આમંત્રણ અને નિમંત્રણ
આમંત્રણ અને નિમંત્રણ બંને શબ્દનો અર્થ એકસરખો જ છે. એનો અર્થ થાય છે નોતરું, ઈજન, પ્રસંગે કોઈને ઘરે બોલાવવું.
પણ આ બંને શબ્દ વચ્ચે અર્થને લઈને થોડો તફાવત છે.
૧. નિમંત્રણ વ્યક્તિગત અપાય.
૨. આમંત્રણ સામૂહિક અપાય.
૩. આમંત્રણ એટલે ફરી પધારજો એવો ભાવ.
૪. નિમંત્રણ એટલે આદર સહ બોલાવવું.
૫. સામાન્ય રીતે એવું મનાય છે કે નિમંત્રણ ઠુકરાવાય નહીં. નૈતિક બંધન પડે. જ્યારે
આમંત્રણમાં જાઓ કે ન જાઓ, કોઈ નૈતિક બંધન ન પડે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો