શિક્ષક તો ઋષિ તુલ્ય છે, શિક્ષક સમાજમાં ગુરુ સમાન છે, એની જયારે વાત આવે ત્યારે મારે શિક્ષક વિષે મારે શું બોલવું ? પણ એક શિક્ષકના નાતે કહેવું હોય તો હું અવશ્ય કહીશ કે, શિક્ષક એક કુંભાર છે, માફ કરજો અહી કોઈ વર્ણ, વર્ગ, જાતિ કે ધર્મને ધ્યાનમાં લેવાનો નથી ખરેખર એકવીસમી સદીમાં કોઇપણ પ્રકારનો વર્ણવાદ,જાતિવાદ કે જ્ઞાતિવાદ ચાલી શકે નહિ, શંકરાચાર્ય આજથી વર્ષો પહેલા કહ્યું છે, કે, - ‘नमे ज़ाति भेद;’ એટલે કે મને કોઈ જાતિ પ્રત્ય ભેદ નથી, તો આપને શા માટે રાખવો જોઈએ.?
હવે આપણે મુખ્ય
વાત પર પાછા આવીએ કે,
શિક્ષક કુંભાર છે. આપને ખ્યાલ છે કે, કુંભાર માટી માંથી જ બધા વાસણો ત્યાર કરે છે. જયારે ત્યાર કરતો હોય તો તે બધા
જ પ્રકારનો ખ્યાલ રાખે છે. જયારે જરૂર પડે ત્યારે અંદર હાથ રાખીને બહાર થી ટપારે
છે, એવી રીતે એક ઘડો ત્યાર થાય છે. શિક્ષક પણ આવું જ કાર્ય કરે છે કે, વિધાર્થીરૂપી ઘડાને ત્યાર કરતી વખતે જ્યાં જેવી જરૂર જણાય તેવી રીતે પોતાના
પ્રેમનો હાથ રાખીને કાર્ય કરવું જોઈએ. માટે અહી કુંભાર એટલે વર્ણ નહિ વૃતિ ની વાત
છે.
કવિ કાગબાપુએ
એક સમેલનમાં ગાંધીબાપુને પણ કુંભાર કહ્યા હતા. ‘તમારા આંગણમાં તમે માટલા બનાવજો.માટલાને પકવજો.જે કરવું હોય તે કરજો. પણ
નીભાડાને દુર રાખજો. આપને ત્યાં શિક્ષકનું બહુ મોટું ગૌરવ છે. શિક્ષકે પણ એક વાતને
યાદ રાખવા જેવી છે. સમાજમાં ઘડાયા વિના ના પથ્થરો પડ્યા છે. ખુનદાયા વિનાની માટી
પડી છે.એની પાસે જઇને એમાં પડેલી ચેતના ને બહાર કાઠીએ તેવી વૃતિ અને પ્રવુતિ
શિક્ષકનું કુંભાર કર્મ કહેવાય. આજે સમય એવો આવી ગયો છે કે, શિક્ષકની જવાબદારી પોતાના પરિવાર અને સમાજ માટે પણ વધી ગઈ છે. આવી
પરીસ્થિતિમાં શિક્ષકે પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે, અને સમાજ મારફત પણ શિક્ષકનું પોતાનું સ્થાન જાળવી રાખવાનું છે.
કમશ :
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો