*NOG SS NO : 219*
*વિષય: NGO SS સ્નેહ મિલન 2024*
*રચના :- ઊર્મિ કાવ્ય*
*શીર્ષક : મિલન કે વિરહ!*
સર્વોને ચાહવાનું રંગીન સરસ બહાનું મળ્યું,
સ્વપન કેવું ય મનભાવન ને સુહાનું મળ્યું !
હું શોધતી’તી પોતાને આમ-તેમ પણ,
NOG હદયમાં મને હવે મારું ઠેકાણું મળ્યું.
મળ્યા સામસામે સર્વો ઓચિંતા એક દી’-
સર્વો મગ્ન બન્યા ને મુજથી વધુ કેં કે’વાયું નહી.
થયું, ચાલો! અમને નીરખવા લહાણું મળ્યું.
સર્વો નીકળી ગયા નજરોની સામેથી એ પછી ,
હાય, SS વિરહસભરનું અમને એક ગાણું મળ્યું.
છેડતું વાસ્તવમાં અમારા નાજુક દિલના તારને
જે સંવેદન નિજ મળ્યું ,તે ખરેખર,પોતાનું મળ્યું.
મારી હદયવીણાના તાર ઝંકૃત થઈ ગયા –
આમ, જીવન તો જુઓ કેવું મજ્જા’નું મળ્યું !
NOG સ્નેહ મિલનની દુનિયા છે,
દ્રશ્યમાન ‘આંખો’માં;
મિલન-વિરહનું એ થકી તો બહાનું મળ્યું !
- નયના જે. સોલંકી
- આંખો
- સુરત.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો