નિબંધલેખન પદ્ધતિ અને નિયમો
1.
આપેલા બે કે ત્રણ વિષયોના મુદ્દાઓ વાંચી એવો નિબંધ પસંદ
કરો કે જેને તમે યોગ્ય ન્યાય આપી શકશો એવી તમને શ્રદ્ધા હોય.
2. યોગ્ય નિબંધ પસંદ કરી, કાચી નોંધરૂપે એને મુદાઓ / પેટામુદ્દાઓમાં વિભાજિત કરો.
3. નિબંધની શરૂઆત અનેક
રીતે થઈ શકે. તમે. વિષયને અનુરૂપ સુવાક્ય કે કંડિકા પસંદ કરીને નિબંધની શરૂઆતમાં
મૂકી શકો.
4. શરૂઆતના મુખ્ય
મુદ્દાના પેટામુદ્દાઓને ક્રમશઃ લખો. દરેક પેટામુદાને લખતાં નીચેની બાબતો ધ્યાનમાં
રાખો:
a. વાક્યો ટૂંકાં, સરળ, સચોટ અને તમારા
મુદ્દાને યથાર્થ રીતે અભિવ્યક્ત કરતાં હોવાં જોઈએ.
b. લેખનરૂઢિ અને
લેખનસજ્જતાના તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને, કાળજી તેમજ ચોકસાઈથી
લખો. વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરો.
c. અક્ષરો સુઘડ, સ્વચ્છ ને સુવાચ્ય, ચેક-ચાક વિનાના હોવા
જોઈએ.
d. યોગ્ય અલંકારોનો
ઉપયોગ, સહજ રીતે થાય તો કરવો.
5. એક મુદ્દો પૂરો થતાં
પરિચ્છેદ પાડો. પરિચ્છેદમાં વિચારવિકાસને ધ્યાનમાં રાખીને વાક્ય-વાક્ય વચ્ચે
અર્થનો મેળ રહે તેમ કરવું.
6. તમારા મૌલિક વિચારો, યોગ્ય રીતે વ્યક્ત થાય તે માટે પ્રયત્નશીલ રહેવું.
7. એકનો એક મુદ્દો કે
વિચાર, પુનરાવર્તન ન પામે તે જોવું. ન
સમજાય – એવાં વાક્યો કે ન સમજાય એવા
શબ્દોનો ઉપયોગ ન કરવો.
8. નિબંધ લખી લીધા પછી
ફરી નિબંધ વાંચવો, ભૂલ હોય તો સુધારી લેવી. એકાદ
મુદ્દો પાછળથી સૂઝે તો ટૂંકમાં નોંધ કરવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો