સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

03 માર્ચ 2024

વિશ્વ નારી વિભૂતિ : 3. અરુંધતિ રોય

 🙏ભારતીય સાહિત્યકાર  નારી વિભૂતિ. - અરુંધતિ રોય🙏



👉પરિચય માહિતી :-

* નામ :- અરુંધતિ રોય
* જન્મ તારીખ :- 24/11/1961
* જન્મ દેશ :- ભારત
* જન્મ રાજ્ય :- મેઘાલય (આસામ)
* જન્મ શહેર :- શિલોંગ
* જન્મ ગામ :- શિલોંગ
* પિતાનું નામ :- રજીબ રોય
* માતાનું નામ :- મેરી રોય
* ભાઈ - બહેન :- ભાઈ
* પિતાનો વ્યવસાય :- સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેક્ચર, દીલ્હી
* શિક્ષણ :- 1. શરૂઆત શિક્ષણ કોટ્ટાયમની કોર્પસ ક્રિસ્ટી સ્કૂલ તેમજ તમિલનાડુના નિલગીરીમાં લોરેન્સ સ્કૂલ ખાતેથી.
2. સ્કૂલ ઓફ પ્લાનીંગ એન્ડ આર્કિટેક્ચર, દીલ્હીમાં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો.
*વ્યવસાય :- લેખક, નિબંધકાર, સામાજિક કાર્યકરતા

*પુરસ્કાર:- 1. મેન બુકર પ્રાઈઝ (1997)
2. સિડની પીસ પ્રાઈઝ (2004)
3. નોર્મન મેલર પુરસ્કાર (2011)

*મુખ્ય કૃતિ:- ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ*

👉જાણી અજાણી વાતો:-

1. જ્યારે તેઓ 2 (બે) વર્ષના હતા ત્યારે માતાપિતાના લગ્નવિચ્છેદને કારણે તેઓ માતા અને ભાઈ સાથે કેરળ પરત ફર્યા.
2. થોડોક સમય માટે તેમનો પરિવાર માતૃપક્ષના દાદાને ત્યાં ઊટી, તમિલનાડુ ખાતે રહ્યો.
3.અરુંધતિ પાંચ વર્ષના થયા ત્યારે તેઓ કેરળ પરત ફર્યા જ્યાં તેમની માતાએ એક શાળા શરૂ કરી.
4. રોયને ટાઈમ મેગેઝિન દ્વારા 2014માં વિશ્વના 100 પ્રભાવશાળી લોકોની સૂચિ ટાઈમ 100માં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા.
5. પુરસ્કાર પ્રાપ્ત ફિલ્મ મેસી સાહબમાં રોયને આદિવાસી કન્યાની ભૂમિકા કરી હતી.
6. ફિલ્મી દુનિયાથી મોહભંગ થતાં અરુંધતિએ એરોબિક્સ વર્ગ ચલાવવા સહિત વિભિન્ન કાર્યો કર્યા.
7. 1997 માં ગોડ ઓફ સ્મોલ થિંગ્સ નવલકથા માટે પુરસ્કારરૂપે તેમને US$30,000 પ્રાપ્ત થયા હતા.

(સંકલિત)
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.

1 ટિપ્પણી:

જયસુખભાઇ એલ જીકાદરા 'જય' - શાખપુર કહ્યું...

આદરણીય શ્રી નયનાબેનને આવી સુંદર માહિતી એકત્રિત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐
અરુંધતી રોય વિશે સરસ માહિતી આ બ્લોગ માં આપી છે. આપ વાંચક વર્ગ પણ આ માહિતીનુ વાંચન કરી જ્ઞાનમાં વધારો કરો.
આવું સરસ કામ કરવા બદલ ખૂબ ખૂબ ફરી વખત અભિનંદન 💐
અભિનંદન 💐 અભિનંદન 💐
નયનાબેનને ખૂબ ખૂબ અભિનંદન 💐

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.