ગુજરાતી કહેવતો :-
- મા તે મા બીજા બધા વગડાના વા
- ગોળ વિના સુનો કંસાર મા વિના સુનો સંસાર
- મા ની ગરજ કોઈ થી ન સરે
- મા કહેતા મોઢું ભરાય
- જે કર ઝુલાવે પારણું તે જગ પર શાસન કરે.
વિવિધ દેશોની કહેવતો:-
- કોરિયન કહેવત – સ્ત્રી અબ્લા હોય શકે મા નહિ.
- મોઝેમ્બિલ કહેવત – માને ખભે સુરક્ષિત બાળકને ખબર નથી હોતી કે સફર લાંબી છે.
- અમેરિકન કહેવત – ઘર એટલે… પિતાનું સામ્રાજ્ય, બાળકોનું સ્વર્ગ અને માતાની દુનિયા.
- કુરદીશ કહેવત – પુરુષનું કામ સૂર્યોદયથી સૂર્યાસ્ત, જ્યારે માતાનું કામ અનંત…
- સ્પેનીશ કહેવત – માતાનો એક અંશ બરાબર અસંખ્ય ધર્મગુરુઓ.
- જાપાનીઝ કહેવત – પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો. માતાનો પ્રેમ દરિયાથી ઊંડો.
N.J.SOLANKI
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો