સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

24 જૂન 2023

સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

 

સંક્ષેપીકરણ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

Ø પરિચ્છેદ (ગદ્યખંડ) ધ્યાનથી વાંચો.

Ø વાંચતાં-વાંચતાં તમને ખ્યાલ આવશે કે પ્રસ્તુત પરિચ્છેદ કોઈ ભાવ-વિચારનો વિસ્તાર છે.

Ø એ ભાવ-વિચારને વ્યક્ત કરવા માટે ક્યાંક ઉદાહરણો કે કાવ્યપંક્તિઓ આપીને વિચારને વધુ સ્પષ્ટ કરવાનો કે સમજાવવાનો તાર્કિક રીતે પ્રયત્ન કર્યો હોય છે.

Ø ક્યાંક શબ્દસમૂહ કે સામાસિક શબ્દોનો વિસ્તાર ભાષાના પોતને, એના બળને હાનિ પહોંચાડતાં હોય છે.

Ø વાતના દઢીકરણ માટે ક્યાંક શબ્દ, શબ્દસમૂહ કે વાક્યનું પુનરાવર્તન થયેલું હોય છે.

Ø કેટલીક વાર અલંકારનો ઉપયોગ ભાષાભિવ્યક્તિને સબળ કરવા થયો હોય છે.

Ø પરિચ્છેદ(ગદ્યખંડ)નો સંક્ષેપ કરતાં:-

·       સઘળી બાબતો દૂર કરતાં ધ્યાનમાં રાખો કે શબ્દોને સ્કુટ કરતાં, અર્થ કે ભાવ દૂર ન થઈ જાય. ભાવાર્થની માવજત કરતાં-કરતાં શબ્દોને દૂર કરો છો.

·       સંક્ષેપ શબ્દોનો કરવાનો છે, ભાવ-અર્થનો સંક્ષેપ ન થાય.

·       દા. ત., સમગ્ર પરિચ્છેદમાં 120 અક્ષર હોય, તો 1/3 ભાગમાં સંક્ષેપ કરતાં 40 અક્ષર-સંખ્યા થાય એટલો (લગભગ) પરિચ્છેદ તૈયાર કરવો.

·       રફકામમાં કાચો મુસદ્દો તૈયાર કરો. ફરી વાંચી જાઓ. મૂળ પરિચ્છેદમાં જે વિચારવિસ્તાર છે, તેના શબ્દો ઓછા કરતાં, સંક્ષેપ કરતાં કંઈ નુકસાન તો નથી થયું ને? એ કાળજી રાખો.

·       અંતે યોગ્ય શીર્ષક આપો.

 

ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.