નીચેનું પ્રત્યેક કાવ્ય વાંચી, તેની
નીચેના પ્રશ્નોના ઉત્તર લખો:
આપણે ભરોસે
આપણે હાલીએ
હો ભેરુ મારા, આપણે ભરોસે
આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે
આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે, તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ
બળને બાહુમાં ભરી, હૈયામાં
હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણના સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર?
એના કરતૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ. હો ભેરુ
– પ્રફ્લાદ
પારેખ
પ્રશ્નો:
(1) ‘તારે ભરોસે રામ’ એવું ગાનારને કવિ શા માટે ખોટો કહે છે?
(2) “આપણે જ આપણે છઈએ. આ પંક્તિ સમજાવો.
(3) કવિ કોનો હાથ ઝાલવાની વાત કરે છે? શા માટે?
(4) આ કાવ્યમાં સાગર અને વહાણ શેનાં રૂપકો છે?
(5) આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો.
ઉત્તરઃ
(1) ‘તારે ભરોસે રામ’ એવું ગાનારને કવિ ખોટો કહે છે; કારણ કે જેને પોતાની જાત પર ભરોસો ન હોય તેનો ભગવાન પરનો ભરોસો નકામો કરે છે.
(2) “આપણે જ આપણે છઈએ એટલે આપણે જ આપણને ડુબાડીએ છીએ કે આપણે જ
આપણને ઉગારીએ છીએ અને આપણે જ આપણને સામે પાર લઈ જઈએ છીએ.
(3) કવિ મહેનતનો હાથ ઝાલવાની વાત કરે છે; કારણ કે જે પોતાની મહેનતનો હાથ ઝાલે છે તે જ આ સંસારસાગરને સફળતાપૂર્વક પાર
કરી શકે છે.
(4) આ કાવ્યમાં સાગર એ સંસાર માટેનું અને વહાણ એ જીવન માટેનું
રૂપક છે.
(5) કાવ્યનું યોગ્ય શીર્ષક: ખુદનો ભરોસો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો