધારે પ્રાપ્ત કરી શકેશે. સમાજને કશું અર્પણ કરી શકશે. આજે સમાજમાં શિક્ષકનો મહિમા
વધુ ગવાય છે, આ મહિમાને વધારે જીવંત રાખવા માટે શિક્ષકે આદર્શ આદર્શ વિચાર રાખીને
પ્રમાણિકતા વાત્સલ્યભાવે શિક્ષણ કાર્ય કરવું પડશે. સમાજ શિક્ષકને ગુરુના
ભાવથી જુએ છે, પણ એક શાયર કહ્યું
છે,” શિક્ષક રીટાયર થઈ શકે છે,પણ એક્સ્પાયર ન થવો જોઈએ,”
ઉમર થી ભલે નિવૃત થઇ જાય પણ મનથી કયારેય નિવૃત ના થવો જોઈએ.શિક્ષકને તો પોતાના
આંગણામાં રમતા બાળકો કરતા શાળામાં આંગણામાં રમતા બાળકો કરતા પ્રત્યે વધારે મમતા
હોવી જોઈએ ,જે શિક્ષક આટલું કરી શકેશે ,ત્યારે સમજવાનું કે આપણો શિક્ષણધર્મ સાર્થક છે.
ટૂંકમાં આપણે
સૌ મળીને ભારતીય શિક્ષણ પરંપરાનો સાથે પવિત્રતા સાચવીને સ્વીકારીએ એનું જતન કરીએ.
પૂર્ણ.
હું સોલંકી નયના શિક્ષક દિન નિમિતે આપની સક્ષમ બે ભાગમાં મારા ચિંતન લેખન રજુ કરી રહી છું. આપના પ્રતિસાદ અચૂકથી જણાવજો.
1 ટિપ્પણી:
શિક્ષણ રક્ષણ આપતું હોવું જોઈએ
ખૂબ સરસ વાત કહી 👏🏻👏🏻👏🏻
ટિપ્પણી પોસ્ટ કરો