પ્રશ્ન :-
સ્ત્રી
અને પુરુષ આ મુસાફરી જેવા જીવનમાં એકસાથે સુમેળ ન હોય, તો એ તાલબદ્ધ અને કર્ણપ્રિય હોતું નથી
એમ પતિ અને પત્નીમાં સુમેળ ન હોય, તો
જીવન સંવાદી હોતું નથી. બંનેની પાસે બંને જણાં વર્તન અને વ્યવહારની બાબતમાં તદ્દન
ચોખાપણું ઇચ્છે છે; પરંતુ જો પતિ પત્નીને વફાદાર રહેવા
તૈયાર ન હોય તો પત્ની પણ કંઈ પતિને વફાદાર રહેવા બંધાયેલી નથી. જગતનો નિયમ છે કે
કોઈ વ્યક્તિ જે રીતે વર્તે એ જ રીતે તે જોઈને બીજી વ્યક્તિ પણ વર્તતી હોય છે.
અલબત્ત, પતિ અને પત્ની પોતપોતાની ઇચ્છા
પ્રમાણે સ્વચ્છંદ આચરણ કરનારાં ન બને, પણ
પોતાના પગ ઉપર જ ઊભાં રહેનારાં અને સામાના આચારવિચારને યોગ્ય આદરથી સ્વીકારનારા
બને. આમ નથી થતું તેથી જ પતિ અને પત્નીના જીવનમાં નાની વાતોને બહુ મોટું રૂપ આપી
મોટા ઝઘડા અને સંઘર્ષો થાય છે.
ઉત્તરઃ
શીર્ષક
: સંવાદી જીવન
સંવાદી જીવન
સ્ત્રી અને પુરુષ જીવનમાં એકસાથે મુસાફરી કરતાં માણસો છે. આથી જો પતિ અને પત્ની
વચ્ચે સુમેળ ન હોય તો જીવન સંવાદી રહેતું નથી. જીવનમાં ઝઘડા અને સંઘર્ષોને નિવારવા
બંનેએ એકબીજાના આચારવિચારને આદરપૂર્વક સ્વીકારવા જોઈએ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો