સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

27 મે 2023

TAT 1 ની હોલટિકિટ બાબતે

TAT 1 ની હોલ ટિકિટ ડાઉનલોડ કરો.

26 મે 2023

આવનાર પરીક્ષાની તારીખનું લીસ્ટ.

આવનાર પરીક્ષાની તારીખનું લીસ્ટ ચાર્ટ.

25 મે 2023

TAT પરીક્ષાની તારીખ નું જાહેરનામું.

ફાઈનલ TAT પરીક્ષાની તારીખ આવી ગઈ છે.

માધ્યમિક શાળાતં પરિણામ ની PDF

માધ્યમિક શાળાતં પરિણામની PDF મેળવવા અહી ક્લિક કરો.

TAT - ખૂબ જ અગત્યની માહિતી

🔥 TAT-1 ફોર્મ ભરવા માટે અગત્યની સૂચના - યોગ અને સ્વાસ્થ્ય વિષયના શિક્ષણ તરીકે ફોર્મ ભરી શકશે. 

💥 ખૂબ જ અગત્યની માહિતી 💥

👉 જે વિદ્યાર્થીઓ માધ્યમિકમાં ફોર્મ ભરી શકતા નથી તે તમામ વિદ્યાર્થીઓ યોગ અને સ્વાસ્થ્ય વિષયના શિક્ષણ તરીકે ફોર્મ ભરી શકશે.

👉 એટલે કે B.Com. અને B.A. 
(મનોવિજ્ઞાન તત્વજ્ઞાન જેવા વિષયો)
આવા વિદ્યાર્થીઓ હાલમાં યોગ અને સ્વાસ્થ્ય વિષયના શિક્ષણ તરીકે માધ્યમિક શાળામાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે.

👉 તમારે OJAS માં જઈ યોગ અને સ્વાસ્થ્ય વિષયના શિક્ષક તરીકે શિક્ષણ સહાયક માં એપ્લાય ઓનલાઈન આપી BA અથવા B.Com. અથવા B.Sc. સાથે B.Ed. select કરવાનું રહેશે...

👉 તમામ પરીક્ષા એક જ તારીખે અને એક જ સમયે હોવાથી કોઈપણ એકમાં જ ફોર્મ ભરી શકાશે, એટલે કે જો તમે માધ્યમિક ના કોઈ વિષયમાં આવતા નથી તો તમે યોગ અને સ્વાસ્થ્ય વિષયના શિક્ષક તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી શકો છો...

👉 આનો સીધો મતલબ એવો થયો કે તમે જો માધ્યમિકના કોઈ વિષય માં ન ભરી શકતા હો તો જ તમે માધ્યમિકમાં યોગ અને સ્વાસ્થ્ય વિષયના શિક્ષક તરીકે ફોર્મ ભરી શકશો.

👉 આ માહિતી વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો...

14 મે 2023

STD :10 ગુજરાતી વ્યાકરણ - પ્રત્યયો

👉 પ્રત્યયોના અર્થ અને પ્રકારની સમજૂતીની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


👉 STD 10, વિષય : ગુજરાતી, પાઠ : 1 થી 24 ના  IMP પ્રત્યયોના ઉદાહરણોની PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો. 






પ્રિય મિત્રો,

       ગુજરાતી વિષયનું ધોરણ : ૯ અને ૧૦ નું IMP મટીરીયલ PDF ના માધ્યમથી મેળવો.આપના વિચારો અને અભિપ્રાય અમને કોમેન્ટ બોક્ષમાં અચૂક જણાવજો.અમારા બ્લોગને ફોલો કરો અને TAT - પાર્ટ -1, 2 પરીક્ષાની માહિતી અને મટીરીયલ તરત મેળવો.

આભાર.

 

13 મે 2023

માતા વિશેની પ્રચલિત ગુજરાતી કવિતા.



હતો હું સૂતો પારણે પુત્ર નાનો

હતો હું સૂતો પારણે પુત્ર નાનો
હતો હું સૂતો પારણે પુત્ર નાનો

રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુખી દેખી દુખી કોણ થાતું

મહા હેતવાળી દયાળી જ મા તું
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે

પીડા પામું પંડે તજે સ્વાદ તો તે
મને સુખ માટે કટુ કોણ ખાતું

મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું

તજી તાજું ખાજું મને કોણ દેતું
મને કોણ મીઠા મુખે ગીત ગાતું

મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી

પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી
પછી કોણ પોતાતણું દૂધ પાતું
મહા હેતવાળી દયાળી જ મા તું

દલપતરામ



અચાનક ફરીથી જ મા યાદ આવી

અચાનક ફરીથી જ મા યાદ આવી;
બધાં યે દરદની દવા યાદ આવી.

નહીંતર હતું સાવ અંધારું ઘરમાં;
ધીમેથી સળગતી શમા યાદ આવી.

ભીતરનો બગીચો જ ખીલી ગયો છે;
વહેતી વસંતી હવા યાદ આવી.

સહજ હાથ ઊંચા થયા બંદગીમાં;
ફકીરોની જાણે દુઆ યાદ આવી.

હું વરસોથી છૂટી ગયો છું છતાં યે;
મને ધ્રૂજતી એક માં યાદ આવી.

–  આહમદ મકરાણી




માતા વિશે ગુજરાતી અને વિદેશી કહેવતો.


ગુજરાતી કહેવતો :-
  • મા તે મા બીજા બધા વગડાના વા
  • ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
  • મા ની ગરજ કોઈ થી ન સરે
  • મા કહેતા મોઢું ભરાય
  • જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે.

વિવિધ દેશોની કહેવતો:-

  • કોરિયન કહેવત – સ્ત્રી અબ્લા હોય શકે મા નહિ.
  • મોઝેમ્બિલ કહેવત – માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે.
  • અમેરિકન કહેવત – ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા.
  • કુરદીશ કહેવત – પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત…
  • સ્પેનીશ કહેવત – માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ.
  • જાપાનીઝ કહેવત – પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો.
N.J.SOLANKI 

માતૃદિવસ - mother's day ઇતિહાસ



* માતૃ દિવસ (Mother’s Day) ની ઉજવણી મે મહિના ના બીજા રવિવાર ના દિવસે આખા વિશ્વ માં ઉજવવામાં આવે છે.

* 20 મી સદી ની શરૂઆત માં માતૃ દિવસ (Mother’s Day) ની શરૂઆત અમેરિકા ના રહેવાસી એવા અન્ના એમ. જાર્વિસ દ્વારા કરવા માં આવી હતી.

 * એવું માનવામાં આવે છે કે જાર્વિસ તેમની માતા ને ખુબ જ પ્રેમ કરતા હતા જેના કારણેથી તેઓએ લગ્ન પણ કર્યાં ના હતા.

*  તેમની માતા ના અવસાન બાદ જાર્વિસ દ્વારા માતૃ દિવસ (Mother’s Day) ઉજવવામાં આવતો હતો. 

*1994 ની સાલ માં અમેરિકા ના રાષ્ટ્રપતિ દ્વારા એક કાયદો પસાર કરવા માં આવ્યો અને ત્યારબાદ થી મે મહિના ના બીજા રવિવાર ના દિવસે માતૃ દિવસ (Mother’s Day) ની ઉજવણી કરવામાં આવે છે.

N.J.SOLANKI

STD : 10 અલંકારની સમજુતી અને ઉદાહરણો


અલંકાર


 👉 અલંકારના અર્થ અને પ્રકારની સમજૂતીની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


👉 STD 10, વિષય : ગુજરાતી, પાઠ : 1 થી 24 ના  IMP અલંકારના ઉદાહરણોની PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો. 

12 મે 2023

ગિરનાર પર્વત વિશે


ગિરનાર પર્વત



ગિરનાર પર્વત એ ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જુનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે.

આ પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે.

જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે.

જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે.

ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે.

પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે.

એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે.

પણ ખરેખર કદાચ ૧૧૦૦૦ પગથિયા છે. દેશનાં છે.


N.J.SOLNKI

ધોરણ-10 પછી શું ?

4. ITI કોર્સ

         ધોરણ : 10મી પછી, જો તમે તરત જ નોકરી મેળવવા માંગતા હો, તો તમે ITI કોર્સ કરી શકો છો . ITI કોર્સનો સમયગાળો 1 વર્ષથી 3 વર્ષ સુધીનો છે. 3 વર્ષનો એક જ કોર્સ છે, બાકીના કોર્સ ફક્ત 1 વર્ષથી 2 વર્ષના છે.


વિવિધ અભ્યાસક્રમ :-


1. પંપ ઓપરેટર - 1 વર્ષ
2. ફિટર એન્જિનિયરિંગ - 2 વર્ષ
3. ટૂલ અને ડાઇ મેકર એન્જિનિયરિંગ - 3 વર્ષ
4. પગના વસ્ત્રોનું ઉત્પાદન કરો - 1 વર્ષ
5. રેફ્રિજરેશન એન્જિનિયરિંગ - 1 વર્ષ
6. ફળ અને શાકભાજીની પ્રક્રિયા - 1 વર્ષ
7. ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ - 1 વર્ષ




11 મે 2023

ધોરણ-10 પછી શું ?

3. કલા (ARTS)

    સરકારી નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આર્ટસ ખૂબ જ ઉપયોગી છે. કારણ કે મોટાભાગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સરકારી નોકરીઓ મેળવવા માટે હોય છે , જેમ કે UPSC , SSC, BPSC વગેરે. તેમના અભ્યાસક્રમના મોટાભાગના વિષયો માત્ર આર્ટસ પ્રવાહના છે.

    સરકારી નોકરી મેળવવા ઉપરાંત, કલા પ્રવાહમાં કારકિર્દીના ઘણા વિકલ્પો છે . તેમાંના કેટલાક મુખ્ય છે:


• પત્રકાર
• ગ્રાફિક ડિઝાઇનર
• વકીલ
• ઇવેન્ટ મેનેજર
• શિક્ષક
• એનિમેટર

11મા અને 12મા આર્ટસ પ્રવાહમાં આ બધા વિષયો છે :-

• ઇતિહાસ
• રજનીતિક વિજ્ઞાન
• સમાજશાસ્ત્ર
• અર્થશાસ્ત્ર
• ભૂગોળ
• મનોવિજ્ઞાન
• અંગ્રેજી
• પ્રાદેશિક ભાષા

10 મે 2023

UGC - NET પરીક્ષા ફોર્મ

STD 10 વ્યાકરણ : જોડણી પાઠ : 13 થી 24

 👉STD10,  વ્યાકરણ : જોડણી પાઠ : 13 થી 24  ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

આદિવાસી આશ્રમ શાળાની ભરતી.

ધોરણ 6 થી 12 ગણિત વિજ્ઞાન વિષયમાં 100 જેટલા મુદ્દા રદ.

ધોરણ : 9 થી 12, ગણિત વિજ્ઞાન ના અભ્યાસક્રમ ઘટ નો પરિપત્ર:-

નવા શૈક્ષણિક સત્રમાં ધો.9 થી 12 માં ગણિત તથા વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં પ્રકરણના અમુક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણને દૂર કરવામાં આવેલા છે તેની યાદી અને લેટેસ્ટ પરિપત્ર PDF મેળવો.


PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

ધોરણ-10 પછી શું ?

2. કોમર્સ

    વાણિજ્ય કર્યા પછી મુખ્યત્વે આ નીચેના કારકિર્દી વિકલ્પો છે :-

• એકાઉન્ટન્ટ
• કંપનીના સચિવ
• MBA
• નાણાકીય આયોજક
• સંચાલન નામું
• ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA)
• એક્ચ્યુઅરી

    ઇન્ટરમીડિયેટમાં કોમર્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશનમાં કોમર્સમાંથી આર્ટસમાં તેમના પ્રવાહમાં ફેરફાર કરી શકે છે. પરંતુ તેઓ વિજ્ઞાન પ્રવાહ લઈ શકતા નથી.

    વાણિજ્ય પછી કંપની સેક્રેટરી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA), ફાઇનાન્સિયલ એનાલિસ્ટ અને બીજી ઘણી બધી ઉચ્ચ પગારવાળી નોકરીઓ ઉપલબ્ધ છે.

09 મે 2023

ધોરણ - 10 પછી શું ?


1. વિજ્ઞાન (SCIENCE)

        વિજ્ઞાનનો અભ્યાસ કરવાથી ઘણી સારી કારકિર્દીના દરવાજા ખુલે છે. જેમાં પૈસા અને માન બંને પુષ્કળ પ્રમાણમાં મળે છે. અહીં કેટલાક મુખ્ય કારકિર્દી વિકલ્પો છે

• ડોક્ટર
• ઇજનેર
• આઇટી
• સંશોધન
• ઉડ્ડયન
• મર્ચન્ટ નેવી
• ફોરેન્સિક વિજ્ઞાન
• નૈતિક હેકિંગ

    વિજ્ઞાન પ્રવાહ મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલો છે :-
   1. મેડિકલ (PCB)
   2. નોન-મેડિકલ (PCM)

    ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર બંનેમાં સામાન્ય છે. 

    નોન-મેડિકલ (PCM)માં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની સાથે ગણિતનો સમાવેશ થાય છે. 

    મેડિકલ (PCB)માં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રની સાથે જીવવિજ્ઞાન પણ છે. 

    તમે મેડિકલ (PCB) માં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવવિજ્ઞાન સાથે ગણિત (PCB-M) નો અભ્યાસ કરી શકો છો.

STD - 10નું પરિણામ (2023 ઓનલાઈન કેવી રીતે ચેક કરવું તેની માહિતી.)

2023 ઓનલાઈન કેવી રીતે ચેક કરવાની માહિતી.


1 :-  સૌપ્રથમ ગુજરાત બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ  gseb.org અને gsebeservice.com પર જાઓ.


2 :-  હોમપેજ પર, GSEB બોર્ડ SSC પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.


3 :- નવું પેઝ ખુલશે જેમાં વિદ્યાર્થીનો સિરિયલ નંબર અને રોલ નંબર દાખલ કરવાનું રહેશે.


4 :-  Go બટન પર ક્લિક કરો.


5 :- Go બટન પર ક્લિક કર્યા પછી નીચે રિઝલ્ટ Show થશે.

08 મે 2023

TATની ભાષાના વિષયોના વિભાગ : 2 ની PDF

 👉 TATની ભાષાના વિષયોના પાઠ્યપુસ્તકની PDF વિષય મુજબ મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.


વિભાગ : 2

👉 વિચાર - વિસ્તારની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


👉  સંક્ષેપીકરણની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

TATની ભાષાના વિષયોના પાઠ્યપુસ્તકની PDF

  👉TATની ભાષાના વિષયોના પાઠ્યપુસ્તકની PDF વિષય મુજબ મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.


➨ વિષય : ગુજરાતી 

➨ વિષય : અંગ્રેજી 

➨ વિષય : સંસ્કૃત

➨ વિષય : હિન્દી 

શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક) TAT(Secondary)-૨૦૨૩ અભ્યાસક્રમની વિગત

શિક્ષક અભિરૂચિ કસોટી(માધ્યમિક)

 👉TAT(Secondary)-૨૦૨૩ અભ્યાસક્રમની વિગતની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

06 મે 2023

STD 10 વ્યાકરણ : જોડણી પાઠ : 9 થી 12

👉STD10,  વ્યાકરણ : જોડણી પાઠ : 9 થી 12  ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

05 મે 2023

વિચાર- વિસ્તાર :- પૈસાને પદવી ....

ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર 


👉 વિચાર- વિસ્તાર :-  પૈસાને પદવી ....  PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.

વિચાર- વિસ્તાર :- ત્રણ વાના મુજને મળ્યા...

ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર 


👉 વિચાર- વિસ્તાર :-  ત્રણ વાના મુજને મળ્યા...  PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.

વિચાર- વિસ્તાર :- ઉગે કમળ પંકમાં...

  ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર 

 


👉 વિચાર- વિસ્તાર :-  ઉગે કમળ પંકમાં....  PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.

04 મે 2023

વિચાર- વિસ્તાર :- આવ નહિ,આદર નહિ....

ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર 


👉 વિચાર- વિસ્તાર :-  આવ નહિ,આદર નહિ....  PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.

વિચાર- વિસ્તાર :- મોટાં નાનાં વધુ મોટામાં


ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર


👉વિચાર- વિસ્તાર :-  મોટાં નાનાં વધુ મોટામાંતો નાનાં પણ મોટાં; વ્યોમ-દીપ રવિ નભબિંદુતો ઘરદીવડા શા ખોટા ? PDF ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો.


વિચાર- વિસ્તાર :- ‘સિદ્ધિ તેને જઈ વરે...

ધોરણ ૬ થી ૧૨, વિચાર વિસ્તાર

👉વિચાર- વિસ્તાર :- સિદ્ધિ તેને જઈ વરેજે પરસેવે ન્હાય.’  PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.


STD : 10 વ્યાકરણ : જોડણી અને તેના નિયમો


🙏ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકની સમજૂતી, IMP ઉદાહરણ ની PDF નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને વિવિધ મટીરીયલ મેળવો.📚


વ્યાકરણ : જોડણી


👉વ્યાકરણ : જોડણી અને તેના નિયમોની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


STD : 10 વ્યાકરણ : જોડણી - પાઠ : 1 થી 4

  🙏ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકની સમજૂતી, IMP ઉદાહરણ ની PDF નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને વિવિધ મટીરીયલ મેળવો.📚


વ્યાકરણ : જોડણી

👉STD10,  વ્યાકરણ : જોડણી પાઠ : 1 થી 4  ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

STD : 10 વ્યાકરણ : જોડણી - પાઠ : 5 થી 8

 🙏ગુજરાતી વ્યાકરણના વિવિધ ટોપિકની સમજૂતી, IMP ઉદાહરણ ની PDF નીચે આપેલ લિંક પર ક્લિક કરો અને વિવિધ મટીરીયલ મેળવો.📚


વ્યાકરણ : જોડણી


👉STD10,  વ્યાકરણ : જોડણી પાઠ : 5 થી 8  ની   PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.


03 મે 2023

શૈક્ષણિક કેલેન્ડર 2023-2024

શૈક્ષણિક કેલેન્ડર 2023-2024

02/05/2023

👉 શૈક્ષણિક કેલેન્ડર 2023-24 માટેની વિગતવાર PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

TAT -1 ના ફોર્મ ભરવા માટેનું જાહેરનામું :-

TAT -1 ના ફોર્મ ભરવા માટેનું જાહેરનામું 

1/05/2023

👉 TAT ની પરીક્ષા ધોરણ 9 અને 10 માટેના ફોર્મ ભરવા માટેની વિગતવાર PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.

નવી શિક્ષણનીતિ મુજબ બાલવાટિકા માટેના વય નિયમો:-

નવી શિક્ષણનીતિ મુજબ બાલવાટિકા માટેના વય નિયમો:-

તારીખ:28/04/2023

👉 નવી શિક્ષણનીતિ મુજબ બલભવનમાં વિદ્યાર્થીને ભણવા બેસાડવા માટેના નિયમોની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

TAT ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અગત્યનું દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ :-


TAT ની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે અગત્યનું

દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ :-

તારીખ:29/04/2023

   
👉પરિપત્રની માળખા અને ગુણભારાંક અને વિષયભારાંક પ્રમાણેની PDF ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો.

01 મે 2023

ગુજરાત સ્થાપના દિન

*હાર્દિક શુભકામના*

કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું,...
હું નરસૈંયાના પ્રભાતિયાંથી
પરિતૃપ્ત પ્રભાત છું.....
વેપાર છું,વિસ્તાર છું,વિખ્યાત છું.....
હા હું ગુજરાત છું.
ગુજરાત રાજ્યના સ્થાપના દિનની શુભકામના. 
ગર્વ છે હું ગુજરાતી છું...

“આભ ગજે, ધરતી ધ્રુજે,
 ગાયે ગીત મેઘ મલ્હાર
 તમે ફરતા રહો દેશ વિદેશ,
 એજ અમારૂં ગુજરાત”
ગુજરાત સ્થાપના દિનની
આપણને સૌને શુભકામનાઓ…

- અજ્ઞાત 

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.