સંપર્ક : Contact

Name :- Solanki Nayana J. Mobile:- 6359505666/9537667111 Email:-nayana.J.tirna89@gmail.com

30 ઑક્ટોબર 2023

મારી સ્વરચિત કાવ્ય - શરદ પૂનમનું બહાનું

*🌈ચાલો સાહિત્યનાં પંથે સાહિત્ય પરિવાર📋*
 *સર્જન નંબર:- 43*
*વિષય:- શરદ પૂર્ણિમા*
નામ:- સોલંકી નયના
ઉપનામ:- આંખો
વિભાગ:- પદ્ય
પ્રકાર:- સોનેટ
શીર્ષક:- શરદ પૂનમનું બહાનું

*રચના*

  શરદ પૂનમનું બહાનું ...........

એને ચાહવાનું રંગીન સરસ બહાનું મળ્યું,
સ્વપન કેવું સુંદર પૂનમનું સુહાનું મળ્યું !

હું શોધતી’તી પોતાને આમ-તેમ પુનમમાં પણ,
તેના શરદની ચાંદનીમાં મને હવે મારું ઠેકાણું મળ્યું.

મળ્યા સામસામે અમે શરદ-પૂનમ બની,
એ ચુપ રહ્યા ને મુજથી કેં કે’વાયું નહી.

થયું,ચાલો! અમને નીરખવા આ રાતનું લહાણું મળ્યું.
તમે નીકળી ગયા નજરોની સામેથી જીવવાનું તેજ મળ્યું ,

હાય,તુજ વિરહસભર અમને એક ગાણું મળ્યું.
છેડતું વાસ્તવમાં અમારા નાજુક દિલના તારને

જે સંવેદન નિજ મળ્યું ,તે ખરેખર,પૂનમનું મળ્યું.
આમ,જીવન તો જુઓ કેવું ચાંદની’નું મળ્યું !

પણ પ્રેમની દુનિયા છે,દ્રશ્યમાન ‘આંખો’માં;
શરદ-પૂર્ણિમાનું એ થકી તો બહાનું મળ્યું !

         - 'આંખો
         - સોલંકી નયના 
         - સુરત.
         
         






ટિપ્પણીઓ નથી:

મારા વિશે

મારો ફોટો
SURAT, Gujarat , India
Name :- Solanki Nayana Jagdishkumar Qualification :- (M.A,M.Ed) Designation :- Education Co-ordinator,* Motivational speaker, Blog writter, Education counseler, Gujarati literature.